Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૨૨/૦૫/૨૦૧૧

2 Comments

એ જ રૂટીન દિવસ…..એ જ રવિવાર…!! પણ આજ નો રવિવાર ત્રિભેટે ઉભેલો રવિવાર હતો……એ પણ વાતાવરણ ની દ્રષ્ટિએ…! ગરમી+વાવાઝોડું+ ભેજ વાળું વાતાવરણ+ સવારે વરસાદી અમી છાંટણા..! લાગે છે કે , ભવિષ્યમાં , ભારતમાં પણ યુરોપ જેવું થવાનું….ગમે ત્યારે વરસાદ પડે…કે ગમે ત્યારે સખત ગરમી……..!!!

જે હોય તે….આપણી રવિસભા છેલ્લા ૬૦ વર્ષ થી ચાલતી આવી છે અને એ ચાલુ જ રહેશે….કારણ કે આ ” સત્સંગ ધૂન્ય” છે જે અવિરત રહેવાની અને વહેવા ની   જ…! ઠાકોરજી ના દર્શન કર્યાં અને સભાગૃહ માં ગોઠવાઈ ગયા.

આજ ના દર્શન..

કીર્તન આરાધના થી શરૂઆત થઇ. “શોભે શ્રી ઘનશ્યામ” માં જેણે સ્વર આપ્યો છે, તે ગોંડલ કિશોર મંડળ ના યોગેશ આદેશરા ના સ્વરે નવું કીર્તન સંભાળવા મળ્યું……!

“મુને વ્હાલા છો પ્રાણ થી નાથ..હો સુંદર સાવરિયા…..

તમ વિના જીવવું હરામ …હો સુંદર સાવરિયા…”

પૂ. પ્રેમાનંદ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા રચિત આ કીર્તન …એ પણ યોગેશ ના મીસરી જેવા સ્વરમાં સમગ્ર સભા ને ડોલાવી ગયું. ત્યારબાદ પૂ.વિવેક્મુની સ્વામી દ્વારા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૮માં મુંબઈ વિચરણ દરમ્યાન નોંધેલા પ્રસંગો વિષે વિવરણ અને વિસ્તરણ થયું……

                             સ્વયં શ્રીહરિ એ વચનામૃત માં કહ્યું છે કે – “જીવ ને વળગેલા વિષયો સહેલાઈ થી છુટતા નથી, પણ એ છૂટી શકે છે કે જયારે જીવ સતત ,ભગવાન અને એમના સંપર્ક રહેલા જીવ/સંતો, ભગવાન ની લીલાઓ ની સતત સ્મૃતિ રાખે.…”…..એક પ્રસંગ માં ( પૂ. યોગીચરણ સ્વામી દ્વારા વર્ણવેલો) ઉલ્લેખ થયો કે….પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ને સુંદરપુરામાં પ્રથમ વાર  હાર્ટ એટેક આવેલો….કોઈ ડોક્ટર ત્યાં હતા  નહી…અને વૈદ દ્વારા અફીણ નો દવા તરીકે ઉપયોગ  કરવા વિનંતી થયેલી…..પણ પૂ.સ્વામી એ , જીવ સાટે પણ નિયમ ધર્મ માં સહેજ પણ છૂટ નહોતી લીધેલી….અને સતત ૫ કલાક સુધી, મહારાજ ની દયા થી, મોત સામે ઝઝૂમ્યા હતા…!…વિચારવા જેવું છે….જો આપણે આ પરિસ્થિતિમાં હોઈ એ તો પહેલા જીવન નું વિચારીએ અને પછી નિયમ-ધર્મ નું….!

