Raj Mistry's world

Me,my stories and world around….

વચન..

1 Comment

જીવન શું છે?…..કોઈ ફિલસૂફે સાચું જ કહ્યું છે કે ” જીવન એટલે સંજોગો નો સરવાળો”…..તમે ડગલે અને પગલે આ હકીકત અનુભવતા હશો જ. મનુષ્ય માત્ર કે સજીવ માત્ર, સંજોગો ના આધારે જીવે છે અને આ સંજોગો….હમેંશા અનિશ્ચિત હોય છે. આપણે વિચારીએ કંઇક ને થાય કંઇક…..!તો કરવું શું?…..અનિશ્ચિતતા થી ઘેરાયેલા સંજોગો ના એક પાતળા તંતુ ને આધારે જીવન ને પસાર કરી દેવું કે….બધું એક હરિ પર છોડી- સ્થિતપ્રજ્ઞતા થી જીવન હોંશે હોંશે ગુજારી દેવું????

પણ…..પણ…..સ્થિતપ્રજ્ઞ બનવું….સુખ-દુઃખમાં સમભાવ રાખવો એ આપણા માટે શક્ય છે?….નથી….કારણ કે આપણે – મન-હૃદય ધરાવીએ છીએ….લાગણીઓ થી બંધાયેલા છીએ….! ક્યારેક એમ લાગે કે દુનિયા આપણા માટે નથી…..તો ક્યારેક એવું લાગે કે સમગ્ર દુનિયા જાણે કે મારા માટે જ સર્જાઈ છે….! મન ની આ સ્થિતિ છે. હું મારો પોતાનો અનુભવ કહું તો- પહેલા હું માનતો હતો કે આપણે ધારીએ એમ જ થાય….પણ ક્રમશઃ લાગ્યું કે , આપણે એક પામર જીવ થી વિશેષ કઈ નથી. આપણા હાથમાં કશું જ નથી…….જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા…અને પછી તો મે કંટાળી ને જ “ડ્રાઈવર” ની સીટ છોડી દીધી..અને હરિને કહ્યું કે – હવે તો તું જ્યાં લઇ જાય ત્યાં આપણે જવું….! પોતાનું કરી જોયું…પણ કઈ કામ ન લાગ્યું…..અને આજે હવે લાગે છે કે  મે ડ્રાઈવર  ની સીટ છોડવા નો જે નિર્ણય લીધેલો એ સાચો હતો…..! હવે આજે જો સીધા ગાડીમાં થી રસ્તા પર આવી જવાય તો દુઃખ જરૂર થાય પણ એટલું બધું નહી…..! તો કહેવા નું શુ……….કે…..

શ્રીહરિના વચન પર વિશ્વાસ….! મને સ્વામિનારાયણ સંપ્રદાય નો જો કોઈ એક પ્રસંગ વિશેષ ગમતો હોય તો એ છે…..સહજાનંદ સ્વામી દ્વારા પૂ. રામાનંદ સ્વામી પાસે – સંપ્રદાય ની ધુરા સંભાળતી વખતે માંગવામાં આવેલા વચન………!

મારા વ્હાલા નું વચન.....

ઈસવીસન ૧૮૦૧  માં , જેતપુર ખાતે માત્ર ૨૦-૨૧ વર્ષના અત્યંત તેજસ્વી એવા સહજાનંદ સ્વામીને -સમગ્ર સંપ્રદાય સોંપ્યો….એ વખતે, ઋણાનુભાવે શ્રીહરિએ પોતાના ગુરુ પાસે બે વચન માંગ્યા….કે જે લાખો કરોડો મુમુક્ષો ની જિંદગી નો ઉદ્ધાર કરવા ના હતા……..

 1. જો કોઈ તમારા સત્સંગીને એક વીંછીના ડંખ નું દુઃખ થવાનું હોય તો..એના બદલે એ દુઃખ અમને રુંવાડે રુંવાડે લાખો ડંખ નું દુઃખ થાજો પણ , એ ભક્ત ને ન થાય…..
 2. જો તમારા સત્સંગી ના નસીબમાં રામપાતર લખેલું હોય તો એ રામ પાતર અમને આવે પણ તમારો એ સત્સંગી- અન્ન-વસ્ત્રે કરી ને ક્યારેય દુઃખી ન થાય….

