Raj Mistry's world

Me,my stories and world around….

સગપણ તમ સાથે…..

Leave a comment

આજકાલ , એક સવાલ બહુ જ ચર્ચાય છે પણ જવાબ….જે કઈ પણ મળે છે ,એ એટલો બધો સંતોષકારક નથી હોતો….! સવાલ છે….સંબંધ કે સગપણ એટલે શું??…..જવાબ ભિન્ન ભિન્ન હોઈ શકે છે…અમુક એને…કોન્ટ્રાક્ટ કહે છે….અમુક એને ઇન્સ્યોરન્સ કહે છે…અમુક એને સ્વાર્થ તો અમુક એને…સમજણ પણ કહે છે….! તો સાચી વ્યાખ્યા કઈ??? હું નથી જાણતો….અને કદાચ સમજી શકું છું પણ વ્યક્ત કરી શકતો નથી…! જે હોય તે…પણ આજકાલ ના સંબંધો, વ્યક્તિ અને એના પડછાયા જેવા છે…જ્યાં સુધી સુરજ તપે છે….પ્રકાશ છે…ત્યાં સુધી પડછાયો છે..અને પછી????

આથી કહેવાનું એટલું કે…સગપણ એક જ સાચું…એ પણ હરિવર સાથે નું જ….! આ સંબંધ એવો છે કે , જેમાં તમે જીતો અથવા હારો…..પણ છેવટે તો જીત તમારી જ છે….આનંદ અનંત છે….અને સંબંધ અતુટ..નિશ્વાર્થ….અને તારક છે…!!

જયારે , ભુજ માં ભણેલા…વિદ્વાન કવિ લાડુંદાન ગઢવી , શ્રી સહજાનંદ સ્વામી, ભગવાન છે કે નહી, તેના પારખા કરવા ગયા અને પોતાનો “ગરાસ”..અર્થાત “સંસાર” હારી ગયા અને , શ્રીહરિ ના હાથે જ દીક્ષા સ્વીકારી, શ્રીરંગદાસ તરીકે પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી , સેવામાં રહી ગયા…..!! આ સમાચાર એમના પિતા , શંભુદાન ને મળતા, એ પોતાના પુત્ર ને પાછો લેવા , હરિ પાસે આવ્યા અને શ્રીજી એ , લાડુંદાન ઉર્ફે શ્રીરંગ દાસ ને આજ્ઞા કરી કે સંસારમાં પાછા જાઓ….પણ શ્રીરંગદાસ ,બધા સગપણો છોડી ચુક્યા હતા અને ….આજ્ઞા સાંભળી, આંખોમાં થી બોર બોર જેવડા આંસુ વહેવા લાગ્યા…..મૂર્છા આવી ગઈ…..અને શ્રીહરિ ની લીલા ને ન ઓળખી શક્યા……પણ ” શ્યામ” રંગ જેને લાગ્યો….એને બીજો કોઈ રંગ લાગે..???? કવિરાજ જેવા ભાનમાં આવ્યા કે તરત જ શ્રીજી ની સમું જોઈ ને ગાવા લાગ્યા……..

વ્હાલા લાગો છો વિશ્વ આધાર રે..કે સગપણ તમ સાથે….

મેં તો સર્વે મેલ્યો સંસાર રે ..કે સગપણ તમ સાથે..૦

મેં તો દેહ ધર્યો તમ કાજ રે …સગપણ તમ સાથે…..

તમને જોઈ મોઈ ,વ્રજ નાર રે…..સગપણ તમ સાથે..૦

હું તો હેતે વેચાણી તમ હાથ રે…સગપણ તમ સાથે..

છો બ્રહ્માનંદ ના નાથ રે…..કે સગપણ તમ સાથે૦

તો આ થઇ બ્રહ્માનંદ સ્વામી ની વાત….!! પણ સ્વામિનારાયણ સંપ્રદાય ના ઇતિહાસ માં , દરેક પાના પર આવા તો સેકંડો કિસ્સા છે…કે જેમાં એક હરિ માટે…હરિ આજ્ઞા માટે….શ્રીજી ના હેત માટે…રાતોરાત સંસાર છોડનારા ના ચરિત્રો પડ્યા છે……!! સામાન્ય મનુષ્ય માટે….એના મન માં જરૂર સવાલ થાય કે – ” એવું તે શું છે , એક હરિ સંબંધમાં , કે એના માટે બીજા બધા દુન્યવી સંબંધો શૂન્ય થઇ જાય છે……????” આનો જવાબ કદાચ મીરાબાઈ….કદાચ નરસૈયો…..કે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય ના એ સંતો કે હરિભક્તો જ આપી શકે….!! પૂ. ડોંગરેજી મહારાજ જયારે ભાગવત કથા કરતાં ત્યારે, એમની આંખો માં થી જે અશ્રુ ઓ ની ધારા વહેતી….એ મેં જોયેલી છે…..!! અને કદાચ, આ એક જ અશ્રુ એવા છે..જે શાશ્વત આનંદ ને કારણે વહે છે…….જેમાં હેત..ખુશી ભારોભાર સમાયેલી હોય છે….!! આથી હરિ ની માયા..કે જેને લાગી…એ બસ ડૂબી ને પણ તરી જાય છે…!

                                     ઘણીવાર, ઘણા લોકો ,મારા તિલક-ચાંદલા વિષે પૂછે છે…અને હું હસતા હસતા જવાબ આપું છું કે કુમકુમ નો આ ચાંદલો દર્શાવે છે કે અમે ” ન-ધણીયાતા” નથી…..અમારા સુખ દુઃખ ની ચિંતા કરવા વાળો અમારો “ધણી” બેઠો છે….એની આ નિશાની છે….!! એણે, અમારા દોષો જોયા વગર જ અમને સ્વીકાર્યા છે…….એ જ મોટી વાત છે…….અને.. આ અમર ધણી , ની સાથે નું સગપણ જ સાચું સગપણ છે……જેમાં ,કંઇ ખોવા નું ..કશું નથી….બસ જે વકરો થાય છે ..એ નફો જ છે…!!

તો,થોડાક સ્વાર્થી બનો…..અને હમેંશા “ટકાઉ” સગપણ પર જ વિશ્વાસ કરો…….

જય સ્વામિનારાયણ….

રાજ


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s