Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા.૧૭/૦૪/૨૦૧૧

Leave a comment

તો ઉનાળો, આજકાલ, જોર પકડી રહ્યો છે અને રવિવાર હમેંશ ની જેમ , ટૂંકો જ હોય છે…( કેમ????) ..આખો દિવસ ક્યાં વીતી જાય છે ,ખબર જ નથી પડતી,અને અમદાવાદ માં તો રવિવાર અને બપોર ,એટલે કે સ્વૈચ્છિક કરફ્યું…..!! તો, અમે મંદિરે ગયા ત્યારે, ગરમી તો ખુબ હતી…પણ હરિભક્તો,પણ નોંધપાત્ર સંખ્યામાં હતા….ઠાકોરજી ના દર્શન થયા..જુઓ આજના દર્શન….

હરિકૃષ્ણ...મહારાજ...!

ત્યારબાદ રવિસભા માં ગયા. પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ પ્રસંગો નું વર્ણન એક સંત દ્વારા થઇ રહ્યું હતું. આમ તો ,કોઈ પ્રસંગ નું વર્ણન કરવામાં આવે ત્યારે કઈ ખાસ નથી હોતું, પણ અહિયા ભેદ એ હતો કે , પ્રસંગ સામાન્ય હતો,પણ એને જોવાની દ્રષ્ટી ,બદલવામાં આવી રહી હતી…..શ્રીકૃષ્ણ ભગવાન ,ગોપીઓ સાથે રાસ રમ્યા….તો એ એક સામાન્ય દ્રષ્ટી એ, એ પ્રસંગ માત્ર છે….પણ આધ્યાત્મિક ભેદ…એમાં સર્જનહાર ની લીલા…દર્શાવે છે….!પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ, હરિભક્તોના પત્રો, વાંચવાનું….તેના પ્રત્યુત્તર આપવા નું અકલ્પનીય છે….!

ત્યારબાદ, પૂ.સંતો દ્વારા, પૂ.બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત એક કીર્તન ,ખુબ જ ભાવપૂર્ણ લઢણ દ્વારા ગાવામાં આવ્યું…..

 “સગપણ હરિવર નું સાચું…બીજું બધું ક્ષણ ભંગુર કાચું….”

અને  ખરેખર ,આ હકીકત છે….બીજા બધા સગપણ ને સમય ની..સંજોગ ની સાપેક્ષતા નડે છે, પણ જે સગપણ હરિ સાથે હોય તે , શાશ્વત ..અમર જ હોય છે…બીજા સગપણ, દુઃખ લાવે છે..પણ હરિ પ્રત્યે ની અઢળક….અતુટ પ્રીતિ…સુખ નો સાગર લાવે છે…

” હરિ નામનો ચૂડલો….હરિ વર નું કંકુ…..

લાગ્યું હવે મુજ ને ..જન્મોજન્મ ની સોહાગણ બંધાણી હવે…..”

આજે સભામાં, પૂ.ત્યાગવલ્લભ સ્વામી અને પૂ.ડોક્ટર સ્વામી જેવા બે-બે સદગુરુ સંતો ની હાજરી હતી, આથી શ્રોતાઓ ને, બંને સંતો ની વાણી નો લાભ મળ્યો. પૂ.ત્યાગવલ્લભ સ્વામી ,એ પોતાના પ્રવચન માં જણાવ્યું કે….પૂ, ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે – આ જીવ લાખો જન્મો થી , અનેક વિષયો ભોગવતો આવ્યો છે….અને એ વિષયો નું સુખ વાસના બની…એના જીવને ચોટેલા છે…તો આ વિષયો..દેહાસક્તિ કેવી રીતે છોડવી????એના માટે ભગવાનમાં , માહાત્મ્ય સહિતે અઢળક પ્રીતિ…..અખંડ સ્મરણ…ચરિત્રો નું પઠન….જરૂરી છે….ગઢડા અંત્ય ના ૩૮ માં વચનામૃતમાં ,સ્વયં શ્રીહરિ એ આ વિષે વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે….

પૂ.ત્યાગવલ્લભ સ્વામી..

ત્યારબાદ પૂ.ડોક્ટર સ્વામીએ , પોતાના તેજ ઝરતી વાણીમાં સમજાવ્યું કે ,મનુષ્ય ચાહે લાખ પ્રગતિ કરે….વિકાસ કરે પણ જો એની જીંદગીમાં ,અધ્યાત્મિક વિકાસ ન હોય તો સરવાળે બધું જ શૂન્ય છે….પૂ.યોગીબાપા કે પૂ.પ્રમુખ સ્વામી મહારાજ..બહુ ભણેલા નથી..પણ એ અધ્યાત્મ ના સર્વોચ્ચ સાર સુધી પહોંચેલા છે…ભગવાન ,એ સર્વ શૂન્ય આગળ નો એકડો છે…એ સત્ય યાદ રાખવાની જરૂર છે….!!

ત્યારબાદ, એક અવિસ્મરણીય સત્ય ની જાહેરાત કરવામાં આવી….એવા હરિભક્તો વિષે જણાવવામાં આવ્યું કે ..કોઈ સ્વાર્થ વગર છેલ્લા ૨૦-૨૫ વર્ષ થી એક પણ દિવસ ચુક્યા વગર….કોઈ ઋતુ માં અટક્યા વગર….રોજ સવારે ૨-૩ વાગ્યે ઉઠી….સવારે ૪ વાગ્યે મંદિરે પહોંચી…ઠાકોરજી માટે ફૂલના હાર ગૂંથવાની સેવા કરે છે……એવા એક નહી પણ ૧૦-૧૫હરિભક્તોનું જાહેર સન્માન કરવામાં આવ્યું……!!! એમની ભક્તિ ,ખરેખર….પ્રણામ ને પાત્ર છે…..એમાં ,એક હરિભક્ત તો ૮૦ વર્ષના છે અને રોજ સવારે…૬-૭ કિલોમીટર ચાલી ને મંદિર જવાનું એમને હજુ પણ રાખ્યું છે….!!!

…….શું કહું???? આમ ની આગળ તો , આપણી સેવા તો નગણ્ય પણ ન કહેવાય એવી છે……. !!! ભક્તિ ની કોઈ સીમા નથી હોતી…..એ સાબિત થયું છે…અંતે એક હરિભક્ત નું પણ સન્માન કરવામાં આવ્યું….જે જૈન હોવા છતાં, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી ના સંપર્કમાં આવ્યા ,અને શરુ થઇ એમની, ઉપવાસ યાત્રા…..!! આજે પણ એ, છેલ્લા ૪ વર્ષ થી ધારણા-પારણા ( એક દિવસ ઉપવાસ અને એક દિવસ જમવાનું) નું વ્રત કરી રહ્યા છે….અને એ પણ એમની રોજીંદી ક્રિયાઓ…નોકરી ધંધા ચાલુ રાખીને…!!!

તો સફર અનંત છે…..હરિભક્તો અનંત છે…..ભક્તિ અનંત છે…..અને હરિકથા પણ અનંત છે……..!

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s