Raj Mistry's world

Me,my stories and world around….

ચંદ્રવિલાસ ની સફરે…!!!

1 Comment

આજે ઘણા કામ હતા પણ રીના આજે ઘરે વહેલી આવી જતા,સાંજે અમે માણેકચોક ગયા. સાચું કહું તો, આખી દુનિયા ની ભીડભાડ ,અંધાધૂંધી માણેકચોક, ગાંધી રોડ પર જોવા માળે છે,છતાં લાલ દરવાજા, અમદાવાદ ની પોળો ,ગાંધી રોડ( ચર્ની રોડ તરીકે પણ ઓળખાય છે) મને ગમે છે….કારણ કે….

  • સેલ્સ અને માર્કેટિંગ ના અદભૂત પ્રયોગો, લાલ-દરવાજા વાળા ફૂટપાથ માર્કેટ થી જ જોવા-જાણવા મળે….
  • તમે ચાલતા-ચાલતા નીકળો…બસ આજુ બાજુ મજાથી નજર ફેરવ્યા કરો..તમારા કલાકો ક્યાં વીતી જાય…!! ખબર જ નહિ પડે….
  • જોવા જેવા સ્થળોમાં..ભદ્ર -માતાજીનું મંદિર/કિલ્લો, બાલા હનુમાનજી,સીદી સૈયદ ની જાળી, અમદાવાદ ની ઐતિહાસિક પોળો, અદભૂત કોતરણી વાળા જુના મકાનો,કાલુપુર સ્વામિનારાયણ મંદિર, માણેક ચોક ,ઝવેરીવાડ….વગેરે…વગેરે…લીસ્ટ અનંત છે…
  • અને  પેટ પૂજા માટે તો,અહીંયા મોટી “ખાણ” જ છે….રાત્રે ૧ વાગ્યે ,મેં માણેકચોકમાં પાણીપુરી નો સ્વાદ લીધેલો છે…..ઝવેરીવાડ ની પાણીપુરી,આઝાદ વાળા ની ચનાપુરી, રાયપુર ના ભજીયા, ચંદ્રવિલાસ ના ફાફડા ,જલેબી…..!!શું કહેવું…??

તો  આજે અમે, ચંદ્રવિલાસ હોટેલ ની મુલાકાતે હતા. આ હોટલ લગભગ, ૧૧૦ વર્ષ જૂની, છે અને સ્વ.ચીમનલાલ હેમરાજ જોષીએ એની સ્થાપના કરેલી અને હજારો, વેપારી વર્ગ અને લગભગ,ગુજરાત ના દરેક વિસ્તારમાં થી આવતા ઘરાક-વર્ગ ને પોતાના “સ્વાદ” નો લાભ આપેલો…!! ચંદ્ર વિલાસ એટલું બધું તો ફેમસ હતું કે ,સ્વાદ-રસિયા ઓ , એની દાળ-ભાત, ફાફડા-જલેબી નો સ્વાદ લેવા સ્પેશ્યલ ,દુર દુર થી આવતા અને અમદાવાદ મા , આવવા નું થાય તો , ચંદ્ર વિલાસ ન જાય ..એ શક્ય જ ન થાય…!!! ચંદ્ર-વિલાસ હજુ પણ ચાલે છે…હજુ પણ સ્વાદ રસિકો આવે છે…હજુ પણ એંસી એંસી વર્ષ થી કામ કરતા કારીગરો છે….!!!! શું આ એની સફળતા નો પુરાવો નથી?……આજે એમની ચોથી પેઢી, ચંદ્ર વિલાસ ને નવું સ્વરૂપ આપવા મથી રહી છે….કે જેથી આવનારા સૈકા..આ મજબુત “બ્રાન્ડ” ને અનુભવી શકે….!!!

મેં અને રીના એ ,પેટભરી ને એની બધી વાનીઓ નો ટેસ્ટ કર્યો…એમાં મને એની જલેબી અને મેથીના ગોટા વધારે પસંદ આવ્યા તો રીના ને , એના ફાફડા ગમ્યા….!! અરે ,મને તો એની “કમ-શક્કર” ચા પણ ગમી….!! તો જુઓ થોડા ફોટા….

ચંદ્ર વિલાસ...એક નામ..સો વર્ષ...

ફાફડા-જલેબી...સ્વાદ-એ-ચંદ્રવિલાસ..

તો કહેવા ની વાત એટલી છે કે….” આ વાત કહેવાની નથી…ચાખવા ની છે…”!!

શું કહો છો…યાર…કંઇક તો છે ” કે હસ્તી મિટતી નહિ હમારી….” !! અમદાવાદ નો આ સ્વાદ “વૈભવ” કે “વારસો” જળવાવવો જોઈએ….

રાજ

Advertisements

One thought on “ચંદ્રવિલાસ ની સફરે…!!!

  1. i think chandravillas offered you everything at free of cost dats why you r doing mass advertising keep it up.
    Rajesh suthar(Brand manager) New designation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s