Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા-૦૧/૦૫/૨૦૧૧

Leave a comment

તો ઉનાળો બા -કાયદા એના રંગમાં છે અને અમદાવાદીઓ ને કરફ્યું માં રહ્યા સિવાય કોઈ ઓપ્શન નથી. આજે ૧ લી મે….અર્થાત,ગુજરાત ની રચના ના ૫૦ વર્ષ પુરા થયા..અને સ્વર્ણિમ ઉજવણી નો છેલ્લો દિવસ હતો. મોદી-ફાઈડ પ્લાન્નીંગ થી ,ઉજવણીમાં રંગ રહ્યો….આખું વર્ષ જાણે કે , ગુજરાત ની સ્મૃતિ..વિકાસ ની ગાથા ગાવામાં ગયું હોય એમ લાગ્યું.

હું અને રીના મંદિરે ગયા ત્યારે ,એ માર્ગ પર થી નરેન્દ્ર ભાઈ નો કાફલો પસાર થવાનો હતો આથી, અમારે ગાડી , સામેના પાર્કિંગમાં પાર્ક કરી સભામાં જવું પડ્યું. ભીડ તો હમેંશ ની જેસારી એવી હતી. ઠાકોરજી ના દર્શન કરી ફટાફટ સ ભામાં ગોઠવાઈ ગયા….આજે સારા સમાચાર એ હતા કે, પૂ.વિવેકસાગર સ્વામી જેવા વિદ્વાન અને વક્તા સદગુરુ સંત સભામાં હતા.

પૂ.વિવેક સાગર સ્વામી

સભાની શરૂઆત ,હમેંશ ની જેમ કીર્તન થી થઇ. અને એ પણ પૂ.પ્રેમવદન સ્વામી ના અત્યંત સુરીલા અવાજમાં…..પ્રેમવદન સ્વામી નો સુર એટલો બધો ચોખ્ખો …સ્પષ્ટ …છે કે , એમના કીર્તન ને તમે “જોઈ” શકો…આંખો બંધ કરો તો સામે જ શ્રીજી ની મૂર્તિ ઉભરી આવે….! માંવદાન જેવા ભક્ત રચિત રચના…” શ્રીજી અને સહુ સંતો રે…કરજો મારી સહાય……” પ્રેમવદન સ્વામી ના કંઠે ,સમગ્ર સભાને સ્થિર કરી ગઈ….!આજે જ મે ડિસ્કવરી ચેનલ પર એક ડોક્યુમેન્ટરી જોઈ,કે એમાં અમુક વૈજ્ઞાનિકો  અવાજ ના સ્વરૂપ..આકાર નક્કી કરવા કાર્ય કરી રહ્યા છે….તો આ રચના નું સ્વરૂપ શું હશે????  ત્યાર બાદ પૂ.યોગીનંદન સ્વામી એ ,પૂ.પ્રમુખ સ્વામી ના ચરિત્ર નું પઠન “પ્રસંગમ” માં થી કર્યું…!

ત્યારબાદ , પૂ.વિવેકસાગર સ્વામી એ પ્રસંગોચિત પ્રવચન કર્યું….ગઢડા પ્રથમ નું એકડાનું વચનામૃત અર્થાત પહેલું વચનામૃત ” અખંડ વૃતિ” પર શ્રીહરિ દ્વારા કહેવાયેલ છે. જેમ એકડા વગર ના શૂન્ય નકામા છે ,તેમ જે કોઈ કાર્ય હોય,એમાં જો ભગવાન ની સ્મૃતિ કે વૃતિ ન હોય તો એ નકામું છે….તમે જયારે કીર્તન કરો છો કે ભજન કરો છો ત્યારે..જો એમ હરિ ની વૃતિ ન હોય..તો એ એક સુર થી વધારે કઈ ન કહેવાય..!નરસૈયો કે મીરાબાઈ,જ્યારે, ભજન કરતાં ત્યારે સ્વયં ભગવાન એણે સાંભળી ને દોડી આવતા…અને નરસૈયો તો ભગવાન ના રાસમાં , એટલો બધો તલ્લીન થઇ ગયો હતો કે ,એનો હાથ , અર્ધો બળી ગયો છતાં એણે ખબર ન પડી…!!! કહેવાનું એટલું છે કે , જ્યારે પણ ,તમે ભગવાન નું નામ લો છો ત્યારે , તેમાં એક હરિ સિવાય બીજું કશું ન હોવું જોઈએ….! એમાં એક લય સધાય…ચિત્ત એક થાય ….ત્યારે જીવ-શિવ એક થાય છે….!

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ,પણ એકાંતિક ભક્તો ની ખોટ ન હતી…પર્વતભાઈ…શિવલાલ શેઠ..અમરો પટગર…સંતો….જીવુબા…લાડુબા….લીસ્ટ અનંત છે…..ભગતજી મહારાજ પણ એનું જીવંત ઉદાહરણ હતા…..એ એમની બધી વૃતિઓ હરિમાં જોડીને માળા કરતાં…!યોગીજી મહારાજ તો શ્રીહરિ ની અખંડ વૃતિ નું એક જીવતું જાગતું ઉદાહરણ હતા……હરપળ સ્વામિનારાયણ…..સ્વામિનારાયણ……!!!! હરિની અખંડ સ્મૃતિ રાખવી…એનો એ મતલબ નહી કે બાકીના કોઈ કર્મ કરવા જ નહી…! કહેવાનું એટલું છે કે , હરો…ફરો….કર્મ કરો….પણ હરિ ને સાથે રાખીને…!

હરિ ને સાથે રાખીએ તો ..કર્મ નો ..સંસાર નો ભાર ન લાગે…..સફર આસાન લાગે…..અને સ્થિતપ્રજ્ઞ બનાય…!

પૂ. વિવેકસાગર સ્વામીની પ્રવચન ની શૈલી રસાળ છે…શ્રોતાઓ ને પકડી રાખે છે અને એમનું જ્ઞાન..અસ્ખલિત વાણી,તમે કલાકો સાંભળો છતાં કંટાળો ન આવે…!

સભાને અંતે જાહેરાત થઇ કે…..

  • ૬ મે ,એ ઠાકોરજી ને ચંદન ના વાઘા થી શણગારવામાં આવશે…..
  • ૧૦ મે, એ શાહીબાગ મંદિર નો પાટોત્સવ છે…આથી પૂ. મહંત સ્વામી કે જે અત્યારે મુંબઈ વિચરણમાં છે..એ અમદાવાદ ને આંગણે હશે..અને એમની નિશ્રામાં પાટોત્સવ ઉજવાશે…!

અંતે , સભા પૂરી થઇ ત્યારે , હજુ પણ પૂ.સંતો ના અવાજમાં ગવાયેલા કીર્તન ગુંજતા હતા……

“હરિ વિના હિતકારી બીજું..તારું કોઈ નથી રે…..” …..

સત્ય વચન….એકદમ સત્ય..કે જેને આપણે સ્વીકારી શકતા નથી…! પણ હરિ ચરણ માં જે સુખ છે….એ દુનિયાની સમગ્ર દૌલત ગુમાવી ને પણ આવતું નથી….!

બસ સાથે રહેજો…..હરિ ને સાથે રાખજો……હરપળ…હમેંશા….!

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s