Raj Mistry's world

Me,my stories and world around….

તો મોદી જીતી ગયા..!!

Leave a comment

આજકાલ તમે કોઈ પણ ગુજરાતીને પૂછો કે, ગુજરાત નો વિકાસ શાને આભારી છે…કે…..ચૂંટણી જીતેલા કોઈ ભાજપી ઉમેદવાર ને પૂછો કે જીત શેને આભારી છે તો …….. તો જવાબ મળશે….

  • નરેન્દ્ર મોદીને આભારી છે…..
  • મોદીના વિકાસ કાર્યો ને આભારી છે..
  • ગુજરાતી માનસ, ને આભારી છે……

તો,મોદી હવે “કોમોડીટી” મા થી “બ્રાન્ડ” બનતા જાય છે, અને જરા વ્યાપક શબ્દ વાપરો તો , મોદી હવે “બ્રાન્ડ” છે જ…એક એવી બ્રાન્ડ કે જેને આધારે , બીજેપી તો ઠીક પણ ગુજરાત ઓળખાય છે….!! આ વખત ની નગરપાલિકા ની ચૂંટણીમાં ,કોન્ગ્રેસ નો જે રકાસ થયો છે…એ દયા ને પાત્ર છે..આજના દિવ્ય ભાસ્કરમાં છે કે, કોંગ્રેસ ની પાસે,મોદી સામેં ટકી શકે એવો કોઈ નેતા જ નથી….!! ઇટલી થી મંગાવો…(અમારા મિત્ર બોલે છે….).!!!

શક્ય છે કે , કદાચ એવો સમય આવે કે , મોદી, એક વ્યક્તિ ન રહે પણ એક “વિચારધારા” બની જાય….મહાત્મા ગાંધી ની જેમ..!! અહિયા બધું જ શક્ય છે…….તો ચૂંટણી મા જીતવા ના “મોદી” સિધ્ધાંત શું છે…?

  1. પાયા નું કામ કરો….છેવાડા ના માણસ ના માનસ ને પારખો…સમજો…અને એ પ્રમાણે વર્તો…
  2. સંગઠન જ શક્તિ છે, એ સમજો
  3. લોકપ્રિય કામો કરો કે જે લોકો,જાતે દેખી શકે…અનુભવી શકે..દા.ત. રોડ, બગીચા ,રીવર ફ્રન્ટ, કાંકરિયા વગેરે…અને લોકો ને , તમે કામ કરો છો, એ ઢોલ-નગારા પીટી ને બતાવો…યાદ રાખો, આ જરૂરી છે,કારણ કે જનતા ની યાદ શક્તિ ઓછી હોય છે..!!!
  4. નવું વિચારવામાં, એનો અમલ કરવામાં ડરો નહિ….
  5. લાંબુ વિચારો…એનું પ્લાન્નીંગ કરો….પણ યાદ રાખો કે કોઈ  સિસ્ટમ રાતો રાત સુધરતી નથી…..થોડો ઘણો સમય લાગે જ છે…એમ સ્વીકારી ને જ ચાલો…પણ પરિવર્તન જરૂરી છે, એ સમજો…
  6. જનતા ને “નેતા” મા રસ છે..”નેતાઓ” મા નહિ….આથી જે બોલો , એ કરી બતાવો…માત્ર “નેતાગીરી” ની વાત ન કરો…
  7. વિરોધીઓ ની ભૂલો ને પોતાની શક્તિ બનાવો….અને એમના કોઈ પણ આક્ષેપ ને જનતાના હિત સાથે જોડો….
  8. જયારે બહુ વિરોધ થાય ત્યારે…દરેક પ્રશ્ન કે વિવાદ ને તુલ ન આપો…”મૌન” જેવું  કારગર શસ્ત્ર કોઈ નથી…
  9. પોતે ભીડ થી અલગ છો, એ તમારા વિચાર,આચાર, કાર્ય દ્વારા દર્શાવો…..
  10. ઉપરના બધા નિયમો, ક્યારે વાપરવા ,ક્યાં વાપરવા ….એ શીખો….

તો, મોદી સાહેબ , ગુજરાત મા કેમ પ્રિય છે..એના અમુક કારણો શોધવા નો પ્રયત્ન કર્યો છે….લીસ્ટ તો ઘણું લાંબુ થઇ શકે….પણ “મોદી” એ વાંચવા ની વાત નથી..સમજવા ની “વાત” છે…..

તો,ચાલો નરેન્દ્ર મોદી ને કહી એ “બેસ્ટ ઓફ લક”….પછી ભલે ને અમદાવાદમાં ” ભૂવા” પડે ને ,કમળ એમાં ખીલે….!!

રાજ..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s