Raj Mistry's world

Me,my stories and world around….

કાલ નો શું પ્રોગ્રામ છે????

1 Comment

આવતી કાલે ઉત્તરાયણ છે, અને ગુજરાત આખું “પતંગ ઘેલું” થઇ ગયું છે…..ઘી-કાંટા , કે રીલીફ રોડ ના એરિયા મા , તમે અત્યારે જાઓ તો , ખબર પડે કે , ઉત્તરાયણ શું ચીઝ છે???? લોકોના ટોળે ટોળા- આખા ગુજરાતમાં થી ત્યાં ઉમટ્યા છે….અને પતંગ ના કાળા બજાર પણ જોવા મળે….!!

નરેન્દ્ર મોદી નો પતંગ તો અત્યારે ખુબ ઉંચે ચડી ગયો છે અને બિચારા કોન્ગ્રેસીયા , હાથમાં ઝાડુંઓ લઈને બેઠા છે, કે ક્યારે, મોદીનો પતંગ કપાય અને આપણે પકડી લઈએ…??? પણ લાગતું નથી કે , કોંગ્રેસ નો વારો હવે ક્યારેય આવે…!! જે હોય તે……પણ એ જણાવો કે આવતી કાલે તમારો શું પ્રોગ્રામ છે????? મારું કહું તો……

  • કાલે કદાચ મંદિર જવું છે….પણ ઝોળી ઉત્સવ પછી…..કારણ કે કાલે, લગભગ ૧૫૦૦૦-૨૦૦૦૦ હરિભક્તો થી મંદિર, ઉભરાતું હશે,અને ભીડ જોઈને મને ડર લાગે છે…..આથી સાંજે મંદિર જવાનો પ્રોગ્રામ છે…..ઠાકોરજીની શોભા તો હમેંશ ની જેમ મનમોહક જ હશે….
  • પતંગ-દોરા લાવવામાં આવ્યા નથી……મને પતંગ ની કાપાકાપી કરતાં, તેને ઉડતો રાખવામાં વધારે રસ છે…..જે અમદાવાદમાં શક્ય નથી…..આથી ખર્ચો ઘટાડ્યો…!!
  • પણ ધાબા પર જવામાં આવશે…..મિત્રો સાથે, ગપ્પા મારવામાં આવશે….જુના મિત્રો ને મિસ જરૂર કરશું…નરેશભાઈ ક્યાં છો??????વિપુલ તો કાલે જ લેન્ડ કરવાનો છે……આથી કભી ખુશી તો કભી ગમ..!! ….પણ બધા સાથે હોય તો જ મજા આવે…
  • કાલે ઊંધિયું ઘરે જ બનાવવા નો પ્રોગ્રામ છે……જલેબી રીના ને આવડતી નથી, એટલે….એના વગર ચલાવી લઈશું…..એક જમાનો હતો કે , અમે બધા ભેગા થઇ ને જમવાનું બનાવતા…અથવા તો બહાર થી ઓર્ડર કરી ને ,સાથે મળી ને જમતા….પણ ફરીથી એ જ…સવાલ……મિત્રો ક્યાં છે????નરેશભાઈ જેવા ઉત્સાહી મિત્રો ની ખોટ સાલે છે….અને જે હાજર છે…એમને બીજું કઈ પ્લાન્નીંગ છે…આથી…ફરી ક્યારેક…!!!
  • ઘણા બધા ફોટા પાડવામાં આવશે….અને બધા સાથે વહેંચવામાં આવશે…..

સાચું કહું તો ..ઉત્તરાયણ ની મજા અમદાવાદમાં જ છે…..બે દિવસ ચાલતો આ મેગા-તહેવાર…..આખો દિવસ પતંગબાજી અને સાંજે- દિવાળી ઉજવણી મા જાય છે…..અને નજારો તમે જુઓ તો ખબર પડે…!!!

તો પ્રોગ્રામ બનાવો….એન્જોય કરો…..જીવન ટૂંકું….કામ વધારે છે…..આથી એક ક્ષણમાં , બે ક્ષણ નું જીવતા શીખો…..

રાજ

Advertisements

One thought on “કાલ નો શું પ્રોગ્રામ છે????

  1. buy a gits jalebi instant mix and follow the instructions.very simple

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s