Raj Mistry's world

Me,my stories and world around….

જો બાપુ આજે જીવતા હોત તો???

2 Comments

પહેલા સ્કુલ મા ,નિબંધ લેખન માટે ની કસોટી કે સવાલ આવતા અને એમાં વિષય રહેતા….

  • હું શિક્ષક હોત તો…..
  • હું પ્રધાનમંત્રી હોત તો….
  • હું ડોક્ટર હોઉં તો…..

તો આજના “અગત્ય”ના દિવસે,અર્થાત, બીજી ઓક્ટોબર ના દિવસે, મહાત્મા ગાંધી બાપુ(….યાર આજકાલ બાપુ શબ્દ મજાક થઇ ગયો છે..) આપણી વચ્ચે હયાત હોત તો શું થાત…..??? કરોડ રૂપિયાનો સવાલ છે….!!! વિચારો તો ખરા…..!! મેં ,રીનાને પૂછ્યું….તો એનો જવાબ….વાંચો…

  • બાપુએ અંગ્રેજો ને પાછા બોલાવી, ભારત એમને પાછું આપી દીધું હોત…..!!! અંગ્રેજો ,અત્યારના નેતા થી સારા હતા….
  • બાપુને, ઓછામાં ઓછો સો વાર તો હાર્ટ એટેક આવ્યો જ હોત….આજની સ્થિતિ જોઈને….!!!
  • બાપુ, ઓછામાં ઓછી, ૯૦-૧૦૦ જેટલી મળતી નેશનલ કંપનીના “બ્રાન્ડ” એમ્બેસેડર તો હોત જ…..!!
  • કોંગ્રેસવાળા , દરેક ચૂંટણીમાં ( ગ્રામ પંચાયત હોય કે સંસદની) ગાંધીજી ને આખા ભારતમાં બળજબરી થી ફેરવત…!!!
  • કોંગ્રેસવાળા, ગાંધીજીને ,એમની આત્મકથા ને, એમના ફાયદા અનુસાર લખવા દબાણ જરૂર કરત…અને એનો કોન્ટ્રાક્ટ અર્જુનસિંહ ને આપત….!!!
  • આ બાજુ ભાજપ વાળા, બાપુ ના “છુપા-ઉભા” કરેલા કિસ્સા છાપી ને ,એમને બદનામ કરવાનો ભરપુર પ્રયાસ કરત……
  • વિધુ વિનોદ ચોપરા, એમની ” લાગે રહો મુન્નાભાઈ ની સિક્વલ ૧ થી ૨૦ સુધીમાં ઓરીજીનલ બાપુને સાઈન કરવાનો ભરપુર પ્રયત્ન કરત…..
  • ન્યુઝ ચેનલવાળા , બાપુને કોઈને કોઈ વિવાદમાં….સ્ટીંગ ઓપરેશનમાં સંડોવવા નો પ્રયત્ન જરૂર કરત…..

છેવટે ….શું આ બધું જોઈને…બાપુ ની શી હાલત થાત…..!!! કોઈએ વિચાર્યું છે…??? હું હૃદય થી માનું છું કે ,આ તો સારું છે કે ગાંધીજી જેવો મહાન આત્મા,અત્યારના કલુષિત વાતાવરણ મા નથી…..નહીતર, બિચારા…દેશ અને દેશવાસીઓ ની લાય મા ને લાય મા , ક્યારનાયે….આઘાત પામીને રામ શરણ થઇ ગયા હોત…..!!

હે રામ….!!!

વિચારવા નું આપણે છે,કે ગાંધીજી ને સાચી શ્રદ્ધાંજલિ કે માન ક્યારે આપ્યું કહેવાય…..!!!

રાજ

Advertisements

2 thoughts on “જો બાપુ આજે જીવતા હોત તો???

  1. very nice rajbhai… keep it up…

  2. જો બાપુ જીવતા હોત તો જીન્સ ના પેન્ટ પેહરતા હોત ……..૧૦૦ % એપલ ના આઈ પોડ માં ” વૈષ્ણવ જન ” સાંભળતા હોત …ને ઈન્ટરનેટ ના તો રસિયા હોત …પત્રો ની જગ્યાએ મેઈલ મોકલતા હોત ………લેપટોપ તો સાથેજ રાખતા હોત એ પણ વાઇ ફાઇ વાળું ……ને ભારત માં બનતી બ્રાન્ડેડ વસ્તુ ના વર્લ્ડ બ્રાંડ એમ્બેસેડર હોત… ને ભારત માં જ બ્રાન્ડેડ કપડા બનાવતા હોત જે આખી દુનિયા માં વખણાત …….ને કદાચ” ગાંધી ” નામ જ એક બ્રાન્ડ બન્યું હોત ……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s