Raj Mistry's world

Me,my stories and world around….

વસંતપંચમી અને શિક્ષાપત્રી ….

2 Comments

આજે વસંતપંચમી છે અને બદલાતી ઋતુઓ નો અહેસાસ એમાં ભળેલો છે. આમ તો કહેવાય છે કે વસંતપંચમી એટલે વણકહ્યું….વણપૂછ્યું…શુભ મુહુર્ત !! અને એ વાત સાચી જ છે કારણ કે આ દિવસ જ એવો છે….!! અત્યારે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં લગ્ન-સમારંભો ઠેર ઠેર ચાલી રહ્યા છે એ એનો જ પુરાવો છે. પણ અમારા જેવા સ્વામિનારાયણ સત્સંગીઓ માટે આજ નો દિવસ એક ભક્તિનો-નિયમ ધર્મ નો દિવસ છે. કારણ કે…..

 • શ્રીહરિએ વડતાલ મંદિર મા બેસીને પોતાના ભક્તો,સંતો ને નિયમ ધર્મમા રાખવા, એમનું કલ્યાણ કરવા હેતુસર,વિક્રમ સંવંત ૧૮૮૨ ,મહા સુદ પાંચમ( વસંત પંચમી)ના રોજ  લખી. ૨૧૨ શ્લોક ની બનેલી આ “જીવન કલ્યાણ માટે ની પદ્ધતિ”એ આજ ની તારીખ સુધીમાં કરોડો મનુષ્યો ને નિયમ-ધર્મ ને આધારે મોક્ષ ને પમાડ્યા. હું મારા પોતાના અનુભવ ને આધારે કહું તો જયારે મેં સ્વામિનારાયણ સંપ્રદાય નો અભ્યાસ શરુ કર્યો ત્યારે શરૂઆત શિક્ષાપત્રી અને વચનામૃત થી કરી હતી. આજ થી લગભગ ૨૦૦ વર્ષ પહેલા લખાયેલી શિક્ષાપત્રીના નિયમ-ધર્મ- હજુ પણ આજ ની તારીખે પાલન કરી શકાય એવા છે…..લાગુ પાડી શકાય એવા છે…..મારી પાસે શિક્ષાપત્રીના……સંસ્કૃત અને ગુજરાતી – આવૃતિઓ તથા તેના પર લખેલા ભાષ્ય બંને છે…..
 • શિક્ષાપત્રી નો મને ગમતા શ્લોક – એની શરૂઆત અને અંત ના છે …….

શરૂઆત નો શ્લોક……

वामे यस्य स्थिता राधा श्रीश्च वस्यास्ती वक्षाशी l

वृन्दावंविहारम तं श्रीकृष्णम रुदयी चिन्तये ll

અને અંત નો શ્લોક…..

निजाश्रीतानाम सकलार्तिहन्ता सधर्मभक्ते रवनम विधाता l

दातासुखानाम मनसेप्सितानाम ,तनोतु कृष्णो अखिलं मंगलम नःll

તો શિક્ષાપત્રી ખરેખર અભ્યાસ કરવામાં આવે તો સુખ અને કલ્યાણ ની કુંચી છે ,એમાં કોઈ જ શંકા ને સ્થાન નથી પણ સાથે વચનામૃત નો અભ્યાસ અગત્ય નો છે ,કારણ કે શિક્ષાપત્રી નું માહાત્મ્ત્ય , વચનામૃત ના અભ્યાસ સાથે જ આવે….!

 • મને થયું કે શ્રીહરિ એ સ્વયમ લખેલી શિક્ષાપત્રી ,ની સાચી પ્રત અત્યારે ક્યાં હશે?….અને શરુ થઇ શોધખોળ….અને છેવટે ઓક્ષ્ફોર્દ (Oxford university museum) યુનિવર્સીટી ના સંગ્રહાલય મા એની જૂનામાં જૂની પ્રત મળી( એ શ્રીજી એ સ્વયમ લખેલી છે કે નહી એ સંશોધન નો વિષય છે) . આ પ્રત, સ્વયમ હરિ દ્વારા અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમ ને , ભેટ તરીકે, ઈસવીસન ૧૮૩૦ ના રોજ ફેબ્રુઆરી ૨૬ તારીખે, રાજકોટ ખાતે આપવામાં આવી હતી. અને એ શિક્ષાપત્રી ફરતી ફરતી ઓક્ષ્ફોર્દ્ સુધી પહોંચી ,જ્યાં બા-કાયદા, ખુબ જ જાતન થી જાળવવા મા આવી, ડીજીટલ સ્વરૂપ આપવામાં આવ્યું , એની વેબ સાઈટ પણ બની…..નીચે ની લીંક પર જાઓ…..

http://www.shikshapatri.org.uk/~imagedb/content.php/psjm

http://www.shikshapatri.org.uk/~imagedb/content.php/home?expand=29

શ્રીહરિ દ્વારા સર જ્હોન માલ્કમ ને શિક્ષાપત્રીની ભેટ

ઘણી બધી માહિતી મળે છે પણ અફસોસ એ છે કે , શિક્ષાપત્રી ની હાલત ખુબ જ જીર્ણ હોવાથી અને એનું ફરીથી ડીજીટલ સ્વરૂપ બનતું હોવાથી, દર્શન માટે એ ઉપલબ્ધ નથી. શ્રીજી ને પ્રાર્થના કરીએ કે જલ્દી થી એના દર્શન થાય.

 • વળી આજે પ.પૂ. બ્રહ્માનંદ , નિષ્કુળાનંદ અને શાસ્ત્રીજી મહારાજ નો જન્મ દિવસ પણ છે…..અને શાહીબાગ  મંદિરમાં આજે રાત્રે સભા પણ છે , પણ સમય ના અભાવે કદાચ નહી જવાય…..અફસોસ છે…

તો આજના દિવસે, શ્રીજી મહારાજ ને અંતર થી બસ એટલી જ પ્રાર્થના કે , તમારા આપેલા નિયમ-ધર્મ-સંસ્કાર અમે જીવી શકીએ….જીવન જે જીવાય એ બસ તમારા રાજીપા સારું જ જીવાય….એક તમારા સિવાય બીજા કશામાં ચિત્ ન રહે……!!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

2 thoughts on “વસંતપંચમી અને શિક્ષાપત્રી ….

 1. khubaj saras………aje mane apno blog khubj kam lagyo……..jai swaminarayan

 2. निजाश्रितानां सकलार्तिहन्ता,
  सधर्मभक्तेरवनं विधाता ।
  दाता सुखानां मनसेप्सितानां,
  तनोतु कृष्णोङ्खिलमंगलम नः
  ————– शिक्षापत्री – २१२

  પોતાના આશ્રિત ભક્તજનનોની સમગ્ર પીડા નો નાશ કરનાર,
  ધર્મ સહિત ભક્તિની રક્ષા કરનાર, અને પોતાના ભક્તજનને
  મનવાંછિત સુખના આપનાર એવા શ્રી કૃષ્ણ ભગવાન
  અમારા મંગળને વિસ્તારો.
  ———— શિક્ષાપત્રી – ૨૧૨

  JAY SHREE KRISHNA,
  – Mehul Patel
  — at NARSANDA Gaam.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s