Raj Mistry's world

Me,my stories and world around….

મહુડી યાત્રા

1 Comment

આ રવિવારે આમ તો પ્રમુખ વરણી દિન હતો અને મારી ઘણી ઈચ્છા હતી કે સાંજે રવિસભા માં જઈએ….પણ છેવટે સંજોગો એવા બન્યા કે સવારે વહેલા – મહુડી -અમરધામ-સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક જવા નો પ્રોગ્રામ બનાવવો પડ્યો અને અમે હોંશે હોંશે ગાડી લઇ ને જ મહુડી માટે નીકળી પડ્યા….અમારી ” મર્સીડીઝ” જરા જુના જમાના ની છે પણ પોતાની યોગ્યતા સાબિત કરી ને આવેલી છે…….અને એસી જેવી વાતાવરણ વિરુદ્ધ સિસ્ટમ થી એ પરે જ છે…..!! શરુ શરુ માં લાગ્યું કે ગરમી ને તો અમે “નીચોવી” નાખશું……..પણ કુદરત સામે કોણ જીત્યું છે?????? જે હોય તે…..પણ ૪૩-૪૪ ડીગ્રી ટોર્ચર નો સામનો અમે કર્યો……પણ ફરી આવ્યા….!

તો( મહુડી )- એ જૈનો નું પ્રસિદ્ધ યાત્રા ધામ છે પણ ત્યાં જેટલા જૈન આવે છે એટલા જ જૈનેત્તર લોકો પણ આવે છે. હું નાનપણ થી જ ત્યાં આગળ આવતો- જતો રહ્યો છું. શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન ના દર્શન ની સાથે સાથે ત્યાં આગળ મળતી ગરમા ગરમ સુખડી ની પ્રસાદી- મને હમેંશા મન-લુભાવન રહી છે……ત્યાં આગળ નિયમ છે કે – સુખડી ત્યાં જ ખાઈ જવી પડે….અને જો તમે એ પ્રસાદી બહાર ( મંદિર પરિસર) લઇ જાઓ તો – કંઇક અનિચ્છનીય બને એની સંભાવના હોય છે—–….આવું  કિવંદતીઓ પ્રમાણે છે…..પણ મને થાય છે કે – આવું કેમ?…..ઘણીવાર આ નિયમ નો ભંગ કરવાની ઈચ્છા થાય છે પણ – થોડીક ઘર તરફ થી મનાઈ….મિત્રો ની મનાઈ….અને ક્યારેક મનમાં થાય કે – સુખડી અહીં જ ખાવા માં શું વાંધો છે?….આખરે પ્રસાદી જ છે ને…..!….જે હોય તે….પણ એ સ્થળ સારું છે….! અમે લોકો , અર્થાત, હું, રીના,વિમલ,રાજશ્રી અને એમના છોકરાં-છૈયા બધા – પહેલા રસ્તામાં આવતા એક સ્થળ- અમરધામ ગયા…..અમરનાથ મંદિર ની ડુપ્લીકેટ કોપી -મહેનત થી બનાવી છે…..અબાલ-વૃદ્ધ બધા માટે – એક ફરવા-એન્જોય કરવા જેવી સારી જગ્યા છે. ત્યાં આગળ અમે ટોય-ટ્રેન, ૩-ડી મુવી ની માજા માણી….માત્ર દસ રૂપિયામાં ૩-ડી મુવી જોવા ની  મજા કંઈક અલગ જ છે…..! કાચી કેસર કેરી- એ પણ મસાલો નાખી ને ખાધી…..બાજુમાં જ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક છે….વિમલ અને એનો પરિવાર – પાણી માં છબછબીયા કરવા ગયા….અમે ન ગયા..કારણ કે અસહ્ય ભીડ હતી….ગરમી ખુબ જ હતી….અને સમય ખુબ જાય એવો હતો….આથી અમે લોકો ગાડીમાં બેસી રહ્યા…..ગાડી પણ ગરમી માં પડી પડી – ઓવન થઇ ગઈ હતી…..પણ શું થાય????

Amardham -Mahudi

છેવટે બે કલાક પછી- અમે મહુડી પહોંચ્યા ત્યારે – ભગવાન પહેલા પેટ-પૂજા ની પડી હતી….તો જમવા ગયા….પણ જમવાનું ખતમ…( સવારે ૧૦ થી દોઢ નો જ સમય છે..ધ્યાન રાખવું…)..છેવટે સુખડી ખાઈ ને ચલાવ્યું…..મને એક વાત ખૂંચી….આટલું મોટું યાત્રાધામ છે પણ ઠંડું પાણી તો નામ નું યે નથી મળતું…! જૈન ભક્તો એ વિચારવા જેવું ખરું…! અમે તો બહાર થી પાણી ની બોટલો લીધી અને ભાગ્યા…..હોટલ પર જઈને હળવો નાસ્તો કર્યો…..કારણ કે ૪ વાગ્યા હતા અને હોટલ વાળા એ પાકું ભોજન આપવા ની ના પાડી..! ટૂંકમાં……આજ નો પ્રવાસ- ગરમી-ભુખ-તરસ- થી ભરપુર હતો….!

સાંજે વળતી વખતે, ગાંધીનગર સેક્ટર-૨૮ ના બગીચામાં ગયા…..મનમાં હતું કે છોકરાં ને મજા પડે એવી રાઈડ્ઝ હશે….પણ નરી ગંદકી- ભીડભાડ….થી ભરેલો પાર્ક -અમારા કંટાળા માં માત્ર વધારો જ કરતો ગયો…..! અને છેવટે ગાંધીનગર થી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે થોડીક ઠંડક નો અનુભવ થયો- કારણ કે વાવાઝોડું શરુ થઇ ગયું હતું……વાતાવરણ- ઠંડું…વાદળયુક્ત હતું…..આથી રહી રહી ને શાંતિ થઇ…….

પણ……મનમાં થયું કે…….

  • આજે કર્યું શું?…..કશું નહી….બસ અસહ્ય ગરમી- ઉકળાટ-ભુખ……સહન કર્યાં..( તા.ક. હવે પછી- ઉનાળા માં બપોરે ક્યાંય નીકળવું નહી..)
  • પ્રમુખ વરણી દિન ની સભા ને મિસ કરી……અફસોસ થયો……
  • હવે મહુડી જઈએ તો પહેલા મહુડી જવાનું……પછી અમરધામ કે સ્વપ્નસૃષ્ટિ……
  • ચોમસામાં ફરવા જવું……ઉનાળામાં ઘરે રહી ને જ આરામ કરવો…

તો બસ ફરવા માટે યોગ્ય સમય- પ્લાન્નીગ ની જરૂરિયાત છે…..એ કરો….અને પછી ફરો….! જે ફરે છે – એ જ જાણે છે….સમજે છે….અને માણે છે….!

તો બધા રંગ માણો…………….બીજું શું?

રાજ

Advertisements

One thought on “મહુડી યાત્રા

  1. આવી ગરમીમાં બહાર જવાય? ના જવાય. અને પાછા તમે પાણીમાં છબછબિયાં કરવા ના ગયા. ડચડચડચ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s