Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા તા-૫/૧૨/૨૦૧૦

Leave a comment

આજ ની સભા વિશિષ્ટ હતી આથી ભીડ ખુબ જ હતી. અરે….. પાર્કિંગ માટે મારે જગ્યા શોધતા ૧૫-૨૦ મીનીટ થઇ. આજે , સભામાં ,નવી દિલ્હી ના માનનીય રાજ્યપાલ તેજેન્દર ખન્ના મહેમાન તરીકે ઉપસ્થિત હતા. એ અને એમની ધર્મપત્ની આજે બેપ્સ સંસ્થા મંડળ ના આમંત્રણ થી ગુજરાત ,સ્વામિનારાયણ મંદિરો, અક્ષરધામ ની મુલાકાતે હતા.

પૂ. અક્ષરવત્સલ સ્વામી એ , એમની ઓળખાણ આપતા કહ્યું કે લગભગ છેલ્લા ૨૫-૩૦ વર્ષ થી એ સરકાર ની વિવિધ સેવાઓ મા આઈએએસ ઓફિસર તરીકે , એમણે સેવા બજાવી છે અને લગભગ દુનિયા ના ૬૦ થી વધારે દેશોમાં એમનું પોસ્ટિંગ થયું છે. તેજેન્દર ખન્ના એ પોતાના ભાષણ મા કહ્યું કે , ભગવાન કઈ એમ ને એમ નથી મળતા….હૃદયમાં પ્રેમ છલકાય અને જીવનમાં નૈતિકતા ,અધ્યાત્મિકતા હોય તો જ જીવન સફળ અને ભગવાન ને વરેલું કહેવાય. ભારત ની સંસ્કૃતિ જો આજે ટકી છે તો એની પાછળ લોકોના સંસ્કારો, અધ્યાત્મિકતા, સંત-સાધુ સમાજ ના આશીર્વાદ/માર્ગદર્શન અને ભક્તિ જ છે….પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત કે જે ભગવાન ના પ્રત્યક્ષ ધારક છે..એ દુનિયા ના દરેક ખૂણામાં કે જ્યાં ભારતીય વસેલા છે….એમનામાં સંસ્કાર..ઘડતર…સંસ્કૃતિ ..ધર્મ ટકાવી રાખવામાં મદદ કરી રહ્યા છે…અને મંદિરો,સંતો, અક્ષરધામ એ ભક્તિના ,ધર્મના જ પાયા છે…..

એ પહેલા , પૂ.સંતો ના સુમધુર સ્વરે કીર્તન સમગ્ર સભાને ડોલાવી ગયા…..હરિ હરિ જપલે મનવા કયું ધબરાયે….એક વહી પાર લગાયે…….!!!!”….શ્રીહરિ સ્વામીએ પૂ.પ્રમુખ સ્વામી મહારાજ નો જન્મ દિવસ કે જે ૧૩મિ ડીસેમ્બર ના રોજ આવી રહ્યો છે…..એ પ્રસંગે પૂ. સ્વામીના જીવન ચરિત્રો અને પ્રસંગો નું વર્ણન કર્યું. અને એક સારા સમાચાર એવા હતા કે આજે સભામાં , પૂ. આત્મસ્વરૂપ સ્વામી જેવા વિદ્વાન સંત હાજર હતા. એ દિલ્હી અક્ષરધામ ના મહંત તરીકે સેવા આપી રહ્યા છે….એમણે કહ્યું કે માત્ર મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ની દયા થી જ આજ સુધીમાં લગભગ પોણા બે કરોડ લોકો…..૬૦ દેશોના પ્રમુખો ….અક્ષરધામ ની મુલાકાત લઇ ચુક્યા છે……!! અને સ્વામિનારાયણીય તત્વજ્ઞાન ….અક્ષરધામ ના પ્રભાવ થી બનારસ ની કાંગડા યુનિવર્સીટી ના વાઈસ ચાન્સેલર ..સંતો ને સેકડો વર્ષ પુરાણી વેદ સાહિત્ય સામગ્રી ની મદદ આપવા તૈયાર થઇ ગયા….!! જે સામાન્ય રીતે દુર્લભ છે…..!!

……………..મને આ વાત પરથી , પૂ.ગુણાતીતાનંદ સ્વામીની વાત યાદ આવે છે કે …ભગવાન સ્વામિનારાયણ ના પ્રાગટ્ય નું રહસ્ય શું?….જીવમાત્રનું કલ્યાણ એ જ શ્રીહરિ ના પ્રાગટ્ય નો ઉદ્દેશ છે અને આજે જે કઈ પણ સત્સંગ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યો છે એ હરિ ની મરજી થી જ ફેલાયો છે……

આપણે તો નિમિત્ત માત્ર છીએ………….

બીજી વાત…..

  • પૂ.શ્રીહરિ સ્વામી અને અન્ય ચાર સંતો આવતી કાલે આફ્રિકા -કમ્પાલા જઈ રહ્યા છે….મંદિરની સુવર્ણ જયંતી ની ઉજવણીમાં ભાગ લેવા….
  • પૂ. પ્રમુખ સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સંપૂર્ણ પણે સારું છે…..માત્ર હૃદય નો થોડોક પ્રશ્ન છે…જે કંટ્રોલ મા છે…..
  • તા-૧૩/૧૨/૨૦૧૦ ના રોજ -બાપા ના જન્મદિવસ પ્રસંગે -વિશિષ્ટ સભાનું આયોજન શાહીબાગ મંદિરે કરવામાં આવ્યું છે….
  • તા-૧૯ /૧૨/૨૦૧૦ ના રોજ પૂ. કૃષ્ણપ્રિય સ્વામી એમના સ્વરમાં કર્તાન આરાધના નો લાભ હરિ ભક્તો ને આપશે….
  • શાહીબાગ મંદિર ની કેન્ટીન -પ્રેમવતી હવે પ્રખ્યાત થતી જાય છે……લોકો ભક્તિ ની સાથે સાથે પેટ-પૂજા પણ ભરપુર કરતા જાય છે….

તો ચાલો ત્યારે ….જય સ્વામિનારાયણ ……

“શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ,ભક્તીધર્માંત્માજમ વાસુદેવામ હરે…

માધવમ કેશવં કામદમ કારણમ,શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s