Raj Mistry's world

Me,my stories and world around….

શતાબ્દી……..

Leave a comment

આજે હું મુંબઈ આવ્યો અને એ પણ શતાબ્દી ટ્રેનમાં…..!! શતાબ્દી આમ તો અમારા જેવા પ્રોફેશનલ લોકો માટે સારી……બપોરે અમદાવાદ થી ઉપડે અને રાત્રે મુબઈ ભેગા….અને વહેલી સવારે મુંબઈ થી ઉપડે તો બપોરે અમદાવાદ…..!! એ પણ ખાવા પીવા ની સગવડ સાથે…….!!આથી બહાર જઈને ખાવા પીવા ની મગજમારી અને સમય ની બર્બાદીમાં થી છુટકારો….!!

ટ્રેન ની સફર નો મુખ્ય ફાયદો એ છે કે , તમે એક વિશાળ ઘર સાથે લઈને સફર કરતાં હો એવું લાગે…અને જો સમય હોય….રસ હોય….તો તમે માત્ર આજુબાજુના મુસાફરોનું માત્ર નિરીક્ષણ કરતાં રહો તો તમને….એક સારા મનોવૈજ્ઞાનિક બનવાનો અનુભવ પણ મળી જાય…..!! અવનવા, અન્યભાષી લોકો, જુદા જુદા ધર્મના લોકો, એક સાથે જોવા મળે અને છોકરાં , સીટો વચ્ચેના પેસેજ મા રમ્યા કરે….!! આથી તમને જુદા જુદા “માહોલ” નો અનુભવ, એક જ સમયે એક જ છત નીચે થાય….અને એનાથી મોટી વાત કઈ? આજે , શતાબ્દીમાં, ઘણા વ્હોરા પરિવાર સફર કરી રહ્યા હતા…અને જયારે તેમના સ્વજનો, તેમને મુકીને, બહાર નીકળતા હતા,ત્યારે,તેમનો, અંદાજ જોવા જેવો હતો…એકબીજા ના હાથ આંખે લગાડી,હાથ ચુમવાના…….અને …કપાળ પર સ્નેહભર્યું ચુંબન….!! ખરેખર મન ને પ્રભાવિત કરી ગયું….!! તો બાજુમાં, એક બહેન વડોદરા થી બેઠા,અને જ્યારના બેઠા ત્યારના ,ફોન પર બસ શેરબજાર ની જ વાતો……!!!! શેરબજારમાં ,મહિલાક્રાંતિ આવી ગઈ લાગે છે…….!! તો, જયારે ટ્રેન,મુંબઈ પહોંચી, તો એક છોકરીને લેવા, એનો “માણીગર” આવ્યો હતો….જેવી છોકરી નીચે ઉતરી, કે બંને ફિલ્મી સ્ટાઈલ થી ભેટી પડ્યા…!! અને જાહેરમાં જ “પ્રેમ” ની અભિવ્યક્તિ થવા લાગી….જેને સુધારેલી ભાષામાં PDA( Public Display of Affection) કહેવાય, તે આજે નજરે માણ્યો…..!!!

તો આ બધી થઇ, શતાબ્દી ની સારી વાતો……જે મન-હૃદય ને પ્રભાવિત કરી ગઈ….તો એની ખરાબ બાજુમાં……

  • ટ્રેનમાં ,સાફસુફી કર્યાં બાદ પણ ગંદકી દેખાય છે…..કદાચ લોકો જ જવાબદાર છે…..
  • વંદાઓ, ઉંદરો…બે-લગામ…ખુલ્લેઆમ , ટ્રેનમાં ફરે છે….!! શતાબ્દીમાં પણ આ હાલત હોય તો બીજી ટ્રેનો નું શું કહેવું?….
  • જમવાની ક્વોલીટી સારી છે પણ, શતાબ્દી ટ્રેનના લેવલ મુજબ હજુ નથી…….
  • ટ્રેન, જયારે ઉભી રહે અને ઉપડે ત્યારે, અસહનીય ધક્કા નો અનુભવ કરાવે છે…..આ જરા ખૂંચ્યું….!!

પણ, શતાબ્દી, એ ભારતીય છે..નખશીખ ભારતીય…..!! આથી, એ સારી અને નરસી..એમ બંને બાબતો સાથે લઈને જ ચાલે છે…..આખરે જીવન ના વિરોધાભાસ ,ભારત સિવાય…બીજે ક્યાં જોવા મળે….????  તો બસ સફર અનંત છે….અને મજા તો હમેંશા અનંત જ રહેવાની….!!

સાથે રહેજો…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s