Raj Mistry's world

Me,my stories and world around….

BAPS શ્રી હરિ જયંતી સભા

Leave a comment

આ વખતે રવિવારે અમે બહાર હતા આથી, રવિસભા નો લાભ ન મળ્યો પણ ગઈકાલે, રામનવમી અને શ્રીહરિ જયંતિ નિમિત્તે , શાહીબાગ મંદિરે – વિશિષ્ટ સભા હતી. રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી ની આ સભા,ખુબ જ અગત્ય ની હતી……કારણ કે આજથી ૨૩૦ વર્ષ પહેલા , મહાધામ છપૈયા ,અયોધ્યા ખાતે, શ્રી હરિ નો જન્મ થયો હતો. અંગ્રેજી માસ પ્રમાણે જોવામાં આવે તો – એ દિવસ હતો- ૨ જી એપ્રિલ, ૧૭૮૧ નો દિવસ……વાર હતો સોમવાર….અને સમય હતો,રાત્રીના ૧૦ નો……!!! ૧૧ વર્ષની ઉમરે ગૃહત્યાગ…….લગભગ ૭૦૦૦ કિલોમીટર ની પગપાળા સફર……અને છેવટે…જેમ શ્રીકૃષ્ણ ભગવાન નું ગુજરાતમાં સ્થાયી થાવું…..એ જ રીતે…લોંજ ગામે…સ્વામિનારાયણ અર્થાત…ઉદ્ધાવ સંપ્રદાય સાથે પ્રથમ મુલાકાત…!!!!! બધું અદભૂત હતું…..!! પૂ, રામાનંદ સ્વામી ની સાથે પ્રથમ મુલાકાત અને એમની પાસે થી દીક્ષા – અને ત્યાંથી શરુ થયેલી – ગુજરાત ની અધ્યાત્મિક ઉન્નતી ની શરૂઆત..જે આજ પર્યંત ચાલુ છે.

પેલી કહેવત છે ને કે – ચરિત્રો મનુષ્યો ના કહેવા બેસીએ તો કહી શકાય…..પણ સ્વયં શ્રી હરિના ચરિત્રો અનંત છે….એમનો મહિમા…લીલાઓ….વિચરણ….અનંત છે……”હરિ અનંતા…..હરિ કથા અનંતા…….”…..અને પૂ. વલ્લભાચાર્ય દ્વારા રચિત…મધુરાષ્ટકં ની જેમ- હરિ ની પ્રત્યેક ક્રિયાઓ…પળેપળ…મધુર જ હોય છે……પણ આ કોને સમજાય..??? તો હરિ માટે – આદર્શ ભક્ત બનવું પડે અને એ ભક્ત જ….જેમ  કહેવાય છે કે …” સખી પ્રેમી જાણે વાત પ્રીત ની રે……શું જાણે બીજા એ રીત ની રે……” તો આ વાતો અનંત છે….તો સભામાં શું થયું….????

સભાની શરૂઆત પહેલા જ હું અને રીના- ઠાકોરજી ના દર્શન કરી આવ્યા……મનભરીને દર્શન કર્યાં અને મનોમન…હેપ્પી બર્થડે પણ કહી દીધું….!! સભાની શરૂઆતમાં , બેપ્સ યુવક મંડળ દ્વારા – ધૂન,પ્રાર્થના, અને કીર્તન દ્વારા સમગ્ર માહોલ ને , ભક્તિભાવ થી રંગી દીધો…..ત્યારબાદ, વિડિઓ દર્શન દ્વારા- શ્રીજી મહારાજ ની યશ ગાથા….જીવન ગાથા દર્શાવવા માં આવી…..નિલકંઠવરણી….સરજુદાસ….નારાયણમુનિ…..સહજાનંદ સ્વામી….સ્વામિનારાયણ ભગવાન …ની જીવન ગાથા – કોઈ પણ મનુષ્ય ની જીવન ગાથા…ને પ્રેરણા રૂપ થઇ શકે છે…! ત્યારબાદ , એક ટૂંકા પણ અસરકારક નાટ્ય દર્શન દ્વારા , દરબાર અભેસિંહ અને ભાવનગર નરેશ વચ્ચે નો સંવાદ રજુ થયો. એક જમાનામાં , બધા દરબારો ની જેમ…અભેસિંહ પણ, દારૂ-માંસ-વ્યભિચારમાં ડૂબેલા હતા પણ એક સ્વામિનારાયણ મંત્રે – એમની જિંદગી એટલી હદે બદલી નાખી કે- સ્વયં ભાવનગર નરેશ ને પણ- દારૂ માટે ના પાડતા અચકાયા નહી……!! તો આ છે – સ્વામિનારાયણ નામ ની તાકાત…!!

અભેસિંગ અને ભાવનગર નરેશ- વચ્ચે નો સંવાદ..નાટક દ્વારા..

પૂ.ઈશ્વર ચરણ સ્વામી અને પૂ. ડોક્ટર સ્વામી દ્વારા – પ્રસંગ ને અનુરૂપ પ્રવચન થયા….પૂ.ઈશ્વરચરણ સ્વામી એ કહ્યું કે – શ્રીજી મહારાજે જે ભીડો વેઠી ને – આ ધર્મ સ્થાપ્યો છે….નિયમો આપ્યા છે….એ જ એમનું મૂર્તિમંત સ્વરૂપ છે….એમના રાજીપા માટે જીવાય એ જ જીવન..!!

અને અંતે રાત્રીના દસ વાગ્યે – ભવ્ય આરતી થઇ…અને હરિ જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાયો…ફટાકડા ની રોશની અને અવાજ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું…….

તો  કહેવાનું શું????

આપણા શાસ્ત્રો..ની રચના……અવતારો  ના જન્મ નો હેતુ, એટલું જ દર્શાવે કે મનુષ્ય નો દેહ જે , અનેક જન્મો ના અંતે મળેલો છે…એને ક્ષુલ્લક વાતોમાં વેડફવા જેવો નથી……જેણે આપણ ને જીવન આપ્યું છે ..એ શ્રીહરિ ને આપણું જીવન – સફળ બનાવીને પરત આપવાનું છે…….હરિના ચરિત્રો નું સતત પઠન….હરિનો મહિમા સમજાવે છે….અને એ આખરે  આપણા આત્મા નું કલ્યાણ , કઈ રીતે થાય એ સમજાવે છે……!! આ હકીકત આજે સમજો તો યે…..કાલે સમજો તો યે…..કે વર્ષો પછી સમજો તો યે……સમજાશે તો જ “તરાશે….”

આખરે, આપણે પણ ભગવાન રામ ની સેવામાં રહેલી પેલી ખિસકોલી ની જેમ…શ્રીજી મહારાજ ના મહા સંકલ્પ- કે સો કરોડ મનવાર ભરાય , એટલા જીવ નું કલ્યાણ કરવું છે…..એમાં અમુક અંશે તો યોગદાન આપી જ શકીએ…..એ પણ દયાળુ શ્રીજી ના રાજીપા ને પાત્ર થાશે……

જય સ્વામિનારાયણ….

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s