Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૧૫/૦૫/૨૦૧૧

2 Comments

રવિવાર…..!! રવિવાર…..!!! એ મસ્ત……! ….સવારે ૮-૯ વાગ્યે પથારીમાં થી આળસ ખંખેરતા ઉઠવાનું…..છાપું પકડી ને બેસી રહેવાનું…..અને રીના બુમો પાડે એટલે બાથરૂમમાં ઘૂસવાનું…..!!!! ન્હાઈ-ધોઈ -પૂજા કરી તૈયાર થઇ એટલે..નાસ્તો તૈયાર હોય……! ટૂંકમાં, રવિવાર એટલે આળસ નો દિવસ…પણ બધા રવિવાર સરખા નથી હોતા- એ હકીકત છે. બધા રવિવારોમાં એક સામ્યતા હોય તો એ છે…..રવિસભા. … અને શ્રીહરિ સાથે , નું જોડાણ ” રિચાર્જ” થઇ જાય છે…….જીવન શા માટે છે….એ પુનઃ સમજાઈ જાય છે……!

બપોરે- સાંજે( આમેય ઉનાળામાં સાંજ નો સાડા પાંચ નો સમય બપોર જેવો જ હોય છે) અમે બંને, મંદિરે પહોંચી ગયા. દર્શન કર્યાં……આજકાલ નિયમ મુજબ , હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ને ચંદન ના વાઘા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે, હું અને રીના, કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગયા હતા. એ મારું પ્રિય મંદિર છે……કારણ કે મહારાજે પોતાના હાથો થી આ મંદિર બનાવ્યું હતું….અને સંપ્રદાય નું એ સર્વપ્રથમ મંદિર હતું. રંગ મહોલ ની શોભા તો અતિ મોહક જ હોય છે…… તો જુઓ આજ ના દર્શન……

હરિ.....હરિ......એક તું જ સર્વસ્વ...

ચંદન ના વાઘા- હરિકૃષ્ણ મહારાજ!

સભા ની શરૂઆત, કીર્તન થી જ થઇ. પૂ. વિશ્વરૂપ સ્વામી ના અવાજમાં , કીર્તન સમગ્ર હોલ માં છવાઈ ગયા.  ત્યારબાદ , સંતો દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ વિષે પ્રવચન થયા. ” કઈ રીતે ભગવાન ને, અખંડ ધારવા”- એ કોઈ ને જાણવું હોય તો, પૂ. સ્વામીશ્રી ની જીવન યાત્રા જોઈ લેવી……………………………….

“એક પળ ન વિસારું રે હો હરિ……..હૈયા માં હરપળ ધરી રાખું રે હો હરિ”

આજે , સભા ને પ.પૂ. યજ્ઞ પ્રિય સ્વામી ના પ્રવચન નો લાભ મળ્યો.  યજ્ઞપ્રિય સ્વામી, ની પધરામણી મારા ઘરે થઇ ચુકી છે….એ એક સમર્થ,વિદ્વાન સંત છે અને બેપ્સ માં , એમનું સ્થાન એક અગત્ય નું રહ્યું છે. એમના પ્રવચન નો વિષય હતો…”ભાગ્ય જાગ્યા આજ……” અને વિષય આધારિત હતો- શ્રીજી નું સર્વોપરીપણું……..વચનામૃત ના ગઢડા અંત્ય ના ૨૬ અને ૩૮ પ્રમાણે- મહારાજે સ્વયં પોતાના પુરુષોત્તમ સ્વરૂપ નો પરિચય કરાવડાવ્યો છે….અને સંતો દ્વારા પોતે પ્રગટ છે, એમ દર્શાવ્યું છે.  એમણે એમ કહ્યું કે ” ભગવદ ભક્ત મોટા સાધુ, તે સંગાથે પોતાના જીવ ને જડી દેવો…..”!!! ઉપાસના જેવું હરિ ભજન નું માધ્યમ  કંઇ જ નથી…….( ગઢડા પ્ર.૫૬).

