Raj Mistry's world

Me,my stories and world around….

પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી પૌલ બાબા સ્વર્ગવાસી થયા!!!!

Leave a comment

તો આજકાલ ફીફા અને “ફીફા” ખાંડનારા  બધા ટેન્શન મા છે….ગયા ફીફા વર્લ્ડ કપ ના સાચા હીરો કે જેણે, ફૂટબોલ મેચો અને દુનિયાભર ના ફૂટબોલ મેચ રસિકો  ની ધારણાઓ- એના સમીકરણો આશ્ચર્ય જનક રીતે ,”સમય “પહેલા બદલાવ્યા…….એ આપણા ઓક્ટોપસ પોલ બાબા , ગઈ કાલે અવસાન પામ્યા….તો એ તો ગયા પણ પાછળ શું છોડતા ગયા….???

  • ગૂંચવાયેલા સટ્ટાખોરો….—હવે કોના પર સટ્ટો રમશે?
  • ખાલી ગ્લાસ બોક્ષ-….હવે  જગ્યા નું શું થાશે?? લોકો કોના ફોટા પાડશે??? છાપાં વાળા શું છાપશે?  ( સારા સમાચાર- નવા ઓક્ટોપસ પોલ બાબા આવવા ના છે…દેખાવ ,રંગ રૂપ સરખા જ છે…અને ઓરીજીનલ પોલ બાબા ની સમાધી બનવા ની….મ્યુઝીયમ ની આવક નો સવાલ છે…)
  • ફીફા વર્લ્ડ કપ આવશે, ત્યારે હાર-જીત ની આગાહી ઓ કોણ કરશે?…એ સવાલ..!!…પણ અમારા છગન ભાઈ કહે છે કે , એમાં ગભરાવા ની જરૂર નથી…ભારત મા એટલા બધા પોપટ છે, કાબરો છે…અને …સડક છાપ જ્યોતિષીઓ છે કે…તમે કહો ત્યારે આત્મ વિશ્વાસ થી “સાચી” આગાહી કરી શકશે…એ પણ ૧૧ કે ૨૧ કે ૫૧ રૂપિયામાં..( એ પણ ગેરંટી સાથે કે એમનું કરેલું કોઈ ફોક કરી બતાવે તો પૈસા પાછા….મની બેક ગેરંટી..)!!!!! ઇન્ડિયા ટીવી કે ઇન્ડિયા લાઈવ વાળા , એનું જીવંત પ્રસારણ ,મફતમાં કરશે……( ચકરડા ફરતા રહેવા જોઈએ)
  • ફીફા મા ભારત ની ટીમ ક્યારે આવશે? એ સવાલ નો વણ-ઉકલ્યો જવાબ….!!- ધારો કે ભારત ભૂલ થી પણ ફીફામાં પહોંચી જાય તો,  એક જવાબ માટે પોલ બાબા ને પૂછવા ની જરૂર પણ ન પડે….મેચ કોણ જીતશે?….બધી મેચો ફિક્ષ્ જ હોય…….પાકિસ્તાન તો ફીફામાં ઓટોમેટિક આવી જ જાય..!!.અને સેમી કે ફાઈનલ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે તો રમાય જ….જીતે કોઈ પણ…કમાય ટીવી વાળા…સટ્ટા વાળા…!!
  • કોંગ્રેસ માટે પૈસા ની બચત-..કેમ? સમાચાર એવા મળ્યા છે કે …કોંગ્રેસવાળા , એ પોલ બાબા ને , પૂછવા જવાના હતા કે ” મોદી ગુજરાત મા થી જશે કે નહી..? “…મોદી જાય તો, અમે કમ સે કમ , જાહેરમાં બહાર તો નીકળી શકીએ…બે-રોટલા ભેગા થઈએ…!

વાંધો નહી….ભગવાન, પોલ બાબા ના આત્મા ને ,કમ સે કમ ઉપર તો શાંતિ આપે….!! અને આવા અઘરા  એસાઈન્મેન્ટ થી દુર રાખે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s