Raj Mistry's world

Me,my stories and world around….

નવરાત્રિ…..ફાયદા..ગેરફાયદા…!!

Leave a comment

તો સ્વાગત છે તમારું…દુનિયાના સૌથી મોટા,લાંબા ચાલનારા…સૌથી વધારે વિવિધતા ધરાવતા….અને દુનિયામાં…જે કોઈ ઠેકાણે…કોઈ એક ગુજરાતી પરિવાર જોવા મળે….ત્યાં ત્યાં ઉજવાતા…ઉત્સવમાં…..અર્થાત નવરાત્રીમાં…..!!!! મોદી સાહેબ ની મહેરબાની થી, નવરાત્રિ મા જોમ-જુસ્સો વધ્યો છે…..તો જુવાનીયા ઓ માટે , આખું વર્ષ ઉત્કંઠા થી રાહ જોવા નું બહાનું ,આ ઉત્સવ પૂરું પાડે છે….તો જોઈએ તેના ફાયદા….ગેરફાયદા…..( અંદર ની વાત…ફાયદા-ગેર ફાયદા ની વાત કરનારા ,પણ આ ઉત્સવમાં ક્યારેક ને ક્યારેક તો ઝૂમ્યા જ હશે……એની ગેરંટી..!!)

ફાયદા…

 1. સૌથી મોટો ફાયદો, ગુજરાતી વેપારી બુદ્ધિને….!! આવી તક થોડી છોડાય…કરોડો નો ધંધો છે…યાર..!!
 2. જુવાનીયાઓ ને…..કેમ?….ન પૂછો યાર….સમજી જાઓ …બસ સમજી જાઓ….મુક્ત પણે ફરવા-નાચવા,ખાવા-પીવા મળે….
 3. માતાજીના ભક્તો ને- કે ખરેખર શક્તિની આરાધના હૃદય પૂર્વક , ધર્મ પૂર્વક કરે છે…..એમના માટે મોટો ઉત્સવ છે….
 4. છાપાં ઓ ને….અવનવા આકર્ષક ફોટા, સમાચારો મળે….અને ધંધો તો વધવા નો જ….!!
 5. ખાણી-પીણીવાળા ઓ ને….મોડે સુધી ગરબા ગઈ ને થાકેલા, ભૂખ્યા રસિકો ને , સર્વ કરવામાં,આખા વર્ષ નો ખર્ચ નીકળી જાય..!!
 6. ગૃહિણી ઓ ને….ઘરની ચાર દીવાલો મા “કેદ”..ઘરકામ મા થી ઉંચા ન આવતા આ વર્ગ ને..મુક્ત પણે ગરબા નો લ્હાવો ,એક સ્ટ્રેસ-બસ્ટર નું કામ કરે…
 7. રાજકારણીઓ ને….જ્યાં આગળ, મોટો ઉત્સવ હોય..ત્યાં વણ-આમન્ત્રને પહોચી જવાનું….સતેજ પર ચડી, લોકો ને “ભક્તિભાવ” પૂર્વક પ્રવચન આપવાનું…..લોકો ખુશ….આથી નેતા ખુશ…..!! “સસ્તું ભાડું….’ને સિધ્ધપુર ની યાત્રા….”

 

અને ગેર-ફાયદા….

 1. મારા દાદીમાં કહેતા કે “નવરાત્રિ” એટલે “નવરા ઓ ની રાત્રી”…અર્થાત…..સમય નો બગાડ છે….
 2. લોકવાયકા અને સત્ય-ઘટનાઓ ને આધારે ફલિત થાય છે કે -નવરાત્રીમાં સંસ્કાર,ભક્તિભાવ વધવાને બદલે- સંસ્કાર ઘટે છે વધારે….
 3. મધ્યમ વર્ગ માટે…આ ઉત્સવ પૈસાના બગાડા સિવાય કશું જ નથી….સોસાયટીઓ મા ફરજીયાત પૈસા, પાર્ટી-પ્લોટોમાં મોઘા ભાવની ટીકીટો, બહાર ખાવા-પીવા ના ખર્ચા…કપડાના ખર્ચા….!! બજેટ બગડ્યા સિવાય રહેતું નથી….
 4. નોકરિયાત વર્ગ માટે- ઉજાગરા કઠીન પડે છે….ઓફિસમાં તણાવ…આ ઉજાગરા…-સરવાળે બધું ભારે પડે છે…..
 5. ગરબા રાત્રે બાર વાગ્યા સુધી સારી વાત છે- પણ પછી…એનો ઘોંઘાટ લોકોને અનિંદ્રા અને તણાવ ના શિકાર બનાવે છે….
 6. આરતીની ઉછામણી,પાટલા પૂજા- હવે દેખાદેખી વધારે અને ભક્તિ ઓછી લાગે છે….છીછરા પણું વધતું જાય છે…..
 7. જુના દેશી પદ્ધતિના – ભક્તિ ભાવ વાળા ગરબા- આ પાર્ટી પ્લોટો ની લાય મા ખતમ થઇ રહ્યા છે….

ઉફ્ફ!!! આતો મારા અંગત વિચાર છે…શક્ય છે કે , હું કદાચ ખોટો પણ હોઉં….!!  ટૂંકમાં…નવરાત્રીના નવ દિવસો નો, ઉત્સવનો મહિમા આપણે સમજીએ….શક્તિ/લક્ષ્મી/જ્ઞાન/માતૃ સ્વરૂપા – સ્ત્રી શક્તિ ને સમજવાનો, ભક્તિ ભાવ થી અહોભાવ પ્રદર્શિત કરવા નો ઉત્સવ…..છે…..એને આપણે…ધંધાનું સાધન જ ન સમજતા….એક પર્વ તરીકે સ્વીકારીએ….

llया देवी सर्वभूतेषु, शक्ति रूपेण संस्थिता…

नम: स्तस्ये नम: स्तस्ये,नम: स्तस्ये…नमो नम:ll

raj

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s