……..શું કહું??? આ વચન વાંચી ને મારું હૃદય ભરાઈ આવે છે…..પોતાના ભક્તો ના હિત-સુખ ખાતર પોતે દુઃખ ભોગવે- એ ભગવાન કેવો????  પોતે પોતાના ભક્ત ના દુઃખ માંગી લીધા……! તમે આજે પણ જુઓ….કોઈ સ્વામિનારાયણ સત્સંગી કે જે સંપ્રદાય ના બધા નિયમ-ધર્મ નું પાલન કરે છે- એ ક્યારેય દુઃખી થતો નથી…..! તો , આ એક હરીવચન ને આધારે આપણે આજે સુખમાં છીએ…..! સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે….” જે ભક્તો મારા માટે ઘસાય છે….કષ્ટ વેઠે છે..એમના યોગ-ક્ષેમ નું વહન હું કરું છું….” !!! …..ભુજ ની લીલાઓ કે ૧૮૦૫-૧૦  ની શ્રીહરિ ની લીલાઓ તમે વાંચો તો ખબર પડે કે – સ્વામિનારાયણ ભગવાન એમના ભક્તો ના કલ્યાણ માટે ક્યાં ક્યાં – ઉઘાડા પગે….બળબળતા રણમાં…ભૂખ્યા તરસ્યા ફર્યા છે???? ..

તો જીવનમાં સુખ દુઃખ તો રહેવાના જ……કૃષ્ણ ભગવાન નો પોતાનો જન્મ જ કારાગૃહ માં થયો હતો…અને આખી જિંદગી એમને રઝળપાટ કરી હતી….! સ્વામિનારાયણ ભગવાન..ક…….શ્રીરામ …તમે કોઈ પણ ના ચરિત્ર જુઓ….દુઃખ તો એમણે ભોગવ્યા જ છે….! તો આપણે , એક સામાન્ય મનુષ્ય થઇ ને દુઃખમાં કેમ તૂટી જઈ એ છીએ…..??? ……કારણ કે આપણ ને હરિના વચન પર વિશ્વાસ નથી…..કે નથી પોતાના પર વિશ્વાસ…( વાંચો ગીતાનો કર્મયોગ)..!

બસ ..યાદ રાખો…….

 • સુખ દુઃખ એ અટલ છે….અનિવાર્ય છે…..આવવા ના જ છે…….તો ભાગો નહી…લડો…હરીવચન પર વિશ્વાસ રાખો….
 • સામાન્ય માણસ ને બે કારણે દુઃખ આવે….૧) સંચિત કર્મો ને કારણે- કે પૂર્વ-જન્મ ના કર્મો ને લીધે… ૨) આ જન્મ ના કર્મો ને લીધે..
 • અને હરિભકત ને ત્રણ કારણે દુઃખ આવે..કારણ કે હરિ ને એના પર વિશેષ પ્રેમ છે….૧) સંચિત કર્મો…૨) આ જન્મ ના કર્મો ..નિયમ ધર્મ નું ઉલ્લંઘન..૩) શ્રીહરિ ની કસોટી…..— અને જે આ કસોટીમાં સ્થિર રહી જાય..હરીવચન પર વિશ્વાસ ન ડગે….તેને જ અક્ષરધામ મળે છે…..હરિચરણમાં સ્થાન મળે છે અને સુખ-દુખના ભવ-ફેરા બંધ થાય છે…..
 • ક્યારેક સુખ કરતાં- દુઃખ સારું….કારણ કે….૧) દુઃખમાં પોતાની અડગતા -શક્તિ ખબર પડે..૨) પોતાનું કોણ..પારકું કોણ એ ખબર પડે…૩) હરિ ભક્તિમાં વધારે ભાવ આવે……
 • ” હરિ ને ભજતા હજુ કોઈ ની લાજ ..જતા નથી જાણી રે……” યાદ છે ને…નરસૈયા ના બોલ અને એનું જીવન…!

તો બસ…..જીવન આ જ છે……એક હરિના વચન પર વિશ્વાસ…..એનો રાજીપો….તમને સ્થિતપ્રજ્ઞ બનાવી શકે છે…….તો એના પર વિશ્વાસ…હૃદય થી મૂકી તો જુઓ…..પછી તમે જુઓ…તમે કેવા હળવા ફૂલ થઇ જાઓ છો..! ચિંતા કરવા વાળો આપણો “ધણી” ..અમર “ધણી” બેઠો છે…..!

સાથે રહેજો

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

One thought on “વચન..

 1. do you have personal email address where i can contact you ? thanks
  chirag
  chirag.kamdar@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s