Raj Mistry's world

Me,my stories and world around….

પોળો- એક જીવંત ઇતિહાસ…

Leave a comment

આ વખતે દિવાળી મા , ઘણું બધું પ્લાન કર્યું હતું. પણ હમેંશ જેમ થાય છે તેમ…” માણસ વિચારે અને ભગવાન નક્કી કરે”  એ ન્યાયે અમારા પ્રવાસ મા ઘણા મનોમંથન બાદ મંતવ્ય એ આવ્યું કે ,હાલ પૂરતું એવો પ્રવાસ ગોઠવવામાં આવે કે , એક જ દિવસ મા કંટાળ્યા વગર, કોઈ ભાગમભાગી વગર ફરી ને ઘરે પાછા આવી શકાય…..તો કળશ ઢોળાયો – પોળો ના જંગલો મા …..!!!

લગભગ ૧૧-૧૨ લોકો આરામ થી બેસી ને જઈ શકે એવી મોટી ,આરામદાયક ગાડી કરવામાં આવી…સવારે ૯.૩૦ એ નીકળ્યા અને ૧૦.૩૦ એ તો હરણાવ ડેમ પર હતા…!! વાચક મિત્રો ની જાણકારી ખાતર – પોળો એ એક એવી જગ્યા છે જે વિજયનગર ના ગાઢ જંગલો વચ્ચે લગભગ 3-4 કિલોમીટર ના વિસ્તારમાં ફેલાયેલું છે..( વધુ જાણકારી માટે જાઓ- http://www.gujarattourism.com/showpage.aspx?contentid=269&lang=English).

પોળો- ના પ્રાચીન સમારકો...

તો અમે બધા જલસા થી ફર્યા….ચેકડેમ પર ન્હાવા ની એટલી મસ્ત જગ્યા હતી કે, થયું કે ન્હાઈ જ લઈએ પણ ,અમે ખાલી એક જ દિવસ માટે ગયેલા આથી મેળ ન પડ્યો. પણ ફરીથી જઈશું એટલે એ પાક્કું કે મનભરી ને ,પોળો જંગલો ને માણવા મા આવશે..!! ઢગલાબંધ ફોટા ,ફેસબુક અને ઓરકુટ પર મિત્રો માટે મુકવામાં આવ્યા છે…ત્યારબાદ શરણેશ્વર મહાદેવ ના પ્રાચીન મંદિરે ગયા. મંદિરો ની જગ્યા અને કોતરણી એટલી જબરદસ્ત છે કે આપણે હાજરાહજૂર પંદરમી સદીમાં પહોંચી ગયા હોય એવું લાગે..!! વિદેશી આક્રમણખોરો એ આપણા વારસા ને એટલું બધું નુકશાન પહોચાડ્યું છે કે , આપણો જીવ આ ખંડિત સ્મારકો ને જોઈ દ્રવી ઉઠે…..અને આજની નવી પેઢી જ એ નુકશાન ને જાણે કે આગળ વધારી રહી હોય એમ , એ સ્મારકો પર પોતાના ઘટિયા નામ, ચિહ્નો કોતરી પોતાના પગ પર જ કુહાડો મારી રહી છે….સરકારી ચોકીદારો તો જાણે દેખાતા જ નથી..!! ત્યારબાદ અમે ગયા વીરેશ્વર મહાદેવ ના મંદિરે…જ્યાં ઉમરા ના વૃક્ષ ના મૂળ મા થી “ગુપ્ત-ગંગા” અર્થાત પાણી નો સ્ત્રોત વહે છે અને ત્યાં આગળ શાંત,સુંદર વાતાવરણ મા , મહાદેવ નું અદભૂત મંદિર છે….!!

પ્રવાસ અદભૂત રહ્યો….પણ મનમાં ઘણા સવાલો છોડતો ગયો…..!! દા.ત…..

  • પોળો જેવા ખુબ જ સારા અને રસપ્રદ પ્રવાસ સ્થળો છે….પણ એનું પ્રોપર કેન્વાન્સિંગ કે માર્કેટિંગ કેમ થતું નથી…????
  • સગવડો હવે વધી છે…પણ પ્રવાસીઓ ને આકર્ષી શકે, એમની જરૂરિયાતો ને સંતોષી શકે…એવું નથી..જેવું કે – ચા-કોફી સ્ટોલ્સ, રેસ્ટોરન્ટસ કે હોટલો નથી…..હરણાવ ડેમ એટલો મસ્ત છે કે ત્યાં આગળ જો બોટિંગ ની સગવડ ચાલુ કરી હોય તો , તમે એને કેરલ ના ટેક્કાડી ની જેમ વિકસિત કરી અઢળક કમાઈ શકો…..
  • સલામતી અને સ્મારકો ની સુરક્ષા હજુ કેમ દ્રઢ કે મજબુત નથી….??? આટલી અગત્ય ની જગ્યા ,ભગવાન ભરોસે કે મુઠ્ઠીભર સ્ટાફ ના વિશ્વાસે થોડી છોડી દેવાય????

તો, ભવિષ્ય મા હું વારેઘડીએ ત્યાં જઈશ….કદાચ તમારે પણ આના વિષે વિચારવું જોઈએ….!!

ચાલો ત્યારે શુભ દિપાવલી….નુતન વર્ષાભિનંદન….!!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s