       ત્યારબાદ, આજે સભામાં , એક વિશિષ્ટ મહેમાન હાજર હતા. પ.ભ. શ્રી સતીશ પટેલ , કે IAS અધિકારી છે અને આરોગ્યખાતા માં ફરજ બજાવે છે…એ આજે મંદિર ને આંગણે  હતા.એમના પ્રવચન નો  હેતુ હતો- સરકારી ઉચ્ચ હોદ્દા ઓ માટે લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( UPSC  દ્વારા લેવાતી IAS,IPS,IFS જેવી પોસ્ટ માટે ની પરીક્ષાઓ) માટે ગુજરાતીઓ માં જાગૃતિ લાવવી……સતત એક કલાક સુધી , એમનું રસપ્રદ પ્રવચન ચાલતું રહ્યું……

  • આ બધી પોસ્ટ નું શું મહત્વ છે??
  • તેની તૈયારી કઈ રીતે કરવી?
  • શું ધ્યાન રાખવું?…..

વગેરે પર વિસ્તૃત ચર્ચા થઇ. ચર્ચા ને અંતે લાગ્યું કે – હું “ટ્રેન” ચુકી ગયો છું…….જે સમયે મારી ઉંમર , હતી એ વખતે આવું કોઈ માર્ગ દર્શન ન હતું….અને આજે માહિતી મળી તો….ઉંમર વીતી ગઈ છે….! કશો વાંધો નહી, પણ આવનારી પેઢીઓ- આવી પરીક્ષાઓ , તકો નો લાભ ઉઠાવે એ માટે હું પ્રયત્નો જરૂર કરીશ. ગુજરાતીઓ એ હવે ડોક્ટર,એન્જીનીઅર કે ધંધા ના વિચારો આગળ પણ વિચારવા ની જરૂર છે…….!

તો  આજ ની સભા “માહિતી સભા ” હતી. પૂ. અક્ષર વત્સલ સ્વામી એ કહ્યું કે , ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ નું ભારત-૨૦૨૦ નું સ્વપ્ન પૂરું કરવા…

  • પુણ્ય નાગરિકો
  • પુણ્ય અધિકારીઓ
  • પુણ્ય નેતાઓ

ની જરૂર છે…..એ માટે સત્સંગીઓ એ આગળ આવવું પડશે….સજ્જન માણસો ની ખુબ જ જરૂર છે કે જે સિસ્ટમ નો ભાગ બની શકે…..!

સમગ્ર સભા , આજે મૂડ માં હતી…..અને એ માહોલ વચ્ચે એક બીજી ખુશ કરે એવી જાહેરાત થઇ કે…..

  • આવતા રવિવારે પૂ.યોગીજી મહારાજ નો ૧૧૮ મો પ્રાગટ્ય ઉત્સવ છે….એમના પુણ્ય હાથો થી જ શાહીબાગ મંદિર ની સ્થાપના થઇ હતી. આથી ૨૫ મે થી ૫ દિવસ સુધી, પૂ. યોગી ચરિત્ર વ્યાખ્યાન નું પઠન વિદ્વાન સંતો દ્વારા થવાનું છે…( સવારે ૮ થી ૯)
  • આ સાથે આવતા રવિવારે – કીર્તન આરાધના નો પ્રોગ્રામ છે જે સવાર ની વિશિષ્ટ સભામાં જ થાશે અને સાંજે રવિસભામાં ” ધોરણ ૧૨ પછી શું?”  એનું કારકિર્દી માર્ગદર્શન હેઠળ -નિષ્ણાતો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થી દર્શાવવામાં આવશે……

તો, આજે ઘણી બધી માહિતી મળી……રવિસભા એ જ્ઞાન સભા નો જ એક ભાગ છે એ ફરીથી સાબિત થયું…..!

સાથે રહેજો…..

જય સ્વામિનારાયણ…

રાજ

Advertisements

2 thoughts on “BAPS રવિસભા- તા ૨૨/૦૫/૨૦૧૧

  1. Rajbhai Surat Swamibapa na Darshan mate avo avta rvivare P.Pujya Swamishree Ni Hajri ma “YOGI JAYNTI” ujavvani 6e….

  2. i think, i see you in sabha. i don’t known you but i see your photo on blog. may you wear black t-shirt?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s