  • હરિ સાથે- નું ગઢ બંધન…તાદાત્મ્ય માત્ર ઉપાસના થી જ સંભવ છે…..અને
  • ભક્તિ હમેંશા “પતિવ્રતા” ની જેમ જ કરવી…..જેમ પતિવ્રતા નારી માટે પોતાનો પતિ જ સર્વસ્વ…..એના જેવું બીજું કોઈ નહી….એમ જ વિચારી આગળ વધવું……મહિમા સહીતની  ભક્તિ જ – ભક્ત ને એકાગ્ર બનાવે છે….અને અંત સમયે, હરિ તેને તેડવા જરૂર આવે છે…..
  • શ્રીહરિ નું સર્વોપરી-પણું ત્રણ લક્ષણ થી દેખાય છે—–  ૧) લાખો જીવોને , પોતાના એક ઈશારા માત્ર થી નાડી-પ્રાણ ખેંચી સમાધી કરાવવી…૨) પોતાના ઐશ્વર્ય થી લાખો મનુષ્ય ને છેટે બેઠા પણ ચુસ્ત નિયમ ધર્મ ના બંધન માં સહજ રાખવા……૩) પોતાના ઐશ્વર્ય થી, હજારો વિદ્વાન, સિદ્ધ સંતો, ને નિયમબદ્ધ રાખી-ધર્મ ફેલાવવો…….! આ બધા લક્ષણ સહજાનંદ સ્વામીમાં દેખાય છે…..ઇતિહાસ સાક્ષી છે….
  • જે લોકો એ સ્વામિનારાયણ સંપ્રદાય નો અભ્યાસ કર્યો છે….ઇતિહાસ જાણે છે…એ ઉપર ના મુદ્દા ઓ ને સત્ય જાણે છે……આથી શ્રીહરિ ના સર્વોપરી સ્વરૂપ ની નિષ્ઠા વિષે લેશ માત્ર સંશય ન થવો જોઈએ……
  • આજે હજારો-લાખો મનુષ્યો- નિયમ બદ્ધ તરીકે જીવે છે……મંદિરો સમગ્ર દુનિયામાં બનતા જ જાય છે……એ આ વાત નો પુરાવો છે….
  • જે સાચો સત્સંગી હોય- તે ગમે તેટલા વિઘ્નો આવે….દેશકાળ ખરાબ આવે…..પણ પોતાના ઇષ્ટદેવ પર નો વિશ્વાસ ગુમાવતા નથી……એક હરિ નો આશરો જ સાચો……બાકી ભલે બીજું બધું સોનું હોય….તો પણ ધૂળ સમાન જ છે…..

અંતે , વીડીઓ દર્શન દ્વારા – ” હમ તો એક સહજાનંદ ….સહજાનંદ ભાવે……” સાર્થક રીતે દર્શાવવામાં આવ્યું……ખીમજી સુથાર કે જેણે , તાંત્રિકો ના અગડમ બગડમ ને , હરિનામ થી હરાવી દીધું….એ પ્રસંગ ને દર્શાવવામાં આવ્યો. એક જમાનામાં ,ભક્તો પોતાના પ્રાણ ત્યાગી દેતા પણ હરિ ના આપેલા નિયમો, વિશ્વાસ છોડતા ન હતા….એના હજારો ઉદાહરણો શાસ્ત્રબદ્ધ છે…..

અમદાવાદ મંદિર એની સ્થાપના ના પચાસ વર્ષ ઉજવી રહ્યું છે, આથી હરિભક્તો ને પદયાત્રા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ૧૭/૦૫/૨૦૧૧ ના રોજ પૂનમ છે આથી, હરિભક્તો( અમદાવાદ ૧ ભાગ- નરોડા, ઓઢવ,બાપુનગર વિસ્તારના), એ દિવસે પદયાત્રા કરીને શાહીબાગ મંદિરે જાશે. મારી પણ ઈચ્છા છે……જોઈએ….મન કેટલું સાથ આપે છે…!

આજની સભા- હરિ માટે ની સભા હતી…..સર્વોપરી પણું – સમજાય એની કથા હતી……પોતાને મળ્યા છે…એ સર્વોપરી જ મળ્યા છે….મહારાજ-સ્વામી કે પ્રમુખ સ્વામી – એ હરિ ભક્તો માટે સર્વોપરી જ છે……! મહિમા સમજાશે….મન જોડાશે….તો જ અક્ષરધામ જવાશે…..!

श्रीपतिम  श्रीधरम सर्व्देवेश्वरम ,भक्ति धर्मात्मजम वासुदेवं हरि..

माधवं  केशवं कामदं कारणं ,श्री स्वामिनारयानाम नीलकंठं भजे…

તો  બસ સાથે રહો……એક હરિ સમજાશે તો બીજું કઈ સમજવાનું બાકી નહી રહે…….એની ગેરંટી…!

જય  સ્વામિનારાયણ

રાજ

Advertisements

2 thoughts on “BAPS રવિસભા- તા ૧૫/૦૫/૨૦૧૧

  1. ખૂબ સરસ…

  2. thank you for giving summary of ravi sabha because i miss this sabha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s