Raj Mistry's world

Me,my stories and world around….

મારા કાવ્યો….

Leave a comment

ઘણા સમય બાદ,ફરીથી હું મારી એક રચના ,તમારી સમક્ષ મૂકી રહ્યો છું.  જો કે , આ કૃતિ કઈ રીતે રચાઈ,તો એનો ઇતિહાસ, માત્ર ૫ મીનીટ જુનો છે,પણ એનો મર્મ,લગભગ ૫ વર્ષ જુનો છે…..રીના અને મારા લગ્ન ને જો ,અમુક પંક્તિઓમાં બાંધવા હોય તો, કદાચ , આ નીચેની પંક્તિઓ પુરતી છે…..તો જુઓ

___________________________________

બસ એક તારી કહાની…એક મારી કહાની….હરિવર સાખે, બની ,એ “આપણી કહાની

જિંદગી બસ, એક માર્ગ અને મંઝીલો ઘણી સર્જાણી…. અટવાણા ઘણા , પણ છેક પહોંચી, “એક” મંઝીલ સમજાણી,

જીવન ના આ પકડ દાવ, મા દોડતા રહ્યા , સમજ્યા વિના ,

“પકડ્યા” પછી , આ અર્થ હીન રમત છે ફકત, સમજાણી…

સુખ દુખ આવતા ગયા..પારખતા ગયા….પણ “એક” રહ્યા..

જીવન એક સંઘર્ષ, સમાધાને જ સફળ..એ એક સચ્ચાઈ જણાઈ…

ફેરો ફોગટ થતા ,અટકી ગયો..બસ રુદિયાની એક વાત મનાણી હો “રાજ”,

મિથ્યા બાહ્ય જગ ઘણું…સુખ,એક હરિવર મા સમાયું , એ વાત અંતે સમજાણી…

 _________________________________

 તો આ માત્ર મારી તમારી કહાની જ છે, એવું નથી…..પણ “આપણી” કહાની છે…..એ મનાય તો સમજાય અને વાત ગળે ઉતરે…….મેં, એક વાર ,અમારા સ્વામિનારાયણ સંત ને પ્રશ્ન પૂછેલો કે , જીવનમાં સફળ શી રીતે થવાય….? એમણે મને કહ્યું…….

“જીવન જો આપણા કરતાં બીજા માટે વધારે જીવાય…..શ્રીહરિના રાજીપા માટે જ જીવાય …એક હરિને સર્વ હર્તા-કર્તા અને પોતાને માત્ર “નિમિત્ત માત્ર” ગણાય તો……. તો જ જીવનમાં સફળ થવાય….”

શું માનો છો તમે?

રાજ


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s