Raj Mistry's world

Me,my stories and world around….

કંઇક નવું…કંઇક જુનું..!!

Leave a comment

ગયું આખું અઠવાડિયું , ભારે ભાગમભાગી વાળું રહ્યું. આરામ જેવું તો કંઈજ ન હતું….અને આમેય કહેવાય છે કે ” જીંદગી હૈ ચલતે રહેને કા નામ…” તો  શું કર્યું….ગયા અઠવાડિયામાં……

  • રસોડા નું તંત્ર મારા હાથમાં હતું…..અને એ ખુબ જ ખરાબ ( અપેક્ષા સહજ) રહ્યું….થોડા ભૂખ્યા રહ્યા….થોડીક નવી વાનગી ઓ ની અજાણતા જ શોધ કરી…….કારણ કે રીના વસ્તી ગણતરી ની આંટીઘૂંટી મા અટવાયેલી હતી….અને ભગવાન જાણે -એટલા બધા સવાલો…કે ખુદ શિક્ષકો પણ ગભરાતા હતા…!!!!
  • અમારી વિશ્વકર્મા તેરસ ની ઉજવણી થઇ….અમારા સમાજ માટે – સાબરમતી કિનારે પ્રસાદી નું સ્થળ- નારાયણઘાટ નું સ્વામિનારાયણ મંદિર હતું….આનંદ બેવડો હતો.ઠાકોરજી ના દર્શન અને જુના મિત્રો-સગા-સંબધીઓ સાથે મુલાકાત રસપ્રદ હતી.
  • શનિવારે બપોર પછી, લાંબા ડ્રાઈવિંગ પર જવામાં આવ્યું……રીના ના પિયરમાં પ્રસંગ હતો અને અમે હિંમત કરીને ગાડી લઈને નીકળ્યા….હરિ-ઇચ્છાએ હેમખેમ ૩૦૦ કિમી નું અંતર આરામ થી કાપ્યું…….લોકોની ટ્રાફિક સેન્સ એટલી બધી ભયંકર છે કે – ભગવાન જ આપણી રક્ષા કરે છે- એ વાત પર મારો વિશ્વાસ વધારે  દ્રઢ થતો જ ગયો……!!!

તો નવું ઘણું બધું હતું અને જુનું…..એ તો ક્યારેય પીછો છોડતું જ નથી….કદાચ આપણે જ આપણા પોતાના બંધનમાં બંધાયેલા છીએ……સતત મુસાફરી એ હવે જીવન નો એક ભાગ બનતો જાય છે….અને આ સત્ય એક હકીકત…..!! પણ એક વાત નો અફસોસ મને સદાયે રહે છે કે -હું છેલ્લા ઘણા રવિવાર થી રવિસભા મા જઈ શકતો નથી…..મેં શું ગુમાવ્યું..?.એનો મને અંદાજ છે….પણ સંજોગો જ એવા છે…..આથી લેપટોપ કે ડેસ્કટોપ પર સમય મળતા જ ” વાસુદેવમાહાત્મ્ય ” અને “ભાગવત” નું શ્રવણ કરી લઉં છું…..!

જીવનમાં ગમે તે થાય….પણ એક વાત મા હું ખુબ જ સ્પષ્ટ છું…કે ” હરિ નો સાથ , એક પળ પણ વિસરાવવો ન જોઈએ……”…જીવનમાં તમે ચાહે લાખ-ગણી પ્રગતિ કરો….કરોડો કમાવ ..પણ અંતે તો એક જ સત્ય છે….એક જ ધ્યેય છે…. —મોક્ષ…..અને એ હરિ-ઈચ્છા વગર શક્ય નથી.

સાથે રહો….કંઇક નવા સાથે…..કંઇક જુના ને છોડી ને….!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s