Raj Mistry's world

Me,my stories and world around….

હરિઈચ્છા…….

Leave a comment

હરિ ઈચ્છા.…..!!! કેટલો મસ્ત શબ્દ છે….પણ આ શબ્દ ની ગહનતા જે સમજે, એ ભવ ના ફેરા ફરવા મા થી મુક્ત થઇ જાય…!! હું ઘણીવાર વિચારું છું કે , જયારે પણ દુઃખ આવે ત્યારે લાગે કે , એ આપણા કારણે નથી આવ્યું, પણ અન્યના કારણે- નસીબ ફૂટેલું છે ,આથી આવ્યું છે….અને જયારે સુખ આવે ત્યારે…”અરે એતો મારા કારણે જ આવ્યું છે….મેં આ કર્યું..એટલે જ સફળતા મળી..” એમ કહેવાય છે…..આમ, ટૂંકમાં મન છે, એ સ્વાર્થી છે…તકવાદી છે..!!

સફળતા ની વ્યાખ્યા શું?….વ્યક્તિ.. વ્યક્તિ  પ્રમાણે અલગ અલગ હોય છે. અમારા કોર્પોરેટ ક્ષેત્ર મા , સફળતા ની વ્યાખ્યા કદાચ, એના નિમ્ન લેવલે જ છે..પણ સારું છે ,કે જેમ જેમ સમય વીતતો જાય છે ,તેમ તેમ આ ક્ષેત્ર માટે, સફળતા ની વ્યાખ્યા, વધારે માનવતા વાદી બની જાય છે…corporate social responsibility પણ કંઇક ચીજ છે યાર…..!!! મારો પોતાનો અનુભવ કહું તો…મેં જીવન મા ,જે અનુભવ્યું છે અને સમજ્યો છું, એ પ્રમાણે…આપણા ધાર્યા પ્રમાણે તો ક્યારેક જ થાય છે…મોટે ભાગે ..”ધાર્યું ધણી નું જ થાય” …એ ન્યાયે જ થાય છે..સારું છે,નહીતર મન ….માળીયે ચડી ને બેસત અને હું પોતાની “ઔકાત” ભૂલી જાત કે હું પણ એક “પામર” મનુષ્ય જ છું….!!!

બે-ત્રણ દિવસ ના , ભારે કામકાજ બાદ આજે જરા, બ્લોગ થી રૂ-બ-રૂ થવાનો મોકો મળ્યો. છેલ્લા કેટલાયે રવિવાર થી રવિસભા મા જવાનો સમય જ નથી મળતો. દિવાળી પછી નું નવું વર્ષ, ભારે ભાગમભાગી લઇ ને આવ્યું છે….

  • સવારે વહેલા ઉઠી ,ચાલવા જવાનું ચાલુ છે….
  • બીના-શક્કર ની ચા પીવાનું ચાલુ છે…..
  • ઈચ્છા છતાં…તેલ-ઘી ,ખાવાનું ઘટ્યું નથી……પણ “ધાર્યું ધણી નું થાય” એ ન્યાય ચાલુ જ છે…..
  • ઘરવાળા અને હિતેચ્છુઓ -મારા વધેલા શરીર ને લઈને ચિંતિત છે…અને એમનું પ્રેમ-ભર્યું “ટોકવું” ..હવે જાણે કે ગમવા લાગ્યું છે….( કદાચ આ ખોટું થઇ રહ્યું છે..)

પણ મન કહે છે…કે હે રાજ!!! તું જે કઈ જીવ્યો છે….જીવી રહ્યો છે…એ ભરપુર જીવી રહ્યો છે….અને હરિકૃષ્ણ મહારાજ ની સેવા મળી છે….એમની દયા છે…તો ચિંતા શાની….???? બસ એક ચિંતા છે ….કે ક્યાંક જીવનમાં એવી કોઈ નબળી ક્ષણ આવે ને, ન કરે નારાયણ ને…  હું  “હરિઈચ્છા” ને ન ઓળખી શકું/ સમજી શકું…….!!!

મારા એક ભાઈ છે..એમને પોતાની ગાડી, તિજોરી, કોમ્પ્યુટર પર લખાવ્યું છે કે…” હું તો નિમિત્ત” માત્ર છું…!! હું એમની સાથે સંપૂર્ણ સહમત છું…કદાચ, જીવન નું આજ રહસ્ય છે….!! જેને સમજાય..એને જ સમજાય….!!!

બાકી..” હરિ ઈચ્છા બળવાન છે…” હમેશા થી  મને લાગતું  રહ્યું છે કે જીવનમાં , હવે કોઈ પણ ક્ષણ આવે , એ મારા વ્હાલા ની મરજી જ હશે…અને એ જ કદાચ  મારા માટે સર્વોત્તમ માર્ગ હશે…પ.પૂ. નિષ્કુળાનંદ સ્વામી જેવા મહા-વિદ્વાન સંતે લખ્યું છે , એમ….

” હવે મારા વ્હાલા ને નહી રે વિસારું રે..શ્વાસો શ્વાસે તે નિત્ય સંભારું રે..

પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે..”

આવ્યું મારે હરિવર વરવા નું ટાણું  રે, એ વર ન મળે ખર્ચે નાણું રે…

એ વર ભાગ્ય વિના નવ ભાવે રે, એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે…

દુરિજન મનમાં આવે એમ કહેજો રે, સ્વામી મારા રુદિયા ની ભીતર રહેજો રે..

હવે હું તો પુરણ પદવી ને પામી રે, મળ્યા મને નિષ્કુળાનંદ ના સ્વામી રે..૦૦૦૦

તો, બસ ઘણું કહેવા નું કહેવાઈ ગયું છે….હવે વારો સમજવા નો છે…..!!!

યાદ રાખો…” હરિ ઈચ્છા” એ જ આખરી…અનંત, શાશ્વત  સત્ય છે….

સાથે રહેજો….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s