Raj Mistry's world

Me,my stories and world around….

મારા પ્રયોગો- માલપુઆ…

1 Comment

આમ તો આ “તપ” છેલ્લા ૬ માસ થી ચાલતું હતું. મારા વધતા શરીર ની ચિંતા ને લઈને , રીના, મારી માલપુઆ , જમવાની ઇચ્છા પૂરી કરતી ન હતી. કહેવાય છે ,એમ – રાજહઠ,યોગીહઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ આગળ દુનિયા લાચાર છે……..હું પણ લાચાર હતો….અને સમય વીતતો ગયો….મારી ઈચ્છા પૂરી ન થઇ…..પણ આજનો દિવસ- સાંજ શુભ હતી…..કમ સે કમ મારા માટે તો ખરી જ….!!! સાંજે નવરો પડતાં, જ રીના ને મેં , માલપુઆ યાદ કરાવ્યા…પણ એ જ અપેક્ષિત જવાબ…!!!!!! આથી, હું પણ આજે જીદ પર આવી ગયો…લીધું શ્રીહરિ નું નામ……અને …મેં નેટ….રેસીપી બુક્સ નો સહારો લીધો અને ” બસ એકલો જાને રે……” એ સિદ્ધાંત ને આધારે આગળ વધવા નો નિર્ણય કર્યો…..!! ” સજ્જન અને સુજ્ઞ પુરુષો, આરંભ માં આવતા પ્રશ્નો થી…વિઘ્નો થી હતાશ થતા નથી….” એવું મેં , જ્યોતીન્દ્ર દવે ના એક પુસ્તકમાં વાંચેલું…..તો કહેવાનું એટલું કે – આપણે શરૂઆત કરી……….સારી શરૂઆત કરી….!! આમેય , મને અને અમારા પરિવારમાં બધાને રાંધતા તો આવડે જ……હું જરા એક ડગલું આગળ વધેલો છું……! અમારા લગ્ન પહેલા ની પ્રથમ મુલાકાતમાં, મેં ઉત્સાહ થી આ વાત રીના ને કહેલી….અને રીના ના મુખ પર છવાયેલી એ પ્રસન્નતા ,હજુ પણ મને યાદ છે……યાર!! આખરે એની પણ ઇચ્છાઓ હોય ને…..!!

શ્રીકૃષ્ણ ભગવાન ૬૪ કળાઓ માં , પારંગત હતા…અને પાક-કળા પણ એમાં ની એક કળા છે…..શ્રીજી મહારાજ પણ , પાક-શાસ્ત્રમાં , નિષ્ણાત હતા અને તેમના આ જ્ઞાન,ચરિત્ર નો લાભ, અનેક સંતો….ભક્તો ને સદનસીબે મળેલો……અને આજે પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ,ની રસોઈ વખણાય છે….સંતો ના હાથે બનેલી રસોઈ નો લાભ મને પણ મળેલો છે…અને એ રસોઈ માં જે મીઠાશ હતી, એ હજુ યાદ છે…..!

તો છેવટે, મેં શરૂઆત સારી કરી,અને એક પછી એક માલપુઆ , ઉતરવા લાગ્યા…..રીના ને છેલ્લે છેલ્લે ચિંતા થઇ કે,હું એના રસોડા નો કચ્ચરઘાણ વાળી નાખીશ,એટલે છેલ્લે , એ પણ મદદ માં આવી……! અને આપણું કામ થઇ ગયું……..નીચેના ફોટા જુઓ…..કંઇક કહેવું એના કરતાં જોઈ લેવું સારું…..

બે પીસ સારા છે...અને એક જરા કંઇક અલગ જ ડીઝાઈન છે...!!

તો માલપુઆ તૈયાર છે....!!

તો, ખુબ મજા આવી…..છ માસ ની ” તપશ્ચર્યા” સફળ થઇ……..!! હવે એક વાત નો તો આત્મવિશ્વાસ આવ્યો કે, જો મનમાં, કોઈ વિચાર હોય…..હૈયામાં હામ હોય ….હરિ નો સાથ હોય…..તો કોઈ કામ અટકતું નથી…….મહેનત ના ફળ -મોડા મળે છે…..પણ હમેંશા મીઠા જ હોય છે…..!

સાથે રહેજો…….સાથે રહેશો તો આવા જલસા રોજ કરવા મળશે….આખરે આ સફર જ ” સહજ-આનંદ” નો છે……..

રાજ

Advertisements

One thought on “મારા પ્રયોગો- માલપુઆ…

  1. are wah! Jordar,kharekhar tamara garethi amne to jalsa j padi gya hase kharu ne…! Amney avu gnan apta rahejo a bahane anand thai jay.chalo saras,js,avjo.ane gar baju padharo.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s