Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજ ની બોધકથાઓ-૫

Leave a comment

આજે ગણેશ વિસર્જન હતું,અને ઘણા બધા શોર-બકોર વચ્ચે ગણેશજી ને ,સાબરમતી ના જળ મા વિસર્જિત કરાયા. આ શ્રદ્ધા ની વાત છે પણ, હું અંગત પણે, ગણેશજી ના નામ પર થતા પ્રદુષણ( અવાજ, પાણી,હવા….)નો વિરોધી છું……ખેર..!!! ચાલ્યા કરે,આમેય આજકાલ લોકો, રામ-મંદિર -બાબરી મસ્જિદ, કોમનવેલ્થ ગેમ્સ ના ભવાડાઓ મા અટવાયેલી છે…..પ્રદુષણ પર વિચારવાને સમય કોને છે?????

તો પૂ..યોગીબાપા ના રસપ્રદ અને મનોરંજક દ્રષ્ટાંતો , મા થી એક બોધકથા ને મમળાવીએ……

_____________________________________________________

વજ્જર જેવું હૈયું…..

_____________________________________________________

એક  નાનું ગામ હતું,અને ગામ મા એક નાનું મંદિર. મંદિરે ગામ ના લોકો ભેગા થાય, કથા વાર્તા પણ થયા કરે અને ધાર્મિક પ્રવૃત્તિ પણ થયા કરે. લોકો નો ઉત્સાહ ઘણો અને ત્યાં મંદિરના સાધુ-સંત પણ ઘણા વિદ્વાન, આથી ગામ મા અનેરો ઉત્સાહ રહે.ખાસ કરીને ગામ ના ડોસા -ડોસીઓ કથા વાર્તા મા વધારે રસ લે.

એક દિવસે, એક ડોસા ના દીકરા એ ,બાપા ને કહ્યું…” બાપા, સંતો તો ઘણા વિદ્વાન લાગે છે, તો મને એમના મુખે કથા વાર્તા સાંભળવા ની ઈચ્છા છે…હું આજે સાંજે તમારી સાથે આવીશ.”…બાપા એકદમ ઉભા થઇ ગયા….બોલ્યા .”તારે નથી આવવું”

દીકરો બોલ્યો ..”પણ કેમ?”

બાપા બોલ્યા….” વાત એમ છે કે સાધુ ની વાતો ,તલવાર જેવી છે અને તમારા મન-હૃદય હજુ તો “કુમળા” કહેવાય…ક્યાંક તમને એની વાતોમાં રસ પડી જાય અને હૃદયમાં વાત ઘુસી જાય તો ,તું મારો મટી જાય…..” આતો આમારા હૃદય અને મન વજ્જર ( વજ્ર) જેવા…ગમે તેટલું સાધુ-બાવા બોલે…પણ કોઈ વસ્તુ અમારા મન કે હૃદયમાં ન ઘુસે…..બાવા તો બોલ્યા કરે…અમારો સમય કપાય…સમજ્યો..!!

દીકરો મનમાં હસતા હસતા બોલ્યો….” હું તો વિચારતો હતો કે કથા વાર્તા સંભાળવા થી ડોસા મા કંઇ ફેર પડશે….પણ વાત તો ઉલટી જ છે…”

__________________________________________________________

સાર-૧- જેના મન કે સમજણ  , પૂર્વગ્રહ કે ગ્રંથીઓ થી સજ્જડ રીતે ગ્રસિત હોય,તેને ગમે તેટલા સમજાવો પણ ,તે ન જ સમજે…

સાર-૨- જેને સુધરવું હોય, તેણે પોતે જ ,બીજાની વાત કે કોઈ સારી વાત સ્વીકારવા /સમજવા માટે તૈયારી રાખવી જોઈએ…

_____________________________________________________________

કદાચ ઉપરનો પ્રસંગ, આપણ ને,ભારતીયો તરીકે લાગુ પડે છે ….કોમનવેલ્થ ના જાહેર થયેલા કૌંભાડો એ આપણી શાખ, જીવન-પધ્ધતિ( હોતા હૈ ,ચાલતા હૈ), રહેણી-કહેણી પર સવાલ ઉઠાવ્યો છે…..આ નવું નથી..ભૂતકાળમાં આવું ઘણું બધું થયેલું છે ,પણ આપણા મન-હૃદય વજ્જર થઇ ગયા છે..અને કદાચ આપણ ને “સુધરવા નું- સુધારવાનું” સુઝતું જ નથી….ભલે ને એ દેશ ની ઈજ્જત હોય કે મારા તમારા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા નો સવાલ હોય…!!

એક હરિ જ સત્ય છે……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s