Raj Mistry's world

Me,my stories and world around….

ગુજરાત કે બિહાર???

1 Comment

આજે હું સુરત છું…સવારે જ ગુજરાત એક્ષ્પ્રેસ્ મા આવ્યો. ખબર નથી પણ આજકાલ ,મુંબઈ જતી ટ્રેનો મા રિઝર્વેશન મળવું મુશ્કેલ છે..( કારણ???? ખબર નથી પણ કદાચ લગ્ન ની સીઝન ચાલે છે..). મને એસીમા રિઝર્વેશન ન મળતા , નોન એસી -ફર્સ્ટ ક્લાસ મા જવાનું નક્કી કર્યું. હું તો મારી જીંદગીમાં પ્રથમ વાર જ આ કેટેગરી મા મુસાફરી કરી રહ્યો હતો…આથી વિચાર્યું હતું કે ..ભલે એસી ન હોય પણ ફર્સ્ટ ક્લાસ તો છે ને….!!!

પણ જ્યારથી આ ટ્રેન શરુ થઇ એટલે બધી પોલંપોલ સામે આવવા લાગી…..!! અમારા કંપાર્ટમેન્ટમાં અમે બે જણા હતા પણ અમે જેવા જરા ગોઠવાયા કે એક ભાઈ આવી ને અમારી સીટ પર બેસી ગયા…અમે પૂછ્યું કે આ તમારી સીટ છે તો કહે કે અમે તો રોજ અહીજ બેસીએ છીએ….!!! મેં કહ્યું ..તમે રોજ અહીં બેસો છો એટલે શું?

તો ભાઈ કહે..” અમે રોજ અપ-ડાઉન કરીએ છીએ…અને આ ડબામા જ બેસીએ છીએ….એક કલાક નો સવાલ છે..બેસવા દો ને…!!

હું બગડ્યો…” પણ ભાઈ..આ રિઝર્વ્ડ કોચ છે….અમે ટીકીટના પૈસા ખર્ચ્યા છે….અને અમારી સીટ છે અને અમને એના પર આરામ થી બેસવાનો હક છે…”

આ સાંભળી , એ ભાઈ ઉભા થઇ ને ચાલ્યા ગયા પણ દસેક મીનીટ થઇ હશે ને બીજા બે જણા આવ્યા અને અમારી સીટ પર ગોઠવાઈ ગયા. મેં ફરીથી વિરોધ કર્યો પણ એ કારગર ન નીવડ્યો….વધુમાં મારી સાથે ના પ્રવાસી કે જેમની પણ એક સીટ હતી, એમણે ઉલટાનો મને સમજાવ્યો કે આવું તો ચાલતું રહે….વિરોધ કરવાથી કશું ન વળે….!!! હું ધૂંધવાતો , ટીસી ની રાહ જોઈ બેસી રહ્યો…..પણ ટીસી????? એ કોણ?????

તો મારો અનુભવ……

  • આ બિહાર અને યુપી મા લોકો ને થયેલા અનુભવો જેવો જ છે…..રિઝર્વેશન ..એ શું છે????? જિસકી લાઠી ..ઉસકી ભેંસ….!!
  • અપ=ડાઉન વાળા ની તકલીફ સમજાય એવી છે….પણ એનો આ તો રસ્તો નથી ને….!! તમે કોઈની સીટ , તદ્દન નફફટાઈ થી પડાવી લો….અને એ ઉલટાના આપણ ને “જ્ઞાન” સમજાવે….
  • ટીસી …આ તકવાદી પ્રાણી- મજબુર અને લાચાર મુસાફરોનો જ લાભ બેખુબી થી ઉઠાવે છે….ભલે ને સીબીઆઈ રેડ પાડે….પણ આ લોકો પોતાનું જ હિત જોવાના…! અમારા ટીસી મહારાજ ..સુરત આવવા ના દસ મીનીટ પહેલા જ પધાર્યા….!! મેં એમને ફરિયાદ કરી તો કહે કે…આગળ ફરિયાદ કરો…! પણ યાદ રાખો આનું કશું જ થવાનું નથી…..ઘણા લોકો થાકી ગયા…તમે પણ થાકી જશો..!!!!!!!!!!!!
  • બોલો ..મારે શું કહેવું???? ગુજરાત મા પણ બિહારવાળી થવા માંડી છે…….શું ગુજરાત બિહાર છે..કે જ્યાં કાયદો…નિયમો જેવું કંઇ જ નથી….લોકો માટે ” હોતા હૈ….ચલતા હૈ….” એ જ ચાલે છે….????
  • મારી સાથેના “બિચારા” પ્રવાસી બોલ્યા….”””આવું થાય છે ..એટલે જ આપણા લોકો વિદેશમાં જઈને ..અહિયા પાછા આવવા નું પસંદ નથી કરતા..””…..તમારું શું માનવું છે??????

જે હોય તે પણ …મારી વાચકો ને નમ્ર વિનંતી છે કે ..ગુજરાત એક્ષ્પ્રેસ્ મા – FC અર્થાત ફર્સ્ટ ક્લાસ મા મુસાફરી કરતા સો વખત વિચારજો ……બરોબરને..!!! ગુજરાત ..બિહાર કે યુપી બને….એ કોઈ સાચા ગુજરાતી ને નહી ગમે….!!

રાજ

Advertisements

One thought on “ગુજરાત કે બિહાર???

  1. આવું જ મારી સાથે થયેલું. ફર્સ્ટ ક્લાસ એ મજાક-ક્લાસ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s