Raj Mistry's world

Me,my stories and world around….

લોકલાજ…

Leave a comment

લોકલાજ- ઘણો જ મોટો શબ્દ છે….કદાચ મનુષ્ય સામાજિક પ્રાણી થયો ત્યાર થી આ “શબ્દ” એની સાથે સંકળાયેલો છે…આ શબ્દે ઘણા લોકો ના જીવન બદલ્યા છે….ક્યાંક તો એ મૃત્યુ નું કારણ બન્યો છે તો ક્યાંક જીવન નું કારણ…પણ એક વાત તો ચોક્કસ છે કે જ્યાં સુધી માણસ- સમાજ જેવી વ્યવસ્થામાં માનશે ત્યાં સુધી, લોકલાજ થી પીછો છોડાવવા નું મુશ્કેલ છે……તો કરવું શું?…

  • લોકલાજ ને સ્વીકારવી જ નહી?
  • કે લોકલાજ ને અનુસાર જ જીવન જીવવું……?

પૂ.મોરારી બાપુ કહેતા કે ” સબસે બડા રોગ…..ક્યા કહેંગે લોગ..” સાચી વાત છે ભાઈ, પણ લોકલાજ ક્યાં જરૂરી છે ,એ વિવેક નો વિષય સો ટકા છે. તમે અશ્લીલ કે અભદ્ર વર્તન કરી ને સમાજ માં ન રહી શકો…પણ ભક્તિ કે ધર્મ/સત્ય ની વાત આવે ત્યારે લોકલાજ ને બાજુમાં મૂકી શકાય. પૂ.બ્રહ્માનંદ સ્વામી કહે છે કે…

” માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે……બ્રહ્માનંદ કહે તુજ સારું…કુલ-મરજાદા છોડી છોડી રે……”

 

લોક-લજ્જા કે કુલ મરજાદા છોડો તો જ ભક્તિ ના વિકટ માર્ગ પર ચાલી શકાય છે….નરસૈયો કે મીરાબાઈ -લોકલાજ ને ત્યાગી ને , શ્રીહરિ ને પામી ગયા. આથી લોકલાજ, વિવેક થી જ સ્વીકારી શકાય. મને લોકલાજ શબ્દ પર એક વાર્તા યાદ આવે છે ,જે કદાચ તમે પણ સાંભળી હશે….

_______________________________

” એક સાધુ ,ગામ ની બહાર નદીકિનારે શાંતિ થી રહેતો હતો, અને ગામમાં થી ભિક્ષા માંગી પોતાનો નિર્વાહ કરતો હતો. કોઈ સજ્જને સલાહ આપી કે , મહારાજ ગામમાં જ રહો ને-ત્યાં આરામ થી ભિક્ષા મળી રહેશે અને લોકો ને સતત સત્સંગ નો લાભ મળશે. સાધુ મહારાજે વિચાર્યું કે ચાલો, વાત તો સાચી છે…અને એ ગામ માં રહેવા ગયા…સવાર પડે ને મહારાજ , નાચતા ગાતા ભિક્ષા માંગવા નીકળે, એટલે અદેખા લોકો થી આ સહન ન થયું અને લોકો વાતો કરવા લાગ્યા કે ” જુઓ ને સાલો કેવો કામચોર છે….કામ ધંધો નથી,ભીખ માંગે છે ,ને કોઈ શરમ જેવી ચીજ જ નથી…જુઓ ને કેવો નાચે છે..” મહારાજ ને લાગી આવ્યું…..બીજા દિવસે મહારાજ ચુપચાપ ભિક્ષા માંગવા નીકળ્યા તો અદેખા લોકો ફરીથી બોલ્યા..” જુઓ ને સાલો ક્યાંય ઉપર કે નીચે જુએ છે….કશુક ખોટું કર્યું હશે આથી ભાઈ ચુપચાપ ચાલે છે…..” મહારાજે આ સાંભળ્યું આથી, ત્રીજા દિવસે…પોતાનું માથું ચારેબાજુ ઘુમાવતા ,ભિક્ષા માંગવા ઉપડ્યા…..લોકો ફરીથી બોલ્યા…” જુઓ ને મોટો સાધુડો…..ભગવા પહેરી ને ફરે છે અને નજર તો ક્યાંય ટકતી જ નથી…..સાવ નપાવટ છે…..” મહારાજે આ સાંભળ્યું….એમને હાડોહાડ લાગી આવ્યું અને પોતાની બંને આંખો ને ફોડી નાખી…..’ને ગામમાં ભિક્ષા માંગવાનું બંધ કર્યું અને ફરીથી પેલી નદી કિનારે ની કુટિયા માં રહેવા લાગ્યા…..અદેખા લોકો એ ત્યાં પણ એમનો પીછો ન છોડ્યો……અને રસ્તે આવતા જતા મહારાજ  ને સંભળાવવા લાગ્યા..” જોયો બિચારો સાધુ…..આંખો ફૂટી ગઈ….ચોક્કસ કંઇક દુષ્કૃત્ય કર્યું હશે તો આજે આ સજા ભોગવી રહ્યો છે…….”

………………………….

સાર- લોકો ના મોઢે ગરણું બાંધવા ન જવાય…….લોકલાજ – વિવેક બુદ્ધિ એ સ્વીકારો….પણ એનાથી તમારું જીવન બરબાદ થઇ જાય , એ હદ સુધી ન જાઓ….એ તો ભગવાન રામ હતા કે જેમણે સીતાજી નો ત્યાગ લોક-વાતે કર્યો હતો….આપણે મનુષ્ય જ બનીએ તો ઘણું છે…

જ્ઞાની બનો…..અભ્યાસ કરો…..સમજણ કેળવો….સ્વ-બુદ્ધી એ ધર્મ-સત્ય ના પક્ષમાં નિર્ણય લેતા શીખો- કારણ કે ભગવાન ને જ્ઞાની ભક્ત  જ સૌથી વધારે પ્રિય છે….અમુક સમયે, ધર્મની  રક્ષા માટે કૃષ્ણ-નીતિ અપનાવવી પડે તો અપનાવો……

બસ શ્રીહરિ નો માર્ગ જ એક સાચો માર્ગ છે…..યાદ રાખો….

રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s