Raj Mistry's world

Me,my stories and world around….

મુંબઈમાં………

1 Comment

છેલ્લા ત્રણ ચાર દિવસ થી હું મુંબઈ છું…કંપની ની ઓફીસ ,અહીં હોવાથી,વારેઘડીએ અહીં આવવાનું થાય જ છે….આ વખતે ,ચોમાસું,ગણેશોત્સવ બધું ભેગું થઇ ગયું છે અને એ પણ મુંબઈમાં……!! પછી,વિચારો કે વાતવરણ કેટલું મજાનું હોય….!!! અત્યારે હોટલના દસમાં માળે બેસીને, આ પોસ્ટ લખી રહ્યો છું…..રાત્રે અગિયાર વાગે મારી ટ્રેન છે….અને કાલે સવારે, ઘરે…..દુનિયાના છેડે…..એટલે કે પોતાના ઘરે…..!! રીનાને મારા કારણે ઘણું વેઠવું પડે છે,પણ  એ મારા કરતાં એ વધારે સમજુ છે,આથી, એનો સપોર્ટ પુરેપુરો રહે છે….આથી મારી ચિંતાઓ ઘણી ઘટી જાય છે. બાકી, મેં ,ઘણા હાઈ-પ્રોફાઈલ કહી શકાય,એવા છૂટાછેડા ,માત્ર પતિ-પત્ની ને ,એક બીજા માટે પુરતો સમય ન આપી શકવાના કારણે જ થયા ના દાખલા જોયા  છે…..

તો મુંબઈમાં , ઓફીસ ના કામ સિવાય મેં શું કર્યું?….

બસ મોટું કામ…..મારા ઠાકોરજીના દર્શને જવાનું…..દાદર મંદિરે,  ગયા પરમ દિવસે ગયો હતો….અને ઠાકોરજીની શયન આરતી નો લાભ લીધો હતો….પૂ. કોઠારી સ્વામી જેવા વિદ્વાન સંત ના દર્શન નો લાભ પણ સાથે મળ્યો. બસ , મન ખુશ થઇ ગયું.

આથી કયારેક લાગે છે કે , કોઈકના લાડકવાયા , કઈ એમ ને એમ સાધુ થઇ જતા નથી……!! ભગવાન અને સંતો નું આકર્ષણ એવું હોય છે…કે તમે પોતાની જાત ને રોકી ન શકો. કદાચ તમને મારી વાતો ,હાસ્યાસ્પદ…હેલો ઇફેક્ટ વાળી લગતી હશે, પણ મેં બધું જાતે ,સ્વાનુભવે અનુભવ્યું છે……પારખ્યું છે….અને મારી હાલત પૂ.બ્રહ્માનંદ સ્વામી જેવી થઇ છે..કે ઠાકોરજી ની પરીક્ષા કરવા ગયા અને સાધુ થઇ ગયા……!! હું ઘણીવાર રીના ને મજાકમાં કહું છું કે ,પૂ. પ્રમુખસ્વામી મહારાજ જો મને ફોન કરી ને સાધુ થવા કહે તો, હું એને પૂછવા પણ ન રહું!!!!!!! જો,કે આ મજાક ની વાત છે….સાધુ થવું,સંસાર ના સુખ છોડવા માટે , હિમત ની જરૂર પડે, નસીબ ની જરૂર પડે…….જે મારામાં નથી…..!!!!

ભક્તિનો માર્ગ એ શુરા નો માર્ગ છે……એ સાચું જ છે……ડગલે ડગલે તમારી કસોટી થાય….!!

આથી જ અમારા જેવા લોકો માટે…આજ ની રાત નો ટ્રેન પ્રવાસ , મુંબઈ-અમદાવાદ નો માર્ગ જ બહુ છે…….!!!

સાથે રહેજો…..

રાજ

Advertisements

One thought on “મુંબઈમાં………

  1. I liked this post. We had goshthi with P. Paramtatv swami (He is vedantachary and studying philosophy ) yesterday night. He came to meet a very high profile theology professor at Harvard University, so luckily we got his labh for two days….

    He had metionted that Samraday no ane bapa no mahima samjay to kutumb parivar sahit jivta akshardham payam…. plus he said vachanmrut is not a scripture to read but rather LIVE.

    anyways
    have a good trip.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s