Raj Mistry's world

Me,my stories and world around….

યાત્રા- હરિ માટે….

2 Comments

મનમાં ઘણા સમય થી , અમુક ઇચ્છાઓ દબાઈ ને પડી હતી….પણ એ બધી એષણા ઓ માત્ર હરિ ઇચ્છાએ જ પૂરી થાય એમ હતી….કારણ કે , એ બધું હરિ માટે જ હતું. તો છેવટે, તેની મરજી થી જ અમારો પ્રવાસ- યાત્રા ગોઠવાઈ. અમારા એક સત્સંગી અને મારો પરિવાર- બધા ગાડી લઈને, સારંગપુર જવા નીકળ્યા. પહેલા તો મેં ગુગલ પર સર્ચ કરીને , સારંગપુરનો રસ્તો શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કરો…પણ “પૂછતાં નર સદા સુખી” એ ઉક્તિ ને ન્યાય આપતા ,અમે સારંગપુર જવા રવાના થયા…..સારંગપુર લગભગ ૧૭૦-૧૮૦ કિલોમીટર કે કારમાં ૨-૩ કલાક જેટલું,અમદાવાદ થી દુર છે. અમદાવાદ – રાજકોટ હાઇવે પર, બરવાળા -ધંધુકા ના માર્ગ પર જવાનું….અને આગળ જતા, સારંગપુર નો ખાંચો પડે છે…રસ્તો આમ તો ઘણો સારો કહેવાય….!

અમે રાત્રે ૭ વાગ્યે નીકળેલા,તો રાત્રે ૧૦-૧૦.૩૦ સુધીમાં , સારંગપુર હતા. પ્રથમ નજરે જ , બેપ્સ નું ત્રણ માળનું….આરસ થી બનેલું વિશાળ મંદિર, પ્રકાશ થી ઝળહળતું હતું….પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા આથી સમગ્ર માહોલ, આકર્ષક લાગતો હતો…સંતો-હરિભક્તો ની મોડે સુધી આવન-જાવન સ્વાભાવિક જ હતી. અમને ઉતારા મળી ગયા….અને રાત્રે રસોડે જમીને સીધા જ આરામ મા ગયા…..બીજા દિવસે, સવારે વહેલા ઉઠી, પૂ.સ્વામીશ્રી ની પ્રાતઃ પૂજા નો લાભ લેવા પહોંચી ગયા. સંત નિવાસમાં, પૂ. યોગી બાપા અને પૂ. શાસ્ત્રીજી મહારાજ ની પ્રસાદી ની ઓરડી ઓ નજીક જ બેસવાનો લાભ મળ્યો….અને ખુબ નજીક થી પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન પણ થયા…….

બેપ્સ સારંગપુર મંદિર

પૂ.પ્રમુખ સ્વામી મહારાજ...

સારંગપુર નો મહિમા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ,અવિસ્મરણીય છે…..લગભગ ૧૮ જેટલા વચનામૃત , સારંગપુરમાં કહેવાયા છે…..પુષ્પોદોલોસવ….શાકોત્સવ… જેવી અનેક લીલાઓ , શ્રીજી મહારાજે અહિયા કરી છે. વળી, પૂ.ગોપાળાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષ ના હસ્તે, જગવિખ્યાત હનુમાનજી મહારાજ ની સ્થાપના પણ અહીં જ થઇ છે….જે હવે એક વિશાળ મંદિર સ્વરૂપે સાક્ષાત ઉભી છે……અને સાક્ષી છે કે , સ્વામિનારાયણ સંપ્રદાય ના પાયા છેક ભૂતલ સુધી પહોંચેલ છે…..”જીવ માત્ર નું કલ્યાણ” એ જ શ્રીજી મહારાજ અને સંતો ના સંકલ્પ અહિયા સુપેરે પુરા થાય છે….અને બેપ્સ ના સ્વામિનારાયણ મંદિર ની તો વાત જ અનેરી છે….વિશાળ જગ્યા….ગગનચુંબી મંદિર….અદભૂત મૂર્તિઓ….સંતો ના તાલીમ કેન્દ્ર….ગૌશાળા ( કે જેમાં અમુક ગાય પ્રતિ દિન ૬૦ લીટર થી વધારે દૂધ આપે છે…..!!!), ગુરુકુળ …..અદભૂત છે…..પૂ.શાસ્ત્રીજી મહારાજ નો અક્ષર-પુરુષોત્તમ નો સિધ્ધાંત ….આજે દુનિયાભરમાં ગાજે છે….એનું આ પ્રતિક છે…..

