Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૯/૦૧/૨૦૧૧

1 Comment

આજે વાતાવરણ મા , ઠંડી નું વજન ભારે હતું…છતાં, મંદિર મા હરિભક્તો નો મહેરામણ જામ્યો હતો. કારણ…?? આજે અમદાવાદ ને આંગણે ,પૂ. ડોક્ટર સ્વામી, ઘણા સમયના અંતરાય બાદ પધાર્યા હતા. સાથે બ્રહ્મવિહારી સ્વામીનું પણ પ્રવચન , પણ હતું.

આ પવિત્ર ધનુર્માસમાં , ઠાકોરજી ની શોભા પણ ,માહોલ પ્રમાણે જ હતી. વિવિધ , સંગીત સાધનો થી, સજ્જ હરિ, જાણે કે સ્વયમ કોઈ સંગીત સભામાં બેસી ને ડોલી રહ્યા હોય, એવું લાગતું હતું. સભા ની શરૂઆત, હમેંશ ની જેમ કીર્તન આરાધના થી થઇ. પણ માહોલ ની થીમ, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને બેપ્સ પ્રત્યે ની નિષ્ઠા ની હતી. “પ્રતિજ્ઞા” – હરિ પ્રત્યે ની…એક ઉપાસના પ્રત્યે ની…એક સંત પ્રત્યે ની હતી.

સંગીત અને શ્રીહરિ- ધનુર્માસ,શાહીબાગ મંદિર

પૂ. ડોક્ટર સ્વામી નું પ્રવચન શરુ થયું. એજ તેજ તર્રાર , ધારદાર પ્રવચન….એ જ અસ્ખલિત વાણી, અને શ્રોતા-હરિ ભક્તો ને ઝંઝોળતી વાણી…..!!  ખરેખર માહોલ અદભૂત હતો. એમણે, વર્ણવ્યું કે, કઈ રીતે પૂ. શાસ્ત્રીજી મહારાજ જયારે ,વડતાલ થી, અક્ષર પુરુષોતમ ની ઉપાસના કાજે નીકળ્યા ત્યારે…માત્ર પાંચ સંતો, અને ઝોળીમાં ઠાકોરજી જ હતા….ખાવા-પીવા ના ફાંફા હતા….છતાં, એમણે, ભગવાન પર ના વિશ્વાસ કાજે….એક હરિ કાજે, અશક્ય ને શક્ય કરી દેખાડ્યું.

 

શ્રીહરિ એ સ્વયમ, વચનામૃતમાં કહ્યું છે કે , ૧૦૦ કરોડ મનવાર ભરાય, એટલા જીવો નું કલ્યાણ કરવું છે….અને એમનો આજ નિર્ધાર , આજે ગુણાતીત-પરમ્પરા ,નિભાવી રહી છે. સંવત ૧૮૭૬ સુધી, શ્રીજી મહારાજે ,એક પણ મંદિર નહોતું બનાવ્યું, પણ આજે, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ને એક નજરે જોવામાં આવે તો, નાના મોટા મળી, દુનિયાભરમાં ૩૦૦૦ થી વધારે મંદિરો છે…..આથી, શ્રીજી નો આ નિર્ધાર સત્ય થઇ જ રહ્યો છે, પણ ,મારે -તમારે, આ કાર્યમાં યોગદાન આપવા નું છે. વળી, પૂ. ડોક્ટર સ્વામીએ , અમેરિકામાં સત્સંગ વિષે પણ વાત કરી. ડો. કે.સી.પટેલ દ્વારા શરુ થયેલો સત્સંગ આજે ,એ  સ્થિતિમાં છે કે ,ભારત બહાર પણ , ન્યુ-જર્સી સ્ટેટમાં , ૧૦૨ એકર જમીનમાં , એક મોટું અક્ષરધામ આકાર લઇ રહ્યું છે.  આથી, વચનામૃત ગઢડા પ્રથમ ૫૬મા કહ્યા મુજબ, કલ્યાણ ક્યારે થાય…..??

  1. ઉપાસના
  2. જ્ઞાન
  3. મોટા પુરુષ નો સત્સંગ અને રાજીપો
  4. ભગવદીય સોહાર્દભાવ- અર્થાત, ભગવાન નો હૃદય થી રાજીપો

આથી, કલ્યાણ ના માર્ગ સ્પષ્ટ છે, પણ સવાલ છે, સત્ય ને જાણવાનો…..દુનિયામાં બધા બળો કરતાં, ભગવાન નું બળ સર્વોચ્ચ હોય છે…આ સમજાય, અને હરિ ને , હમેંશા, પોતાની સાથે રખાય,ત્યારે, સફળતા/કલ્યાણ નક્કી જ છે….સ્વામિનારાયણીય સાધના સહજ છે, પણ , નિયમ મા -ધર્મ મા કડક પણે વર્તાવાય તો…આપણે આ નિયમો , પાળવા ના છે…આવનારી પેઢીઓ મા ધર્મ -નિયમ જાળવવા ના છે……

આખો હોલ, તાળીઓ થી ગુંજી ઉઠ્યો…..!! ત્યારબાદ,પૂ. બ્રહ્મવિહારી સ્વામી , એ , મકરસંક્રાંતિ ( ૧૪ જાન્યુઆરી) નિમિતે ,થનારી સભા આયોજન વિષે જણાવ્યું. ઝોળી માંગવી- એ સાધુ પરંપરા નો ભાગ રહ્યો છે,અને હરિભક્તો ,દર વખત ની જેમ જ , આ વખતે, આ ઉત્સવ ને , સફળ બનાવશે, એવી આશા એમણે વ્યક્ત કરી. ” કોઈનું ઉધાર ન રાખે , મુરારી……” આ સિધ્ધાંત જગજાહેર છે….અને સત્ય પણ છે……

આખરે, આપણું શું છે??? આપણી સ્થિતિ પેલા , ગાડા નીચે ચાલતા શ્વાન સમાન છે, કે જે , સત્ય જાણતો જ નથી….સ્વીકારતો નથી. આપણે સમજવું જોઈ એ કે આપણે તો નિમિત્ત માત્ર છીએ…..જો આપણા ધાર્યા પ્રમાણે જ થાતું હોત તો , શું થાત?????

ચાલો ત્યારે….!! અરે…એક વાત તો કહેવા ની રહી જ ગઈ…! હું એક-બે દિવસ પહેલા મુંબઈ હતો. દાદર મંદિરે, બાપાના દર્શન તો ન થયા પણ, એમના સેવક-સંત પૂ. નારાયણ ચરણ સ્વામીના દર્શન થયા….એ પણ શયન આરતી સમયે…..અને એમની સાથે વાતચીત પણ…!! પૂ. પ્રમુખ સ્વામીની, તબિયત સારી છે….અને બાપા અત્યારે પણ રોજીંદી પ્રવૃતિઓ મા સક્રિય ભાગ લઇ રહ્યા છે…..! આનંદ ની વાત છે…..

જય સ્વામિનારાયણ…..અને મકરસક્રાંતિનો ઝોળી ઉત્સવ યાદ રાખજો…….ધનુર્માસ છે…..ભૂલતા નહી…

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- તા ૯/૦૧/૨૦૧૧

  1. You seem really into Satsang. I’ve got a manan blog: satsangpensieve.wordpress.com. Check it out and if you like it pass it on.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s