Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા…..

Leave a comment

જીવન ની ઘટમાળ ચાલુ જ છે…..તો આ ઘટમાળ માં ફરતા ફરતા કંઇક નવું જોયું…તો લાગ્યું કે તમારી સાથે એનો “ગુલાલ” કરવા જેવો છે….તો જુઓ….નીચેના “ચિત્રો” જ કંઇક કહે છે…….

ભવિષ્યના વાહન.....અને એમાં આપણું ભવિષ્ય..!

  • અમદાવાદ ના  એક મોલ માં ” કાર-સ્વરૂપી ઠેલણ ગાડી” જોઈ….રીના ની પ્રતિક્રિયા આવી કે” જો આમ ને આમ પેટ્રોલ ના ભાવ અને મોંઘવારી વધતી રહેશે – તો આવી ગાડી ઓ જ ઠેર ઠેર જોવા મળશે….”…..તમને શું લાગે છે????

ખેતીમાં પણ "ઓબામા"..!

  • જુનાગઢ માં જોવા મળેલી આ ઘટના…ઓસામા ને ખતમ કરી ઓબામા દુનિયામાં છવાઈ ગયા તો આપણે તો જન્મજાત વેપારી માણસો…” ઓબામા” ને પણ એનકેશ કરી – ધંધો કરી નાખ્યો….તો-ઓબામા હવે ખેતર માં પણ પોતાનો “જલવો” દેખાડશે…..!

શાંત નગારા...!

  • એક જમાના માં લોકો ને “જગાડવા ” નું કામ કરતાં….”જોશ” ભરવાનું કામ કરતાં નગારા હવે “શોભા ના ગાંઠિયા” બની ગયા છે….! લાગે છે કે લોકો ને “જગાડવા” ની ક્યાંતો જરૂર નથી…..ક્યાંતો લોકો આના થી ” જાગે” એમ નથી….!

"સાઉથ" નો સ્પેલિંગ " દક્ષિણ" ભાષામાં.......

  • કહેવાય છે કે ગુજરાતીઓ – એમને કોઈ પણ ચીજ “સ્પર્શે” – એનું એ ગુજરાતીકરણ કરી નાખે…..તો ભાષા ઓ કેમ બાકી રહે???? તો “સપેલીંગ ” ની માથા ફોડ છોડો…..ઢોસા ખાઓ…..shauth હોય કે  south……આપણ ને કેટલા ટકા??????

તો માણતા રહો…..મજા કરતાં રહો……”સહજ-આનંદ” માં હમેંશા રહો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s