Raj Mistry's world

Me,my stories and world around….

મારું કાવ્ય….

1 Comment

તો ઘણા સમય બાદ ફરીથી આજે મારા વિચારો ને હું પદ્ય સ્વરુપે ,તમારી સમક્ષ મૂકી રહ્યો છું…..મને ક્યારેક થાય છે કે , શું લાગણી ની અભિવ્યક્તિ પદ્ય સ્વરૂપે જ સારી રીતે થઇ શકે???? જવાબ છે….કદાચ “હા”….!! ગદ્ય એ , ઘન તત્વ છે ,જયારે પદ્ય એ પ્રવાહી …અને નિયમ પ્રમાણે પ્રવાહી , હમેંશા વધારે પ્રવાહિત….પ્રસ્તુત…પચ્ય…અસરકારક હોય છે..આથી જ દુનિયા ના- આંસુ…હાસ્ય…મુસ્કુરાહટ….પ્રેમ…વેદના…સંવેદના…હિંમત…વિશ્વાસ …પદ્ય સ્વરૂપે જ વધારે અસરકારક હોય છે…

ખેર..!! આજે નવરો પડ્યો ને , થયું કે કંઇક નવું લખવામાં આવે…અને નીચેની કૃતિ રચાઈ….વાંચો( સહન કરો…….)

“આંગળીએ આવીને ટકોરા રહી ગયા..’ને નેણ મા થી સ્વપ્ન સરી ગયા…

લખવું હતું ઘણું યે પણ કલમે આવી શબ્દો ખોવાઈ ગયા…….,

શું આમ જ રહેશે ….આ સફર …આ જિંદગી…??

પૂછવું હતું ઘણુંયે ,પણ જીભ પર આવી પ્રશ્નો અટકી ગયા…..

ચાલો…જવાબ તો કાલે પણ મળશે કદાચ….પણ આ વેળા નું શું?…

તમે તો ચાલતા જ રહ્યા ને, કેમ જાણે મારા પગ સહેજે રોકાઈ ગયા….

બોજા દુનિયા આખી ના ,કાંધે ઉપાડી ફર્યા રાખો તમે…..

અમે તો સાથે જ હતા પણ ,પાછું વળી જોવાનું તમે ભૂલી ગયા…..

એક વાયદો તમે પણ કર્યો હતો…કે “એક” રહેશું સદાય….

દુઃખ પડ્યું સહેજ  ને..”એક”મા થી “એક-મેક” કેમ થઇ ગયા???

લંબાવેલો આ હાથ તો ક્યારેક તો પકડી જો ..તું પણ…

સાથે ડગ ભરનારા…સહેજે જ મંઝીલ જીતી ગયા…..

અંતે આ એ જ રસ્તો છે ..ને એ જ મુસાફર હો “રાજ”..

પણ ડગ ભરતા તારા  એ કદમ ,જ ,જાણે ક્યાં વળી  ગયા…..

તો કેવું લાગ્યું?……..સાચું કહું તો હું જયારે કઈ લખું છું ત્યારે…આંગળીઓ સહેજે જ શબ્દો ને સ્વરૂપ આપતી જાય છે…….હરિ ઈચ્છા એ જ આ શક્ય છે……એ હકીકત છે….

સાથે રહેજો….

રાજ

Advertisements

One thought on “મારું કાવ્ય….

  1. it’s really nice poem..(me & my circimstances)

    good one

    Amitkumar Suthar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s