Raj Mistry's world

Me,my stories and world around….

જોબન વડતાલો…

5 Comments

આજે ખબર નહી પણ અમારા ઘરે રિલાયન્સ ની બીગ ટીવી નું કનેક્શન છે , એ ,અચાનક જ બંધ થઇ ગયું…..અને ઘરમાં વાતાવરણ ગમગીન થઇ ગયું…!! રીના ના પપ્પા , બિચારા મેચ જોવાની લ્હાયમાં હેરાન પરેશાન થઇ ગયા…..પણ હું શાંત હતો, કારણ કે ક્રિકેટ મને એક મનોરંજન ના “દુબળા” સાધન થી વધારે કંઇ જ લાગતું નથી….રસિયા લોકો પોતાના-દેશના  હજારો-લાખો કલાકો બગાડી ને , ફાલતું, વેચાયેલા ક્રિકેટરો નો ખેલ જોવા બેસી જાય છે……એ બરોબર નથી….જો કે ” ખયાલ અપના…અપના..”

સમય તો પસાર કરવા નો જ હતો આથી મારી પસંદગી ની- ભગવાન સ્વામિનારાયણ – ફિલ્મ કે જે ૧૯૮૧-૮૨ માં બની હતી તે જોવામાં આવી….શ્રીહરિ ના પ્રભાવ…મોહ…માં આકર્ષાઈ ને જોબન પગી, સઘરામ વાઘરી…જેતલપુર ની ગણિકા કે અભયસિંહ દરબાર નું જીવન પરિવર્તન થયું- એ વર્ણન ખુબ જ જતન પૂર્વક કરવામાં આવ્યું છે…….ઉત્તમ અદાકારો…..ઉત્તમ વાર્તાઓ…..ઉત્તમ સંગીત( મન્ના ડે…દિલીપ ધોળકિયા…)…..અને ઉત્તમ વિષય ..ધરાવતું, આ કથાનક -એ ખરેખર ગુજરાતી ફિલ્મ જગત નું એક ઉત્તમ નજરાણું કહી શકાય એવી રીતે બનાવાયું છે…….!!

તો જોઈએ એમાં થી એક વ્યાખ્યાન–

જોબન પગી કે જે કુખ્યાત લુંટારો હતો અને જેની ધાક છેક ગાયકવાડ અને અંગ્રેજો ના દરબાર સુધી પહોંચતી હતી-તે શ્રીજી મહારાજ ની માણકી ઘોડી ને ચોરવા આવ્યો અને પોતે “લુંટાઈ” ગયો…!!! ભગવાન સ્વામિનારાયણ ની લીલા જોઈ ને એ – એમના પ્રભાવમાં આવી ગયો….જીવ્યો ત્યાં સુધી એક પરમ ભક્ત બની રહ્યો…..લોકોને લુંટવાનું તો બાજુ પર રહ્યું અને એ પોતાની સઘળી મિલકત, જમીન – શ્રીહરિ ના ચરણોમાં મૂકી દીધી. આજે એ જમીન પર વડતાલ નું સ્વામિનારાયણ મંદિર – ગગન ને સ્પર્શે છે……આથી જ તો જોબન પગી- જોબન વડતાલા તરીકે – એક પરમ ભક્ત તરીકે સંપ્રદાયમાં પ્રખ્યાત છે………

"જોબન પગી લુંટાયો....."

આ ફિલ્મ માં જોબન પગી નું પાત્ર – સબળ ગુજરાતી કલાકાર રાજીવે કર્યું છે….એનું એક ગીત…

” ‘કે આજ વૈકુંઠ થી રૂડું વડતાલ કે હિંડોળે હરિ ઝૂલતા રે…..

ફૂલદોલ નો ઉચ્છવ રચાય કે ,હિંડોળે હરિ ઝૂલતા રે….”

અદભૂત છે…..

એ જ રીતે -જેતલપુર ની ગણિકા , શ્રીહરિ ના એક વચને કરી ને સમૂળગી બદલાઈ ગઈ……અને ગાઈ ઉઠી…..

“લલચાણી …..હો લલચાણી…નાનકડા નાનવરને જોઈ…લલચાણી…”

હું સાચું કહું છું કે તમે આ ગીત જુઓ તો – તમારા રુંવાડા ઉભા થઇ જાય…આંખોમાં આંસુઓ ધસી આવવા મથી ઉઠે….!! હરિ માટે મન તડપી ઉઠે…..!!

તો કહેવાનું એ છે કે -જોબન વડતાલો…કે જેતલપુર ની ગણિકા જેવા નિમ્ન સ્તર ના માણસો ,માત્ર હરિ સાથે ના એકવાર ના સંપર્ક થી જો સમૂળગા બદલાઈ શકતા હોય તો ….આપણે કેમ નહી????? હરિ સાથે ,જો હૃદય થી પ્રીત થાય ….મહિમા સહીત ભાવ-પ્રેમ જાગે તો આપણા બધા દોષો ક્ષણભરમાં ટળી જાય…..અને આપણે નિર્મળ…સ્થિર થઇ જઈએ….!!

