Raj Mistry's world

Me,my stories and world around….

શક્તિ દિન…..

Leave a comment

આજે મહિલા દિન છે….અને ચારે તરફ…બધા છાપાં અને સમાચારો…સ્ત્રી શક્તિ આગળ ઘૂંટણિયે પડી ને વંદી રહ્યા છે….તો સ્ત્રી નું મહત્વ શું??? હું એક પુરુષ તરીકે , સ્ત્રી માટે વિચારું તો- મારા પ્રમાણિક મંતવ્ય પ્રમાણે- દુનિયા એકવાર પુરુષ વગર ચાલી શકે,પણ સ્ત્રી વિના નહી…..એક પળ પણ નહી…!! એક બાળક નો જન્મ થાય છે અને એ મૃત્યુ સુધી પહોંચે….સ્ત્રી એક આત્મા તરીકે….એક પ્રેમ તરીકે…એક હિંમત તરીકે હરપળ એમાં મિશ્રિત હોય છે…જો કદાચ આંખ પુરુષ હોય તો આંસુ  સ્ત્રી જ હોઈ શકે. હાસ્ય-સ્મિત કે રુદન – એ સ્ત્રીલિંગ જ હોઈ શકે…! ટૂંકમાં પુરુષ લાખ ચાહે પણ , સ્ત્રી ની જવાબદારી નો ૧૦મો ભાગ પણ એ નિભાવી ન શકે. મને ખુદ ને અનુભવ છે કે -જયારે રીના કે મારી મમ્મી -ઘરે ન હોય અને મારી જાતે જમવાનું બનાવવાનું હોય…તો ઘણું ધ્યાન રાખવા છતાં , એમના બનાવેલા ભોજન જેટલી મીઠાસ ક્યારેય નથી આવતી..!! તો પ્રશ્ન છે…

  • આપણે એક સુસંસ્કૃત સમાજ તરીકે- સ્ત્રી ને માન આપતા થયા છીએ??? દીકરી ની જન્મ પહેલા જ હત્યા ,કે દહેજ માટે સ્ત્રી ની હત્યા…બંધ થઇ છે..??
  • દીકરી નો જયારે પણ જન્મ થાય છે…ત્યારે માં-બાપ ને -પુત્ર જન્મ જેટલી ખુશી થાય છે???? કેટલા પરિવાર છે કે -જે દીકરી ના જન્મ ને ઉજવે છે…માત્ર દીકરીઓ જ વારસદાર તરીકે સ્વીકારે છે???
  • લગ્ન પહેલા, દીકરી ને એક અમાનત તરીકે જોવાય…લગ્ન પછી પારકી….તો એ પોતાની ક્યારે????
  • કહેવાય છે કે ખુદ સ્ત્રી જ સ્ત્રી ની મોટી દુશ્મન છે…..આ સત્ય હોઈ શકે પણ…આવું કેમ???
  • સ્ત્રી અનામત નો કાયદો- ધૂમ ધડાકા વચ્ચે સંભળાયો…..અત્યારે એના શું હાલ છે?????

જો આ સવાલો બધા માટે છે તો અમુક સવાલો સ્ત્રીઓ માટે પણ છે….

  • સ્ત્રી જાતે કમાય…પોતાના પગ પર જીવે એ આવકાર્ય છે…પણ આપ-કમાઈ એ અહં નું કારણ બની- સ્ત્રી-પુરુષ ની જવાબદારી પર ચાલતું- કુટુંબ છીનભિન્ન થઇ જાય….શું એ સ્વીકાર્ય છે?? દા.ત. અમેરિકામાં , સ્ત્રી ઓ , કે જે પોતાની જાતકમાઈ પર જીવે છે એની સંખ્યા વધારે છે ..તો સામે ડિવોર્સ અને કુટુંબ-પ્રથા મારવા નું પ્રમાણ પણ ખુબ જ વધારે છે….
  • કહેવાય છે કે સ્ત્રી ઓ પોતાના હૃદય થી વિચારે છે….આ કદાચ સત્ય પણ હોય…પણ એમનું ચંચળ મન…વારેઘડીએ બદલાતા નિર્ણયો કે નબળા નિર્ણયો- ઘણા કુટુંબો બરબાદ કરી નાખે છે…તો આનું સોલ્યુશન શું???

જે હોય તે , પણ સ્ત્રી નું મહત્વ હમેંશ નિર્ણાયક રહેવાનું…….”શક્તિ” વગર …કદાચ જીવન શક્ય નથી. જેમ રાધા વિના કૃષ્ણ ,સંપૂર્ણ નથી…..અક્ષર વિના પુરુષોત્તમ – અવતરતા નથી……એમ સ્ત્રી વગર ….સૃષ્ટી જ શક્ય નથી…

“યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા…..નમઃ તસ્યે નમઃ તસ્યે….નમઃ તસ્યે નમો નમઃ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s