આજે શનિવાર અને હોળી હતી….છાપાં માં છપાતા વર્તારા મુજબ- શનિવાર અને હોળી ,એક જ દિવસે આવે તે ડેડલી કોમ્બીનેશન કહેવાય…..તો પૃથ્વીવાસીઓ – બા અદબ….બા મુલાયજા ….હોશિયાર…..કુદરતી પ્રકોપ….આફતો આવી રહી છે….( સૌજન્ય- કહેવાતા જ્યોતિષીઓ)….અને મને લાગે છે કે જે પ્રકારે આજકાલ કુદરત રૂઠી રહી છે…તો આપણે બધા એ ,કોઈ પણ મુશ્કેલીઓ નો સામનો કરવા તત્પર રહેવું જોઈએ….શું કહો છો????
એમ તો અમારી સોસાયટીમાં , હોળી દહન નો સમય સાંજે ૬:૪૫ નો હતો પણ હોળી પ્રગટી લગભગ ૭:૩૦ એ….શરૂઆત સારી ન રહી….પ્રયત્નો પછી હોળી પ્રગટી…મને તો બસ ખજુર..અને ધાણી નો પ્રસાદ ખાવાની મજા પડી….હોળી ની પ્રદક્ષિણા પણ દુર થી કરી..નીચેના ફોટા જુઓ…
આ મારી પ્રથમ હોળી હતી- સ્વામિનારાયણ પાર્કમાં …હવે આવતી કાલે ધુળેટી છે …જોઈએ શું થાય છે??? એક મજાનો પ્રસંગ બન્યો- આમ તો હોળી ની જવાલા ઓ કઈ દિશામાં જાય છે ,એ પર થી આવનારા ચોમાસા ની આગાહી થાય છે પણ આજે, શરૂઆતમાં લાગ્યું કે ,જવાલા ઓ પશ્ચિમ દિશામાં જાય છે…પછી લાગ્યું કે એ ઉત્તરમાં જાય છે….પછી લાગ્યું કે ,એ તો પૂર્વમાં જાય છે…..!! પવન વધારે પડતો હતો….આથી ચોતરફ એની જવાળા ઓ જઈ રહી હતી….આથી આગાહીઓ….પણ હવામાં ધુમાડો થઇ ઉડી ગઈ…….!!છેલ્લે, હોળીમાં પધરાવેલા શ્રીફળ ખાવા માટે, હોળી શાંત થાય..એની રાહ જોતા જુવાનીયાઓ નો ટોળું મોડે સુધી બેઠેલું રહ્યું…….અમે પણ ભૂતકાળ માં….હોળીમાં હોમેલા….શેકાયેલા…શ્રીફળ નો સ્વાદ ચાખી ચુક્યા છીએ….!!
સારંગપુરમાં , ફૂલદોલ ઉત્સવ ની ધામધૂમ થી તૈયારી થઇ રહી છે….મને ભીડ નથી પસંદ, આથી, મનમાં ,ત્યાં જવાની ઈચ્છા હોવા છતાં ન ગયો….એક દિવસમાં ત્યાં જઈને પરત અમદાવાદ આવવું, એ પણ થકવી નાખનારું છે…..છતાં, શ્રીહરિ ને…..પૂ. પ્રમુખસ્વામી મહારાજ ને પ્રાર્થના કરીએ કે – એમણે હરિ ની ભક્તિ રૂપી રંગ જે અમારા પર છાંટ્યો છે….તે બસ ઉત્તરો ઉત્તર પાકો થતો જાય…….એ રંગ ક્યારેય ન ઉતરે………..!!!
અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલદોલ નો ઉત્સવ એ અનોખો મહિમા ધરાવે છે…..સારંગપુર…ગઢડા…વડતાલ…જેતલપુર….નો ઇતિહાસ અદભૂત છે……..કાશ…એક ટાઈમ મશીન હોત અને આપણે ભૂતકાળ ની સફર કરી શકત…!!!!
બસ હોળી દહન ની સાથે સાથે…..આપણા પાપ…દ્રેષ…મોહ…વાસનાઓ પણ બળી જાય…..એવી શ્રીજી ને પ્રાર્થના…..
સાથે બધાને……હોળી- ફૂલદોલોત્સવ ની ખુબ ખુબ શુભકામનાઓ……..!!
રાજ
March 20, 2011 at 08:14
happy holi…