Raj Mistry's world

Me,my stories and world around….

ઠંડી આવી…..!!

Leave a comment

તો દુનિયામાં ચારેતરફ હિમવર્ષા…ભયંકર ઠંડી…પડી રહી છે. હોલીવુડ ના મુવીઝ ની જેમ કદાચ આવતા દસેક વર્ષમાં , હિમયુગ આવે તો નવાઈ નહી લાગે…!! જે હોય તે…..હમણાં જ મારો એક મિત્ર લંડન મા હિમ વર્ષા ને લીધે ફસાઈ ગયો અને ઘણી માથાકૂટ અને રાહ પછી , માંડ માંડ ભારત આવ્યો..!

મારું સવારે ચાલવા જવાનું અકાળે બંધ થઇ ગયું છે….કારણ? મારો વધુ પડતો પ્રવાસ અને…ઠંડી..!! છતાં વહેલા તો ઉઠવું જ પડે છે. રીના ને બસ સ્ટોપ પર છોડવા જવાની જવાબદારી મારી જ હોય છે આથી…બધું સાચવવું પડે. જો કે હું વર્ષો થી વહેલો જ ઉઠતો આવ્યો છું આથી ઝાઝી તકલીફ નથી પડતી.

ગઈકાલે હું રીના ને મુકવા જતો હતો ,ત્યારે વળતી વખતે મેં નીચે નો સીન જોયો……જોયા પછી લાગ્યું કે ..ઠંડી હવે ખરેખર આવી છે…

બકારીબેન ને લાગી ટાઢ....!!

તો સાબિત થાય છે કે ઠંડી પડે ત્યારે ..માણસ તો ઠીક પણ પશુઓ પણ ખુલ્લા ફરી શકતા નથી…..આપણા કપડાં ,એમને પણ ચાલે ખરા..!!

ઠંડી..આવી…હવે એવું જરૂર લાગે છે….મારી વણમાગી સલાહ…

  • રાત્રે મોડા અને સવારે વહેલા..ઘરની બહાર નીકળવા નું ટાળો….
  • જો બહાર જવું જ હોય તો પેટીપેક થઇ ને નીકળો…
  • અડદિયા પાક…મેથી પાક…ગુંદરપાક…ખજૂરપાક….ચ્યવનપ્રાશ જરૂર થી ખાઓ….લીલા શાકભાજી અત્યારે મોંઘા પડશે….અને હાલ પૂરતા વૈષ્ણવ કે સ્વામિનારાયણ સત્સંગી બની કાંદા-લસણ થી દુર રહો( ભાવ સંભાળ્યા ને….???)
  • ટોપી કે વાંદરા ટોપી જરૂર લગાવો….ફેશન ના મોહમાં ટાઢ થી ઠરી જાશો….
  • કોઈક દિવસ – મેથીના ગરમાગરમ ગોટા…ઊંધિયું કે મીર્ચીવડા બનાવો…..પોતે ખાઓ અને મિત્રોને પણ ક્યારેક આમન્ત્રો…સાથે મળીને ખાવામાં જે મજા છે..એ ક્યાંય નથી…
  • જુના ગરમ વસ્ત્રો નું ગરીબો ને દાન કરો….કબાટો ખાલી થાશે તો કંઇક નવું આવશે….અને ઇકોનોમી ફરતી રહેશે….
  • હુંફાળા પાણી થી સ્નાન કરો( આમ તો ઠંડા પાણી થી શિયાળા મા નહાવા ની મજા છે..)..વધુ પડતું ગરમ પાણી…તમારી ચામડી ને સુકી…ફિક્કી કરી શકે છે….ન્હાયા બાદ..ભીના શરીરે જ તેલ કે લોશન લગાવો અને પછી, ટુવાલ થી હળવા હાથે લુછી નાખો…ચામડી તાજી રહેશે…

તો , ચાલો…ઋતુઓ ના સરદાર શિયાળા ને મનભરી ને માણો……આમ તો આ બધાની પ્રિય ઋતુ છે…..એટલે વાંધો નહી આવે….

સાથે રહેજો…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s