Raj Mistry's world

Me,my stories and world around….

Kung Fu Panda- 2

1 Comment

હા…હું…..હી…..! સાવધાન….મહાન ડ્રેગન વોરિયર ની સવારી આવી રહી છે…….પ્રસ્તુત છે- ડ્રેગન યોધ્ધા – મિ. પાન્ડા ઉર્ફે  મિ. પોં…! એક બે દિવસ પહેલા અમે બંને ( રીના અને હું) , મુવી જોવા ગયા. આમ તો થીયેટર માં મુવી જોવા અમે નથી જતા….બસો-પાંચસો ફેંકી દેવાના અને કચરો મુવી જોઈને ઘરે આવવા નું..અમને પોસાતું નથી. છતાં , અમે બંને એક વાત માં સરખી પસંદગી ધરાવી એ છીએ…( Thank God..!!) – અને એ છે – કાર્ટુન  ફિલ્મો- એ પણ સારી ટેકનીક ધરાવતી. કુંગ ફૂ પાન્ડા – એમાં ની એક છે. એનો પ્રથમ પાર્ટ, અમે બંને એ જોયેલો અને ખુબ જ ગમેલો. એક સામાન્ય પણ આસમાની ખ્વાબ ધરાવતો પાન્ડા – કઈ રીતે એક ડ્રેગન યોધ્ધા બને છે….અને દુશ્મન ને પછાડે છે – એ એકદમ મજાની વાર્તા સાથે , જોવાનું ખુબ જ ગમ્યું.  માસ્ટર શીફું, ટાઇગ્રેસ કે પછી પાન્ડા નો બાપ ગુઝ ( પાન્ડા નો બાપ એક હંસ હોય છે…..નવાઈ ની વાત છે ને….!!! મજા જ મજા….!) …..એવી મજા પડે કે હસી હસી ને થકી જઈએ…!

તો બીજા પાર્ટ માં – ટેકનીક થોડીક ઉચ્ચ હતી. થ્રીડી એ પણ ડીજીટલ સાથે સમન્વય થયેલું…! વાર્તા કંઇક આવી છે- કે ડાર્ક દુનિયા નો રાજા પીકોક ( અર્થાત મોરલો- ગુજરાતી ભાષામાં)….એક તિરસ્કૃત પાત્ર છે…કે સમગ્ર ચીન ને પોતાના કાબુમાં કરવા માટે સંશોધિત શસ્ત્રો નો ઉપયોગ કરી- શાહી મહેલ પર કબજો જમાવી દે છે……માસ્ટર શીફું….અ વખતે inner peace ની શક્તિ ને આધારે- પાન્ડા અને તેના પાંચ કુંગ ફૂ યોધ્ધાઓ ને- પીકોક ને મારવા -ચીન ને બચાવવા મોકલે છે…….પાન્ડા – હજુ પણ સુધર્યો નથી…..મોટી મોટી ફેંકવાની……ખાવા પીવા માટે જીવવાનું…..અને બધું જ હળવે થી લેવા નું…! પણ અમુક પ્રસંગો- એવા ઘટે છે કે – એ મજાકિયો પાન્ડા – ફરીથી ડ્રેગન યોધ્ધા તરીકે ની પોતાની શાખ જાળવી રાખે છે……કઈ રીતે?…..એ મુવીમાં જુઓ….

File:Kung Fu Panda 2 Poster.jpg

સૌજન્ય- વિકિપીડિયા ( કુંગ ફૂ પાન્ડા-૨)

તો સાર શું?

  • પૈસા વસુલ મુવી- બાળકો ને ખુબ ગમશે……૧૦૦-૧૨૦ રૂપિયા સુધી ખર્ચાય….
  • થ્રીડી જ જોવી- પણ સાલા થ્રીડી ના ચશ્માં એટલા વજનદાર છે કે- નાક દુખવા લાગે છે…..આનો ઈલાજ- આઈમેક્ષ વાળા ને પૂછો…ત્યાં થ્રીડી ચશ્માં હલકા છે…)
  • ઘરે થી નાસ્તો લઈને જવું…..હસતા હસતા ભુખ તો  લાગે જ છે……
  • શક્ય હોય તો હિન્દીમાં આ મુવી જોવી- ડાયલોગ કંઇક ખુબ જ અલગ અને રસપ્રદ હશે એની મારી ગેરંટી……! અમે ઇંગ્લીશ માં જોઈ પણ એમાં પણ મજા આવી…..

તો  અમને તો ખુબ મજા આવી…..રીના એ તો ચશ્માં પર થ્રીડી ચશ્માં લગાડી ને મુવી જોઈ…! જોયા પછી મારી સામે જોઈને કહ્યું કે – ” તમે કુંગ ફૂ પાન્ડા ” જેવો લાગો છો…..” ……………….શું કહેવું?…..કાલ થી ડાયેટીંગ  શરુ…..!

રસ્તામાં  પોલીસ વાળા ઓ ની ફાંદ જોઈને – વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં – પણ ” ઉડન છું પાંડુ” એવું કંઇક બનાવવું જોઈએ…..! અને શક્ય હોય તો એમાં ત્રણ ચાર ગરબા અને “રાધા” ના ગીતો મૂકી દેવા……..!

શું કહો છો?

રાજ

Advertisements

One thought on “Kung Fu Panda- 2

  1. Very funny….I dont know about your movie, but your blog, you written is funny.

    By the way, you dont know me, but i read your blog, specially for Ravi Sabha. (I am from vadodara, but i likt you write for Ravi Sabha)

    JSN.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s