Raj Mistry's world

Me,my stories and world around….

બદલાતું વાતાવરણ….

Leave a comment

હમણાં જરાક પરિવર્તન નો “વાયરો” ચાલે છે..દાખલા તરીકે

  • તમે વાતાવરણ જુઓ તો…ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા…!! અરે , કચ્છ જેવા પ્રદેશો કે જ્યાં પીવાના પાણી ની તંગી છે ,ત્યાં વરસાદ ની જગ્યા એ હિમવર્ષા જ થઇ અને લોકો , આ કમોસમી માવઠા થી ઘાયલ થઇ ગયા…અને આ વખતે સારા ચોમાસા થી જેટલો ફાયદો થયો હતો, એ આ કમોસમી માવઠા થી ધોવાઈ ગયો…
  • હવામાન શાસ્ત્રીઓ કે જેમની વાતો ખુદ “હવામાન” જ નથી સાંભળતું ,એમનું કહેવું એવું છે કે ,આવનારો ઉનાળો સરેરાશ કરતા ૨-૩ ડીગ્રી વધારે ગરમ હશે…!! જોઈએ શું થાય છે, અને કદાચ , અમદાવાદ માટે તો એવો સમય આવવા નો જ છે કે , તમારે એસી સગવડ સિવાય, એક પળ પણ નહી ચાલે…તો અંતે,સરવાળે ..પ્રદુષણ મા વધારો…ગ્રીન હાઉસ ઇફેક્ટ મા વધારો…અને આ વિષચક્ર ચાલતું જ રહેવાનું..!!
  • રાજકીય વાતાવરણ પણ પરિવર્તન ના પંથે છે….કોંગ્રેસ ના પાપ..બહાર આવી રહ્યા છે અને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના “નાટકો” દેશ મુક- બધિર પણે સહી રહ્યો છે…..છેવટે તો જનતા જાણે જ છે કે ..એ બધા ” એક ડાળ ના પંખી” છે…હજુ સુધી કોઈને સજા થઇ..??? કોઈ જેલમાં ગયું????
  • ટીવી નું વાતાવરણ– પળેપળ બદલાતું…છે. રીઆલીટી શોઝ ,એટલા બધા રીઅલ નથી, એ બધા જાણે જ છે….અને ટીઆરપી વધારવા શું “પીરસવું” જોઈએ, એ બાબતે ટીવી ચેનલો જરા વધારે સ્પષ્ટ થઇ ગઈ છે….અને લોકો કન્ફયુઝ થઇ ગયા છે…..!! વાતાવરણ “કેવું” રહેશે….એ તો એકતાકપૂર જ જાણે…..!!

તો એક સલાહ…..છોડો આ વાતાવરણ ના ખેલ ને….કારણ કે કોઈક વિદ્વાને સાચું જ કહ્યું છે કે….” weather, woman and wine…..are always difficult to predict….!!”

તો પછી…આ બધી મગજમારી શું કામ..?? જો પરિવર્તન ,કાયમ રહેવાનું જ છે તો વાતાવરણ અને એના બદલાવ , ને હોશે હોશે કેમ ન માણીએ….!!

પળેપળ ને માણો…..એ જ સત્ય છે…એ જ સત્ય છે….એ જ મિજાજ છે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s