Raj Mistry's world

Me,my stories and world around….

નસીબ….

2 Comments

તો ….આ “નસીબ” શબ્દ છે ઘણો મોટો…..અણસમજાયેલો…વણ ઉકેલાયેલો…….વિવાદિત…અંતહીન…..!!! દુનિયામાં ,એવો કોઈ સમજદાર વ્યક્તિ , નહી હોય કે નસીબમાં ન માનતો હોય. મારા મતે, દરેક વ્યક્તિએ નસીબ જેવી કોઈ ચીઝ છે..એ સ્વીકારવું જ જોઈએ. કારણ કે એવું ઘણું બધું આપણી સાથે..આપણી આજુબાજુ ઘટે છે કે , જે કોઈ તર્કમાં બાંધી શકતું નથી. સમય ને પારખવાનો દાવો કરનારા…સમય ની સામે એક ક્ષણમાં હારી જાય છે તો કોઈક નો સમય એવો હોય છે કે , બગાસું ખાવા મો ખોલે ને , ઉપર થી પતાસું પડે…અને એ પણ સીધું એના મોઢામાં…!!!

દાખલા તરીકે, હું અમુક વર્ષ પહેલા એક શેર-દલાલ ના સંપર્કમાં આવેલો…એ ભાઈ નિયમિત સટ્ટો રમે…કયા આધારે?? એ તો એમને પણ ખબર નહી….એમને ન તો બોલવા ના ઢાળા કે ન એટલી હોશિયારી કે , કંપનીઓ નો અભ્યાસ કરી ,શેરબઝારમા રોકાણ કરી કમાઈ શકે…..છતાં…..છતાં…..કેતન પારેખ ની તેજી વખતે..એ ભાઈ શેરબઝાર મા થી, માત્ર એક જ દિવસમાં દસ લાખ કમાયેલા….!!! હોતા હૈ ભાઈ….હોતા હૈ….!!!

ચાલતું રહે છે….ફરતું રહે છે આ જીવન નું ચક્ર…કયારેક એ ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક દુઃખ….પણ જેમ પ.પૂ. પ્રમુખ સ્વામી કહે છે અને શ્રીજી મહારાજે વચનામૃત મા કહ્યું છે એમ…..

” ભગવાન આપણ ને હાથી એ બેસાડે તો યે અને ગધાડે બેસાડે તોયે…..બધી સ્થિતિમાં સમ વર્તવું……”

 

હમણાં હું ગયા અઠવાડિયે , મુંબઈ હતો….અરે દાદર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ રોકાયેલો….અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજ પણ મંદિરમાં હતા….છતાં સમયના અભાવે હું એમના દર્શને ન જઈ શક્યો…..આથી રાત્રે અગિયાર વાગ્યે…સ્ટેશન ની સામેની સડક પર ઉભા રહી , ઠાકોરજી અને પૂ.સ્વામી ને મનોમન પગે લાગ્યો હતો…!! આને કહેવાય નસીબ….!!મારા જીવન એક મોટી ઈચ્છા છે કે , હું એક વાર પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણો નો સ્પર્શ કરી શકું….પણ લાગતું નથી કે હવે એ શક્ય થાય…!! જેવી હરિ ની ઈચ્છા……..આમે ય ઘણા વર્ષો પહેલા મેં મારા જીવન ની ગાડી નું સ્ટીયરીંગ છોડી દીધું છે…અને મારા સદ નસીબે , હું ઘણા “અકસ્માતો” થી બચી ગયો છું……!!

તો , સત્ય ને સ્વીકારો…અને સાથે સાથે કર્મ કરવાનું ન ભૂલો…..કર્મ કરવું એ પણ એક નસીબ નો જ ભાગ છે….

જીવન મળવું…હોવું..જીવવું….એ કઈ અકસ્માત નથી…..એ સંપૂર્ણપણે પૂર્વ-નિર્ધારિત જ છે….બધું એની મરજી મુજબ જ ચાલે છે..

બસ સાથે રહો…..સાથે રહેવા થી કદાચ આ સફર ને ,વધારે સારી રીતે સમજી શકાય છે…..

રાજ

Advertisements

2 thoughts on “નસીબ….

  1. i think this Sunday you are out of station so you not update ravisabha of ahmedabad…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s