Raj Mistry's world

Me,my stories and world around….

વેકેશન પૂરું….

Leave a comment

તો આજે અમારા કહેવાતા…માનીતા…લાડીલા…”દિવાળી” વેકેશન નો છેલ્લો દિવસ હતો…!! રજાઓ ના દસ દિવસ ક્યાં વીતી ગયા..ખબર જ ન પડી..કહેવાય છે ને કે “સુખ ના દિવસો ટૂંકા હોય છે અને દુઃખ ના દિવસો …લાંબા..” !! પણ આવો અન્યાય કેમ? સાચું કહું તો , સમય હમેંશા સાપેક્ષ જ રહ્યો છે અને રહેશે , બસ આપણી દ્રષ્ટિ બદલાય છે….!!

તો શું કર્યું, વેકેશન મા….

  • કંઇ ખાસ નહી…બસ અહીં તહીં ફર્યા….જુના મિત્રો, સગા-વહાલા મળ્યા …અને ખાધું પીધું ને રાજ કર્યું..!!!
  • પોળો જેવી નવી જગ્યા ની “શોધ” કરવામાં આવી…
  • પોતાના રૂટીન કામ ને ખુબ મિસ કર્યું…( જરૂરી છે…રજાઓ સિવાય, એ જ તો સાથે હોય છે…)
  • નવા નિયમો લેવાયા- દા.ત. ઓછા ખાંડ ની ચા…મીઠાઈઓ ખાવા પર મર્યાદા….સવારે નાની-મોટી પણ રેગ્યુલર કસરત કરવી….રીના ની વાત માનવી..( પત્ની ની વાત માનવામાં ક્યારેક “સુખ” હોય છે…) વગેરે વગરે….
  • હવે પ્રવાસ જરૂરિયાત પણે જ કરવો – એ અનુભવે સ્વીકાર્યું…….વધારે ભાગમભાગી , બિન જરૂરી હોય તો ટાળી દેવી…એ તારણ નીકળ્યું..

વરસાદ દિવાળી પછીના દિવસો મા આવ્યો( આમે ય માવઠું…એ ઋતુ અને જીવન નો એક ભાગ છે..)…અને બિનજરૂરી ઠંડક અને ભેજ પ્રસરાવી ગયો, જેને કારણે ઘરમાં બધા શરદી-ઉધરસ નો શિકાર બન્યા..!! અને અમદાવાદ આવી ને , અત્યારે એનો ઈલાજ  ગરમા-ગરમ આદુવાળી ચા..ઉકાળા થી..ચાલી રહ્યો છે…

બસ,આવતી કાલ થી એજ દિવસ…એજ સવાર….એજ કામ…એ જ લોકો….એ જ વિચારો….અને એ જ “હું”…!!!

સમય સાપેક્ષ છે….અને સફર એ જ સમય છે…તો નવા વર્ષમાં સાથે રહેજો…

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s