તો, બદલાવા માટે એક ક્ષણ પુરતી છે…..પણ એ ક્ષણ ક્યારે આવશે????….રાહ જોવામાં ઘણા ના જન્મો વીતી જાય છે…..તો ઘણા ને સહજ મળી જાય છે…..આ “સહજ” માટે …..”સહજાનંદ” ને અંતરમાં વસાવો…….!! મોક્ષ પાકો જ છે…..

જય સ્વામિનારાયણ…

રાજ

Advertisements

5 thoughts on “જોબન વડતાલો…

 1. નિમ્નસ્તરના માણસો બિચારા ભોળવાઈ જાય, એમને કંઈ ખબર ન પડે. આપણને તો પડે ને? 😉

  • @કાર્તિક…ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે – મને ભક્તોમાં જ્ઞાની ભક્તો સૌથી વધારે પ્રિય છે….કારણ કે એ “જ્ઞાની” છે..એ જાણે છે કે મારે શું સ્વીકારવું…શું ન સ્વીકારવું…..આથી સોચ આપણી છે…સ્વામિનારાયણ સંપ્રદાય ને પસંદ કરવો કે ન કરવો એ આપણી “સમજ” આપણા “જ્ઞાન” પર છે….ધર્મ કોઈ જોર-જબરદસ્તી ની ચીજ નથી.આથી જો ભોળવાઈ ને ધર્મ સ્વીકારાતો હોય તો એ ઝાઝું ન ટકે…ઇતિહાસ આજે પણ એનો “સાક્ષી” છે…ક્યારેક સમય મળે તો નેટ પર સર્ચ કરજો કે પૂ.બ્રહ્માનંદ સ્વામી,શતાનંદ સ્વામી,નિત્યાનંદ સ્વામી,ગોપાળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કોણ હતા??? એમનો પૂર્વાશ્રમ શું હતો?એમણે ભક્તિ-સાહિત્ય ને શું આપ્યું?….આજે પણ બેપ્સમાં લગભગ ૮૦૦ સાધુઓ છે..જેમાં ૪૦ થી વધારે તો ઉચ્ચ અભ્યાસ વાળા ડોક્ટરો છે…૧૦૦ થી વધારે એન્જીનીયરો છે…જેમાં વિદેશમાં ભણેલા..સારી ધીકતી નોકરી કરતાં..પ્રબુદ્ધ લોકો પણ છે…!! આથી “ભોળપણ” શું છે…?? એ નક્કી કરવું પડે..!!

 2. ‘ભગવાન સ્વામિનારાયણ’ ફિલ્મ વાર્તા, સંગીત, પટકથા અને અભિનય બધી જ રીતે ચડીયાતી છે. નાનપણમાં આ ફિલ્મ જોઇ હોવાનો આછેરો ખ્યાલ છે. આ ફિલ્મની CD મેળવવા શાહીબાગ મંદિરે ઘણી તપાસ કરી હતી, પણ ત્યાં ઉપલ્બદ્ધ ન હતી. શું આપ તેના પ્રાપ્તિસ્થાન વિશે કોઇ મદદ કરી શકશો?

  • @કૃતેશભાઈ…જય સ્વામિનારાયણ…મને પણ આ ફિલ્મ ની સીડી શાહીબાગ મંદિરે થી જ મળી હતી. આથી કદાચ સ્ટોક નો પ્રોબ્લેમ હોઈ શકે, આથી બીજા કોઈ શહેર ના મંદિરે તપાસ કરી જુઓ…સ્ટોકમાં હશે તો જરૂર મળશે જ..!! બાકી કોઈ સંત કે સત્સંગી ને વાત કરી શકો છો, એ લોકો જરૂર કોઈ,મદદ કરશે.

 3. આજ વૈકુંઠ થી રૂડું વડતાલ કે હિંડોળે હરિ ઝૂલતા રે…
  ફૂલદોલ નો ઉચ્છવ રચાય કે, હિંડોળે હરિ ઝૂલતા રે

  One of my most frequently hummed, remembered and beloved Gujarati composition! I recall having watched the movie on a Sunday Evening on Doordarshan Ahmedabad when I was in Secondary School.
  I bought the DVD from Gondal Temple while I was in India around Diwali 2009; mainly for this song! The music and words are instant picturesque!

  We also liked the fantastic music in Kalupur Sansthan’s Swaminiarayan TV Series – we watched as set of DVDs. Music is by Devang Patel who I guess plays, Dada Khachar on screen.

  It’s in fact interesting to see that everyone finds a long term vision of life. e.g. we are devoted to good+free life through good+free software, some people have resolved it through the spirituality in various ways. And you know, there are things in the stuff we do that not everyone understands and viceversa! So its fun to be different and still alike! 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s