ત્યારબાદ, અમે, મારા પ્રિય સ્થળ….ગઢડા ગયા…..સારંગપુર થી બોટાદ ના રસ્તે , આ પવિત્ર સ્થળે પહોંચી શકાય છે…૩૦-૪૦ કિલોમીટર દુર..છે અને કલાક નો રસ્તો કહી શકાય…!! સ્વયમ શ્રીજી મહારાજ નું “નિવાસ-સ્થાન” કહેવાતું ગઢપુર શહેર,ઘેલા નદીના કિનારે છે….દાદા ખાચર જેવા સમર્પિત ભક્તો….ના સ્નેહને વશ થઇ,મહારાજે ,ગઢપુર ને પોતાનું સ્થાન બનાવ્યું…..પોતે પથ્થર ઉંચા કરી…ગોપીનાથજી દેવ નું મંદિર સ્થાપ્યું….અને ઘેલાના કાંઠે,જ્યાં માણકી ઘોડી ના પગ થી સ્વયમ હરીએ જેનું ખાતમુહુર્ત કર્યું હતું, એ ઘેલા નદી ના ટેકરા ઉપર , પૂ. શાસ્ત્રીજી મહારાજે….એકલા આરસ નું….નજર ચોંટી જાય…એવું વિશાળ અને અદભૂત મંદિર સ્થાપ્યું….!!!!હું તો ,મંદિર જોઈને સ્તબ્ધ થઇ ગયો….આટલી બધી ઊંચાઈ પર….ખુબ જ તંગ નાણાકીય સ્થિતિ ઓ વચ્ચે…શાસ્ત્રીજી મહારાજે…માત્ર સંકલ્પ બળે જ , આવું વિશાળ મંદિર બનાવ્યું હતું….!! અમે મનભરીને ગઢડા ની ગલીઓમાં ફર્યા….મહારાજ ની અક્ષર ઓરડી, દાદા નો દરબાર…લક્ષ્મીવાડી વિગેરે ના મનભરી ને દર્શન કર્યાં……!! ઘેલાં નદીમાં સ્નાન ની ઈચ્છા હતી પણ સમય-સ્થળ સંકોચ ને લીધે એ શક્ય ન બન્યું…..!!

ગઢડા- બેપ્સ સ્વામિનારાયણ મંદિર

ત્યારબાદ ત્યાંથી ૨૦ કિલોમીટર દુર આવેલા કારીયાણી ગયા….વસ્તા ખાચર ના દરબારમાં, મહારાજ ની અક્ષર ઓરડી ના દર્શન કર્યાં……અને કારીયાણી ના વચનામૃતો યાદ કર્યાં……ત્યાં થી ૧૦ કિલોમીટર દુર આવેલા, કુંડળ સ્વામિનારાયણ મંદિરે ગયા. કેમ્પસ ખુબ જ સારું છે….અને શ્રીજી મહારાજ ના ચરિત્રો નું વર્ણન ,અહિયા અદભૂત કરેલું છે……બાજુમાં ઉતાવળી નદી……અમર પટગર ની વાર્તા ઓ …..નજરે નિહાળી….!

અને ઘરે પરત આવ્યા નીકળ્યા………

અમારો આ ફેરો સફળ થઇ ગયો…..એક વિચાર આવ્યો કે….જો કાર-રોડ જેવી સુલભ-આરામદાયક વસ્તુઓ થી આ યાત્રા મા તકલીફ પડતી હોય તો…આજ થી બસો વર્ષ પહેલા, મહારાજ અને સંતો- ધોમધખતા તડકા, વરસાદ…ટાઢ મા ….છેક ગઢડા થી અમદાવાદ….વડતાલ….વડોદરા….ભુજ….લોંજ……..કેવી રીતે ફર્યા હશે….?????…..કલ્પના કરતાં જ મન ભરાઈ આવે છે કે અનેક જીવોના …કલ્યાણ માટે હરિનું ,વિકટ સંજોગોમાં પણ , વિચરણ ચાલુ જ રહ્યું……સંતો -ઉઘાડા પગે….ભૂખ્યા પેટે ….સત્સંગ ફેલાવવા ગામોગામ ફરતા…..!! અને એ બધા એ જે દાખડો કરેલો….એનું ફળ અત્યારે આપણે , સુખ-સગવડ રૂપે ભોગવી રહ્યા છીએ…..!!!

ભગવાન ના ચરિત્રો-લીલાઓ-પ્રસાદીઓ નું સતત ચિંતન…..સંપર્ક જ જીવ ને – અખંડ – એક હરિ સાથે જોડી રાખે છે…….આ અખંડ આનંદ માટે……સહજ-આનંદ માટે….વિચરણ ચાલુ રહેવું જ જોઈએ…..યાત્રા ચાલુ રહેવી જ જોઈએ…..

છેવટે તો હરિ જ સર્વસ્વ છે……….એ જ આધાર છે….એ જ અંતિમ ધ્યેય છે……

સાથે રહેજો……

રાજ..

 

Advertisements

2 thoughts on “યાત્રા- હરિ માટે….

  1. oh nice photograph of swamibapa taken by you. sarangpur is nothing but a akshardham.

  2. oh nice photograph of swamibapa taken by you. i see swamibapa bids jay swaminarayan to you & us(by photograph).sarangpur is nothing but a akshardham.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s