Raj Mistry's world

Me,my stories and world around….

નવા જૂની….

Leave a comment

ઘણું બધું નવું….અને એટલું જ જુનું….!!! તો જીવનસફરમાં હવે શું છે?????

  • વેકેશન પડી ગયું છે….રીના ને નથી પડ્યું….અને અમારે તો ક્યારેય આશા નહિ રાખવાની…!! પણ પોતાના માટે સમય “ચોરી” લેવો છે અને એવી જગ્યા એ જવું છે ,કે જ્યાં ભીડ ન હોય…મોબાઈલ-નેટ નો ત્રાસ ન હોય….બસ પોતાના માટે પુરેપુરો સમય હોય…
  • ઓસામા મરી ગયો………..તો એમાં આપણે શું?…પાકિસ્તાન શું કરશે???? બધા આતંકવાદી , રાતોરાત સુધરી જવાના કે અમેરિકા ..નવા ઓસામા બનાવવા નું બંધ કરશે????? શક્ય જ નથી….
  • બ્લોકમાં , “પાંચ વર્ષીય” યોજના થી કામ કાજ ચાલે છે…..બિલ્ડર , ચણતરમાં માત્ર રેતી છોડી ને ભાગી ગયો….હવે અમે એમાં સિમેન્ટ ભરીએ છીએ…!! છે ને મજાની વાત…!
  • ગરમી પડે છે પણ ભેજ મિશ્રિત…..અને કેરીઓ??? એ વળી શું છે???? કેરી વિહીન – ઉનાળો …..હરી કોઈ ને ન બતાવે…..!
  • એસી રાત દિવસ ચાલે છે……લાઈટ બિલ આવશે એટલે  ખબર પડશે….!! પણ એ બિલ પણ એસી ની ઠંડી હવા ખાતા ખાતા જ વાંચવામાં આવશે……એ પાક્કું!!!!
  • આજુબાજુ ના ફ્લેટ બંધ થવા લાગ્યા છે….કારણ?? વેકેશન….! બધી સ્ત્રીઓ પોતાના પિયર જવાની….પુરુષો નોકરીએ જવાના….તો બપોરે તો સમગ્ર બ્લોક ખાલીખમ થઇ જવાનો…!
  • સવારે ચાલવા જવાનું ..ચાલુ જ  છે…..એની અસર હવે દેખાઈ રહી છે…..પણ એને જાળવવી ..કેમ???? એ મોટો યક્ષ પ્રશ્ન છે….

તો  જલસા કરો…….બીજું શું????

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s