Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૧૬/૦૧/૨૦૧૧

Leave a comment

આજકાલ ઠંડી અને ગરમી બંને ઋતુ નો એક સાથે અનુભવ થઇ રહ્યો છે…..બપોરે ગરમી અને સાંજે ,ધ્રુજાવતી ઠંડી!!!!! તો, અમે ,આજે જરા જલ્દી થી મંદિરે ગયા હતા….કારણ કે ઠાકોરજીના દર્શન શાંતિ થી કરવા હતા. આજે અગિયારસ હતી આથી, મંદિરમાં થી ખીચડી મળે એની સંભાવના ઓછી હતી….પણ ..છતાં પ્રેમવતી ,ભોજન રસિક સત્સંગીઓ થી ઉભરાતી હતી…..

સભાની શરૂઆત, હમેંશ ની જેમ ,કીર્તન આરાધના થી થઇ…ત્યારબાદ ,પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ નું વર્ણન સંતો દ્વારા થયું. વિચરણ વર્ણન, એક અદભૂત કાર્ય છે…..ડગલે ને પગલે,મોટા પુરુષોના જીવન વૃતાંત અને પ્રસંગો દ્વારા, આપણ ને જીવન નો સાર સહજતા થી મળતો હોય છે…..અને ભક્તિમાં ટકી રહેવાની , સહજ પ્રેરણા પણ સહજતા થી મળતી હોય છે…..!!પૂ. વિશ્વરૂપ સ્વામી એ , એક કર્ણપ્રિય કીર્તન સંભળાવ્યું…..”સખી સમજણમાં ઘણું સુખ છે જે  હો………” પૂ. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત આ કીર્તન, સમગ્ર અધ્યાત્મ નો સહજ ભાષામાં અર્થ સમજાવે છે….

ત્યારબાદ,જેની બધાને પ્રતીક્ષા હતી..તે સમય આવ્યો. પૂ.ડોક્ટર સ્વામી આજકાલ અમદાવાદ ને આંગણે, સત્સંગ નો લાભ આપી રહ્યા છે….અને આજની રવિસભા, એમના ધારદાર પ્રવચન થી ગાજી ઉઠી…..

પૂ. ડોક્ટર સ્વામીની એક વાત તો માનવી પડશે કે,એ જયારે બોલવાનું શરુ કરે ત્યારે, શ્રોતાઓ નો તંતુ,અનાયાસે જ એમની વાણી સાથે જોડાઈ જાય છે….એકદમ સીધી વાત….ન ગોળ ગોળ ફેરવવા ની વાત….ન કોઈ વાયા વાયા વાત…..!! ભક્તિનો માર્ગ, સમજો તો સીધો જ છે…..અને ન સમજો તો ગૂંચવાડો ભર્યો…!! પૂ. ડોક્ટર સ્વામી એ વાત કરી કે , કોઈ પણ મોટી કૃતિ કે રચના હોય તો….ખાસિયત એના રચનાકાર ની હોય છે…….રચનાકાર જ એની પ્રતિભા ને આધારે સામાન્ય વસ્તુ ને અસામાન્ય બનાવે છે…..!! આથી રચનાકાર ની પ્રતિભા જ સર્વસ્વ છે……એ જ રીતે કાર્યકર ના ગુણો, ઉચ્ચ વર્તન…..ઉચ્ચ ચારિત્ર્ય….અને એકનિષ્ઠા જ ,કોઈ પણ કાર્ય ને સફળ,સર્વોત્તમ બનાવે છે…….!! બધા કાર્યો….કર્મો અને કાર્યકરો નો એક જ ધ્યેય હોવો જોઈએ…..અક્ષરરૂપ થઇ, પુરુષોતમ ની ભક્તિ કરવી….!!

સ્વયમ , શ્રીહરિ એ વચનામૃત ,સારંગપુર ૧૦ મા કહ્યું છે કે , શ્રીહરિ, સદાયે,આપણા અંતકરણ મા વિરાજમાન હોય છે…..આથી જે ભક્ત એક નિષ્ઠ ,હોય , હરિને સદાયે રાજી રાખવા વિષે જ ,કર્મ કરતાં હોય, તેમણે, ચિંતા કરવાની સહેજે જરૂર નથી. એવા ભક્તો નો યોગ-ક્ષેમ નું વહન ,શ્રીહરિ સ્વયમ કરે છે.

બસ કાર્યકર, એવા હોવા જોઈએ…કે પોતાના વર્તન, જીવન પદ્ધતિ થી ઓળખાય…આપણી સાથે કોણ છે , આપણે કોના છીએ.., એ ખબર હોવી જરૂરી છે. પૂ. શાસ્ત્રીજી મહારાજ….યોગીજી મહારાજ….પ્રમુખ સ્વામી મહારાજ…કઈ વધારે ભણેલા નહોતા…પણ એમની આધ્યાત્મિક પ્રતિભા ગગનચુમ્બી હતી….આથી, જ્ઞાની લોકો પણ એમના ચરણોમાં શીશ નમાવે છે….એનું કારણ શું? …કારણ ભગવાન….હરિ ની હાજરી….હરિ નો સાથ.  અધ્યાત્મ કે ભગવાન ની હાજરી વગર , ગમે તેટલો મોટો જ્ઞાની પણ કેમ ન હોય…..એ પતન ને પામે છે..!!

તો, આજની સભા , હરિ નું મહત્વ…..એક સાચા કાર્યકર ના ગુણો વિષે -પૂ. ડોક્ટર સ્વામી ના ધારદાર શબ્દો મા વ્યક્ત એક મહોત્સવ હતો.  મને ઘણીવાર થાય છે કે, શ્રોતા ઓ સભામાં આવે છે….”ચાર્જ” થાય છે પણ એ “ચાર્જીંગ” કેટલો સમય ટકે છે?????….સમજણ….જ્ઞાન….વિચારશક્તિ…..અને હરિ પર અનન્ય વિશ્વાસ /નિષ્ઠા જ આ સત્સંગ ને સાર્થક બનાવે છે…….સ્વામિનારાયણ સંપ્રદાય નો , મુખ્ય ઉદ્દેશ જ એ છે કે……” અક્ષર રૂપ થઇ….પુરુષોત્તમ ની ભક્તિ અને પ્રાપ્તિ કરવી……..”

બસ જરૂર છે….સમજવાની…..વર્તવાની…..અને એક સાચા સત્સંગી તરીકે જીવવાની…..!!

આવતા રવિવારે – સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે, સવારે જ સભા- દાબડા ઉત્સવ છે…..આથી, સાંજ ની સભા નહી થાય…..!! પણ, ઠાકોરજી ના દર્શન તો થાશે ને…..!!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s