Raj Mistry's world

Me,my stories and world around….

શયન આરતી…

Leave a comment

ગઈકાલે રવિવાર હતો પણ મારા કમનસીબે, રવિસભામાં ન જવાયું. મન ડંખે છે પણ સંજોગો સાથ નથી આપતા. અઠવાડિયામાં , કમ સે કમ આપણે , એક-બે કલાક તો ભગવાન માટે કાઢી જ શકીએ….અને ભગવાન થી દુર જવું…દુન્યવી વાતો મા ખોવાઈ જવું એટલે -આત્મા ને છોડી શરીર નું જતન કરવું…!! એ બરાબર નથી. જે હોય તે…પણ મને અફસોસ છે……

ખેર!! ગઈકાલે સાંજે મારે એરપોર્ટ જવું પડ્યું……અગત્ય નું કામ હતું આથી એ પૂરું કરીને , હું અને રીના સીધા જ શાહીબાગ મંદિરે ગયા. ઠાકોરજી ની શયન આરતી નો લાભ મળ્યો….મને સંધ્યા આરતી કરતાં , શયન આરતીમાં મન નો ભાવ વધારે લાગે છે. આમેય વૈષ્ણવ મંદિરોમાં, ઠાકોરજી ને વિધિપૂર્વક, ઉઠાડવા થી માંડીને , સ્નાન, જમાડવું….શયન વગેરે વિધિપૂર્વક..ખુબ જ ભાવપૂર્વક કરવામાં આવે છે……ભગવાન ની સેવામાં હૃદય રેડવું…..એના થી વિશેષ કોઈ જ વાત નથી…..હરિના રાજીપા કાજ કરવામાં આવતા ભોગ-શૃંગાર-સેવા થી મન-આત્મા શુધ્ધ થઇ, એની સાથે તાદાત્મ્ય થી જોડાય છે….

હું ઘણીવાર સુતી વખતે ચેષ્ટા સાંભળવાનું ,બોલવાનું ભૂલતો નથી. હરિની પળ-પળ ની યાદ..સ્મરણ…..જ જીવ ને ભવસાગર ના બંધનોમાં થી મુક્ત કરી અક્ષરધામ નો અધિકારી બનાવે છે……!! આ હકીકત શાસ્ત્રો દ્વારા સાબિત થયેલી છે….સંતો-મુકતો દ્વારા અનુભવાયેલી,જીવાયેલી છે…..આરતીમાં ભાગ લઈને મન ખરેખર પ્રસન્ન થઇ ગયું……જુઓ નીચેના ફોટા….

પોઢો પોઢો સહજાનંદ સ્વામી!!

બસ જીવનમાં હરપળ ,પ્રત્યેક ક્ષણ એક શ્રીજી માટે જ જીવાય….તો જ જીવન સફળ કહેવાય……

સાથે રહેજો…..

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s