Raj Mistry's world

Me,my stories and world around….

વિશ્વ કાવ્ય દિન- World Poetry Day

Leave a comment

આમ તો ૨૧ માર્ચ નો દિવસ -યુનેસ્કો દ્વારા ” વિશ્વ કાવ્ય દિન” અર્થાત World Poetry Day તરીકે ઓળખાય છે…મેં વિચાર્યું કે..આવા શુભ અવસરે ,તમારી સાથે કંઇક તો વહેંચવું જ પડે…..!! આથી, જેનાથી પદ્ય ની ઉત્પત્તિ થાય છે અને જેના થી તેનો અંત – એવા શ્રીહરિ ના કાજે જ કંઇક કાવ્ય કે પદ્ય રચના વહેંચાય તો ઘણું સારું……!! અને આમેય , સ્વામિનારાયણ સંપ્રદાય માં કવિ -મહાકવિ ઓ ની ભરમાર હતી…પૂ. પ્રેમાનંદ સ્વામી,બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી કે સત્સંગની “મા” તરીકે ઓળખાતા મુક્તાનંદ સ્વામી હોય…..એમની રચનાઓ અદભૂત હતી અને તેના શબ્દે શબ્દમાં થી બસ એક જ સુર નીકળતો હતો….હરિ…હરિ…..!!

જીવને કેવી રીતે મોક્ષના માર્ગે લઇ જવો….કલ્યાણ કઈ રીતે કરવું…..એ બધું જ આ રચનાઓમાં સુપેરે સમજાવવા મા આવ્યું છે..તો ચાલો આપણે જોઈએ એક આવી જ રચના….પૂ. બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત…….એક પ્રાચીન ભાષામાં વર્ણિત ભક્તિ પદ….

“સહજાનંદ સહજાનંદ ,સહજાનંદ કહીએ…

દુર્લભ અતિ સુલભ પ્રાપ્ય,અલભ લાભ લઈયે….૦

વિષે વિકાર મન વીસાર,વમન ધાર રહીએ,

દુઃખ અપાર યા સંસાર,વારમેં ન વહીએ…..૦

મમતા મન ડાર મોટ,દુબધ ખોટ દહીએ,

ન લાગત શિર કાળ ચોટ,ચરણ ઓટ ગહીએ….૦

હરખ શોક કુતરક તજી,ફરક જગ ફરીએ..,

રસ બસ સુખમાં ય ગરક,નિધડક હોય રહીએ…૦

નિત્ય પ્રત્યે ચિત્ત ધાર ચરણ ,સંગત સે છૂટીએ,

વાર વાર જીહવા ઉચ્ચાર, સુખ અપાર ખટીએ…૦

વાયક વિવેક એક ટેક , સે ન લટીએ…

નટવર છબી હરત ફિરત ,નીરત સુરત ઠટીએ….૦

પૂ. બ્રહ્માનંદ સ્વામી..

તો કેવું લાગ્યું??……વળી બ્રહ્માનંદ સ્વામી નો એક છંદ , સાહિત્યમાં ખુબ જ પ્રખ્યાત છે …જુઓ…..

“યા મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હે,

વાટ પરી ડગરી ડગરી ખગરી ખગરી હગરી અગરી હે,

સીસ ભરી ગગરી પગરી પગરી ઘુઘરી ઉગરી ભુગરી હે..

બ્રહ્મમુની દ્રગરી દ્રગરી લગરી લગરી ફગરી રગરી હે……..

ઉપર ના છંદમાં , સાચું કહું તો મને પણ સમજણ નથી પડી, પણ આ એક પ્રખ્યાત અને શબ્દ-અલંકાર ની દ્રષ્ટિ એ ઉચ્ચ પદ વાળો છંદ છે……

તો, નરસૈયા થી માંડી ને , મીરાબાઈ….પ્રેમાનંદ ભટ્ટ, અખો કે કબીર …કે તુલસી…કે છેક કવિ કાલિદાસ સુધી ના મહાકવિઓ , આ પવિત્ર ભારત ભૂમિ પર થઇ ગયા…..આથી કદાચ, માનવસંસ્કૃતિ ની સાથે સાથે સંસ્કાર….ઉપનયન ,કાવ્ય કે કળા….નો ઉદય ભારતમાં જ થયો હતો એમ કહી શકાય…..

એટલે જ તો કદાચ, ભારતમાં જીવન એ એક પદ્ય જ છે…..જ્યાં “કાવ્ય” જીવાય છે…..

સાથે રહેજો….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s