Raj Mistry's world

Me,my stories and world around….

ડાબી બાજુ વળો….!!!

Leave a comment

આમ તો , અમદાવાદ મા , ટ્રાફિક વિષે ગઈ પોસ્ટમાં આપણે વાત કરી…હું આજકાલ, ટ્રાફિક ના નિયમો સમજવા મા પડ્યો છું, ઈચ્છા છે કે , નવું ડ્રાઈવિંગ લાયસન્સ લેવું….એ પણ અમદાવાદ થી..!! તો, પ્રયત્નો ચાલુ છે ..અને એ પ્રયત્નો ના નેજા હેઠળ, મેં નેટ પર ગુજરાત ના આરટીઓ ના કાયદા શોધવાનું શરુ કર્યું. એક સાઈટ હાથ લાગી છે…..http://intranet.guj.nic.in/ltest/llhome.aspx

સાઈટ સારી છે અને લર્નિંગ લાયસન્સ વાળા માટે ઓનલાઈન ટેસ્ટ માટે સારી એવી ઇન્ફોર્મેશન છે…દાખલા તરીકે મોક ટેસ્ટ પણ છે. મેં ટેસ્ટ આપવા નો પ્રયત્ન કર્યો પણ ૮૦-૯૦% સુધી જ પહોંચ્યો….તમે પ્રયત્ન કરો…હવે એક અનુભવ…

એક સવાલ ના જવાબમાં , મેં છેલ્લો ઓપ્શન ,માર્ક કર્યો…..નીચેનો ફોટો જુઓ….

કઈ બાજુ વળો?..વળો કે ન વળો?..નક્કી કરો..

ઉપર ના ફોટામાં દેખાય છે , એમ મેં પહેલા તો ભાષા તરીકે અંગ્રેજી પસંદ કરી, પણ મારા આશ્ચર્ય વચ્ચે, ગુજરાતીમાં જ બધું લખાણ આવવા માંડ્યું…!!! ભાઈ , ગુજરાત આરટીઓ ની સાઈટ છે, આથી, ગુજરાતી ધરાર આવવા નું જ….!! સારું છે….!! ત્યારબાદ, બાજુ નું ચિહ્ન જોઈ ને મને લાગ્યું કે સાચો જવાબ – ડાબી બાજુ વળવા ની મનાઈ છે…એમ લાગ્યું…( તમને ઉપર ના ફોટામાં શું લાગે છે???) પણ બીજું આશ્ચર્ય….!! મારો જવાબ “ખોટો” પડ્યો..!! એમના “મત” મુજબ સાચો જવાબ – ડાબી બાજુ વળાંક લો…..એ છે…!!

હવે શું કહેવું?……હું કન્ફયુઝ છું….!! ખરેખર,  સાચો જવાબ કયો??? જે હોય એ……સરકારી ખાતું છે….એ કહે એ સાચું જ હશે ને…??? નિયમ એમના છે….પાળવા ના આપણે છે…..બરોબરને..!!

હેલ્મેટ પહેરો…પણ સસ્તા, લારી પર વેચાતા ૩૦-૪૦ રૂપિયા વાળા પહેરો તો પણ ચાલે…!! કાયદાનું  પાલન અગત્ય નું છે…..સલામતી નહી..!! સમજ્યા..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s