Raj Mistry's world

Me,my stories and world around….

રવિવાર….રવિવાર…

Leave a comment

આ વખતે પણ હું અંગત /કૌટુંબિક કારણોસર અમદાવાદ ની બહાર હતો અને રવિસભા માં હાજર ન રહી શક્યો. અફસોસ થયો પણ, છેવટે જીવન…સંસાર એ આનું જ નામ છે…!! જીવન ની ક્ષણો કોના માટે કેટલી વાપરવી એ કદાચ આપણા હાથમાં નથી હોતું….અને જો હોય તો આપણે એ ને નિભાવી શકતા નથી.

તો ટૂંકમાં, આજે હું અમારા ભાણાભાઈ ના યજ્ઞોપવિતમાં હાજરી આપવા ,હિંમતનગર હતો. યજ્ઞોપવિત એક પવિત્ર સુત્ર છે ,કે જેને આધારે બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે…કારણ કે સંસ્કાર થી જ મનુષ્ય નો બીજો જન્મ કહેવાય છે. પણ આજકાલ યજ્ઞોપવિત સુત્ર એક દોરા થી વધારે નથી રહ્યું. અરે જનોઈ કેમ ધારણ કરવામાં આવે છે ? એ પણ મોટાભાગના ધારક જાણતા  જ નથી હોતા….અનેક મત-મતાંતર પ્રવર્તે છે પણ સાચો મત જવલ્લે જ ખબર પડે છે…!! ખર્ચાળ પ્રસંગો …દેખાદેખી અને વહેવાર ની વાતો…..સમય ની અસહ્ય બરબાદી…મને અંગત રીતે ના-પસંદ છે…પણ એકલવીર શું કરે?????? સમાજ ના નિયમો રાતોરાત બદલાતા નથી…..અને જો બદલાય છે તો મોટો ભોગ એ ક્રાંતિકારી ને આપવો પડે છે…..

તો આ લડાઈ તો ચાલતી રહેવા ની અને કદાચ સમય જ એક એવું ઔષધ છે કે ,પરિવર્તન ના ઘા સહજતા થી રૂઝાવી દેશે…..તો ત્યાં સુધી લડતા રહો….પ્રયત્ન કરતાં રહો…..જીતે છે એ લોકો જ કે જે કમ સે કમ લડે છે……!!!

રવિવાર આજે ભારે રહ્યો…..ભરચક રહ્યો…….મંદિર-સભા ને મિસ કર્યાં…..

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s