Raj Mistry's world

Me,my stories and world around….

“નેતા” સત્તાક દિન…!!!!

2 Comments

તો આજે દેશ – એનો ૬૨ મો “પ્રજા” સત્તાક દિન ઉજવી રહ્યું છે…..મિત્ર દ્વિરેફ વોરા ના શબ્દો મા કહીએ તો – પ્રજાસત્તાક શબ્દ- જયારે પ્રજા ને સટ્ટાક કરતો-બંધારણીય તમાચો પડ્યો- તે ઘટના પર થી આવ્યો છે. હું આની સાથે સહમત છું…..કારણ કે વાસ્તવિકતા આપણી સામે જ છે….!! દુનિયા નું સૌથી મોટું બંધારણ – એ પણ લેખિત બંધારણ ધરાવતા ભારત , ના ૬૦% લોકો આ જ બંધારણ ના અમુક કાયદા નું પાલન સ્વેચ્છા એ કરતાં નથી…( કારણ- કાયદો ગધેડો છે ..એવું એક હતાશ થયેલા સજ્જને કહેલું છે..) , લગભગ ૩ કરોડ કેસ આજે પણ પેન્ડીંગ પડ્યા છે અને એનો ચુકાદો  કયારે આવશે? એ કોઈ નથી જાણતું…..એના માટે અહિયા “પુનર્જન્મ ” નો સિધ્ધાંત સર્વ માન્ય છે..!!

ઉત્સવ શર્મા જેવા કલાકારો – કાયદા અને બંધારણ ની આ અણ સુલ્ઝાયેલી અગડમ-બગડમ થી કંટાળી-કાયદો પોતાના હાથમાં લઇ રહ્યા છે……મેં મારી આ પોસ્ટ નું નામ -“નેતા” સત્તાક એટલા માટે રાખ્યું છે કે – આપણા બંધારણે નેતાઓ ને જેટલો ફાયદો પહોચાડ્યો છે એટલો પ્રજા ને નથી પહોચાડ્યો. ઇતિહાસ સાક્ષી છે…..તમે જ જુઓ..આજકાલ કેટલ બધા કૌભાંડો નજર સામે દેખાય છે….નેતાઓ ની સંડોવણી દેખાય છે….એમાં થી કેટલા નેતાઓ ને સજા થઇ..???? કેટલા ની સામે કેસ યોગ્ય રીતે ચાલ્યો???…અને માત્ર પચાસ રૂપિયા જેવી મામુલી રકમ ની ચોરી કરનાર સામાન્ય માણસ – જેલમાં સબડી મરે છે. મેં અમુક સમય પહેલા કોઈ ન્યુઝ પેપરમાં વાંચેલું કે – એક નિર્દોષ માણસ -પોતાનો બચાવ ન કરી શકવાના કારણે- ૭ વર્ષ સુધી જેલમાં રહ્યો અને અંતે કોર્ટે એની માફી માંગતા એની નિર્દોષતા સ્વીકારી -એ વ્યક્તિને છોડી મુક્યો……એ માણસ ના જિંદગીના અમુલ્ય વર્ષ જેલમાં ગયા…એનું શું?

પૂર્વોત્તર કે કાશ્મીર જેવા રાજ્યો- દેશ ના નાગરિકો ના ટેક્ષ આવક પર જીવે છે….છતાં આપણે એ વિસ્તારો પર આપણા હક વિષે મૂંઝવણમાં છીએ…!!! બંધારણ જ આવી મૂંઝવણ પેદા કરે છે …એ કરમ ની કઠિનાઈ છે…..!!

ખેર..!!! શોધવા બેસો તો હજારો પ્રશ્ન છે….બંધારણ જ કોયડો છે….પણ વાંક આપણો પણ છે….” હોતા હૈ…ચલતા હૈ….મારે શું….મારી પાસે સમય નથી….પૈસા તો ખવડાવવા જ પડે….” આ બધા વાક્યો આપણે ગોખી લીધા છે…..કોઈ નું રક્ત – ઉકળતું જ નથી….!! જે સાચું બોલવા જાય એને દબાવવા વાળા દસ-બાર જણા પોતાના જ હોય છે….!! તો તાતા ચા ની એડ ની જેમ…..” જાગો……હવે જાગવા નો સમય છે….” કમ સે કમ શરૂઆત તો કરો….જરા બંધારણ નો અભ્યાસ તો કરો….કાયદા ને જાણો….પોતાના હક ને જાણો…..લડતા શીખો….!!

તો આ જ આશા સાથે……જય હિન્દ…..દેશ મારો છે….એની રક્ષા …એનું બંધારણ એ મારી ફરજ છે….હક છે…!!

સાથે આજે શું કર્યું?…..

  • સોસાયટીમાં જ ધ્વજ વંદન અને બાળકો માટે રમતોત્સવ હતો…( ફોટા ફેસબુક પર મુક્યા છે…) ખુબ જ મજા આવી…..
  • ગણતંત્ર દિવસ ની પરેડ જોઈ…ટીવી પર….દેશ ની શાન – આપણું સૈન્ય અદભૂત લાગતું હતું…..
  • બીજેપી વાળા લાલચોક પર તિરંગો લહેરાવી ન શક્યા….અફસોસ થયો….આપણે -આપણી ભૂમિ પર ધ્વજ ફરકાવવા આંદોલન કરવું પડે છે…એ નવાઈ અને દુઃખ ની વાત છે…..
  • પ્રજાસત્તાક દિન પર – સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગવાતા ગીતો સંભાળ્યા….પછી સવાલ થયો કે – ગણતંત્ર દિવસ માટે યોગ્ય ગીત કયું?
  • સમાચારમાં જોયું કે – રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ – અર્ધી કાઠીએ…અને એ પણ ઉંધો ફરકાવાયો….!!! વાંક કોનો? શોધ ચાલે છે…….
  • રાષ્ટ્ર ગીત ચાલતું હોય છતાં લોકો , એના માનમાં ઉભા નથી થતા…..એ જોઈ ને શરમ આવે છે….મારી અંદર છુપાયેલો ” સામાન્ય ભારતીય” કહે છે કે – એ તો વાગ્યા કરે….ઉભા નહી થવાનું…એમાં શું ???- પણ હું આવા વિચારો સામે લડતો રહીશ….કમ સે કમ એટલું તો હું કરી જ શકું ને…!!

બસ તો….મારા ઠાકોરજી ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કે- મારો દેશ…દેશવાસીઓ -સદાયે પ્રગતિ કરતાં રહે….ધર્મ-નિયમ-સંસ્કાર-સંસ્કૃતિ કાયમ રહે…..

વંદે-માતરમ…….

રાજ

Advertisements

2 thoughts on ““નેતા” સત્તાક દિન…!!!!

  1. brilliant,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s