Raj Mistry's world

Me,my stories and world around….

મારા વાળ કપાવવા ના પ્રયોગો…

2 Comments

ગઈકાલે હું , વાળ કપાવવા ગયો. હરીકૃપા થી માથામાં , એટલા વાળ તો બચ્યા છે કે બે-ત્રણ મહિને એક વાર તો કપાવી શકાય…!! તો ગઈકાલે હું વાળ કપાવવા ગયો. આજુબાજુ ના પડોશીઓ , ની બુમો સાંભળી ને ,મેં મારી પસંદગી, અમારા જુના, જાણીતા, એક વાળંદ પર, ઉતારી…કે જેથી વધતી જતિ મોંઘવારીમાં , વાળ કપાવવા જેવી “નિરર્થક” પ્રવૃત્તિ માટે આર્થીક રીતે જરા ઓછો ભાર પડે…..પણ જયારે હું ખરેખર વાળ કપાવવા પહોંચ્યો, ત્યારે મારી નજર સુસંસ્કૃત ભાષામાં , ઘરાકો ને ઉદ્દેશી ને લખેલા બોર્ડ પર ગઈ…

” અમદાવાદ બાર્બર એસોસીઅશન દ્વારા, વધતી જતિ મોંઘવારી ને ધ્યાન મા લઇ ને, ઘરાકો ને જાણ કરવામાં આવે છે કે, તાત્કાલિક અમલ થી આવે એમ, વાળ કપાવવા ના ચાર્જ મા વધારો કરવામાં આવે છે…..” હું તો પકડાઈ ગયો…!!!!! અહિયા પણ મોંઘવારી!!! એક જમાનો હતો કે જયારે…

 • માત્ર પાંચ રૂપિયામાં, વાળંદ , આપણા વાળ, કેચિકટ કરી આપતો, અને અંતમાં માથામાં “ચપટી” પણ વગાડી આપતો…..
 • પછી, સમય બદલાયો, એટલે, અમારા ગામ ના જગાભાઈ, મોબાઈલ રાખતા થયા…એમને ફોન કરવાનો, અને ઘરે બોલાવવાના…આરામ થી, એ વાળ કાપે, આખા ગામ ની અલક-મલક ની વાતો કરે, ચા પીએ…અને લગભગ, એમની રસ ઝરતી “વાણી” અને તેજ તર્રાર કાતર નો લાભ અડધા કલાક સુધી મળે……!!! અરે..અમુક ગામ મા તો વાળંદ ને પૈસા ને બદલે, અનાજ ભરી અપાતું…..અને આખું વર્ષ, લોકો ફ્રી મા વાળ કપાવતા…!!
 • હોસ્ટેલ મા આવ્યા, એટલે નાણાકીય વ્યવસ્થા જાળવવી પડતી…આથી દુકાનમાં જઈ એ તો , ૨૦-૨૫ રૂપિયા આરામ થી થાય આથી..વાળ કપાવવા ,ક્યાંતો, દુર ના અંતરિયાળ વિસ્તારમાં, જવાનું…કે પછી, ફૂટપાથ પર ખુરશી નાખી ને બેસતા ઓપન એર ,સલુન મા વાળ કપાવતા….!! જેટલા પૈસા બચ્યા એટલા સાચા…!!
 • ઉમર વધી…વાળ ઘટ્યા…પૈસા વધ્યા…વાળંદ પાસે બેસવા નો સમય ઘટ્યો….પણ મોંઘવારી નડી!!! યાર, અત્યારના આધુનિક વાળંદો, એસી મા બેસાડે…અને આપણા વધ્યા ઘટ્યા વાળ ને એડજસ્ટ કરવાના..૫૦-૭૦ રૂપિયા લઈલે…એ પણ માત્ર ૫-૭ મિનિટના જ….!!! આ શું???
 • અને જે મિત્રો વિદેશ રહે છે…એ કહે છે કે…” એસા કળજુગ આયેગા…ગાંયજા સિર્ફ હાથ લગાયેગા ઔર સો-દોસો પડાયેગા…!!!” તો એવા દહાડા આવવા ના છે…..મન બેચેન છે….શું થાશે????

તો કરવું શું??? મેં થોડુંક વિચાર્યું છે….કે આનો સામનો  કઈ રીતે કરવો…??

 • બજારમાં થી , ટ્રીમીંગ મશીન કે એવા કંઇક મશીન લઇ આવી, વાળ જાતે કાપવા…
 • પત્ની સાથે સુ ગઠિત, સુમેળ રાખવો..જેથી, એ આપણ ને સમજે…મોંઘવારી ને સમજે…અને વાળ કાપી આપે…..!!પૈસા બચે તો એના જ કામ મા આવવા ના છે ને…!!
 • કોઈ સાદા-શિખાઉ પણ વિશ્વાસ યોગ્ય વાળંદ સાથે વાર્ષિક કરાર કરવો……
 • વાળ વધારવા….રોક સ્ટાર બની ફરવું….આમેય પોની-ટેલ વાળા લોકો વધતા જાય છે……
 • ક્યાંતો…આખા માથા પર, સફાચટ અસ્ત્રો જ મારી દેવો…..કોઈ ટેન્શન જ નહી…..
 • ગામડે જઈ ને વાળ કપાવવા….એ બહાને જુના મિત્રો મળે…થોડોક ચેન્જ લાગે….પૈસા બચે….

બોલો ….તમે શું કહો છો…..???  આમેય મને લાગી રહ્યું છે કે…મને વાળ કપાવવા ની મોંઘવારી ..આવનારા ૬ માસ સુધી જ નડવા ની…કેમ???? ન પૂછો….ટેન્શન એટલું છે કે….!!!!

ચાલો ત્યારે….ત્યાં સુધી વાળ કપાવવા ના પ્રયોગો ચાલુ છે……!!!

રાજ

 

Advertisements

2 thoughts on “મારા વાળ કપાવવા ના પ્રયોગો…

 1. કેમ છો રાજભાઇ?
  હા,આજકાલ બહુ ભાવ વધતા જાય છે આ વાળ કપાવવાનાઅ…અને એમાંય એશોશીએશન બન્યા પછી તો બહુ જ…
  આ બે ઉપાયો અજમાવવા જેવા ખરા…
  ૧. કોઈ સાદા-શિખાઉ પણ વિશ્વાસ યોગ્ય વાળંદ સાથે વાર્ષિક કરાર કરવો……
  ૨. વાળ વધારવા….રોક સ્ટાર બની ફરવું….આમેય પોની-ટેલ વાળા લોકો વધતા જાય છે……

 2. Dear dnt be miser
  aftr all JNJ giving u hefty salary for your great(????) work so spend small amount frm it so everybody can sustain their life.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s