Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૧૨/૦૬/૨૦૧૧

Leave a comment

તો સમાચાર પ્રમાણે- મુંબઈ વરસાદ થી તરબોળ છે….સૌરાષ્ટ્ર અને કચ્છ ,દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને ધોધમાર વરસાદ ની આગાહી છે….પણ અમદાવાદ…??? કોરુંધાકોર છે………ઘણા મિત્રો મજાકમાં કહે છે કે અમારા “અમદાવાદીઓ” ના લક્ષણ જ કંઇક એવા છે કે વરસાદ પણ રહી રહી ને આવે છે…..! આ વાત જો કે મજાક ની છે, પણ અમદાવાદ ની વાત જ કંઇક ઓર છે…..ઇતિહાસ જુઓ તો ખબર પડે….કદાચ મુંબઈ થી પણ વધારે જુનો ઇતિહાસ છે..અને ખાસિયત એવી કે દુનિયા વખાણે…….સમજ્યા..!!!

તો, આજે રવિવાર અનેપાછી એકાદશી….હતી! અમે આજે થોડા મોડા મંદિરે પહોંચ્યા…સભા લગભગ શરુ જ થઇ ગઈ હતી. દર્શન કરી ને ફટાફટ ભાગ્યા…..મે તો ઠાકોરજી ને મનોમન પ્રાર્થના કરી કે હવે તો બસ ” વરસો”…..મન મુકીને વરસો…….જેથી આ ઉકળતી ગરમી માં કમ સે કમ ઠંડક મળે…!

આજના દર્શન....

સભાની શરૂઆત ધૂન , કીર્તન થી થઇ…! “એકાદશી” નું મહત્વ આપણા સંપ્રદાયમાં શું છે – એના વિષે કીર્તન સંતો દ્વારા થયું. ત્યારબાદ, ગયા રવિવારે જે કિશોર કિશોરી શીબીર અંતર્ગત – વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી- એના વિજેતા માલવ પટેલ અને હર્ષદ ભાવસાર દ્વારા – પ.પૂ.પ્રમુખ સ્વામી ને લગતા ચરિત્રો અને યુવાની – પર પ્રવચન થયા. ” પ.પૂ.પ્રમુખ સ્વામી ને કિશોર/યુવાનો ના આદર્શ કેમ માનવા જોઈએ” એ પર પ્રવચન થયું. …. ત્યાગ,સમર્પણ, આશાવાદી પણું, મહેનત….બધા આદર્શો- સ્વામીશ્રી ના જીવન પ્રસંગો સાથે સાંકળી ને વર્ણવવામાં આવ્યા. મને આ ગમ્યું. તમે કોઈ પણ મહાપુરુષ નું જીવન ચરિત્ર ગહેરાઈ થી સમજો તો જરૂર કંઇક પ્રેરણા મળશે જ…..! આ સાથે -ભાવનગર ના સત્સંગી ભરત કાઠાવાડિયા તરફ થી એક મસ્ત ,જોશીલું કીર્તન દોહા સાથે રજુ થયું…..આખી સભા ઝૂમી ઉઠી..!

ત્યારબાદ , આફ્રિકા ના સત્સંગમાં ખુબ જ અગત્ય નું યોગદાન ધરાવનાર પૂ. ભક્તિ વત્સલ સ્વામી એ – ગઢડા મધ્ય ના ૫૫ માં -વચનામૃત ના આધારે સમજાવ્યું કે – મનુષ્ય ના શરૂઆત ના વર્ષો અર્થાત બાળપણ માં જ જે અંગ કે ટેવ પડે છે- એની અસર સમગ્ર જિંદગી પર જોવા મળે છે. શ્રીજી મહારાજ , ને બાળપણમાં જ મંદિર,કથાવાર્તા અને સંતો નો રંગ લાગ્યો હતો….એ પ્રત્યે રુચિ હતી – જે એમનું કાર્યક્ષેત્ર જ બની ગઈ…..તો કહેવા નું એટલું કે…..

  • મંદિર નો મહિમા સમજો- ઘણા એને પથ્થરો નો ઢગલો કહે છે પણ -એ તમારામાં અને તમારી પેઢીઓ માં – ભગવાન પ્રત્યે રુચિ જગાડનારું….સંસ્કાર તરફ પ્રેરિત કરનારું અસરકારક પરિબળ છે – એ નથી સમજતા…..મંદિર છે તો ધર્મ-સંસ્કાર-સંસ્કૃતિ છે……
  • કથા વાર્તા- એ મંદિર સાથે સંકળાયેલું એક માધ્યમ છે- કે જેના થકી મનુષ્ય ભગવાન નો મહિમા સમજે છે…..અને પોતાના જીવન ને સન્માર્ગ તરફ પ્રવાહિત કરે છે…….
  • સંતો- એ મંદિર-કથાવાર્તા ને ટકાવી રાખનાર- આપણ ને યોગ્ય માર્ગ તરફ દોરનાર- માર્ગદર્શક છે…….સંતો,શાસ્ત્ર, મંદિર છે તો આપણો ધર્મ હજારો વર્ષ પછી પણ જળવાઈ રહ્યો છે…….ટકી રહ્યો છે…..

તો ટૂંકમાં, સારી વસ્તુઓ ને પકડો….એની નજીક રહો….શક્ય હોય તો સવાર-સાંજ મંદિર જાઓ….સત્સંગ નો લાભ લો…..!

ત્યારબાદ સભામાં – ધોરણ ૧૦-૧૨ માં સારા ગુણ લાવેલા – હોંશિયાર વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ નું સન્માન -સંતો દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે ક્રિકેટ ની ટુર્નામેન્ટ માં વિજયી બનેલી ટીમ- નિલકંઠ અને ઉપવિજેતા બનેલી ટીમ સહજાનંદ ને- ટ્રોફી, પદક દ્વારા સન્માનિત કરવામાં આવી….અને હા….! એક સારા સમાચાર- આવતા રવિવારે સવારે ૯ થી ૧૧ – ધોરણ ૧૦-૧૧-૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓ અને એમના માતા પિતા માટે – કારકિર્દી માર્ગદર્શન નો એક પ્રોગ્રામ મંદિર માં છે……અચૂક લાભ લેવો….!

તા ૧૫/૬/૨૦૧૧ – ના રોજ બપોરે ૨.૫૩ થી ચંદ્રગ્રહણ નો વેધ શરુ થાય છે કે જે બીજા દિવસે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે પુરો થાય છે…..આથી જે લોકો ગ્રહણમાં , એના નિયમધર્મ માં માને છે એમના માટે સુચના…….પૂ.અક્ષરવત્સલ સ્વામી તરફ થી…….

  • તા ૧૫ મિ એ બપોરે ૨.૫૩ સુધી આહાર કરાય- પછી શક્ય હોય તો પાણી સિવાય કઈ ન લેવું.
  • રાત્રે ૧૨ થી સવારે ૩.૩૦ વાગ્યા સુધી મંદિરમાં ભજન-કીર્તન -કથા વાર્તા નો પ્રોગ્રામ છે- જેણે લાભ લેવો હોય તે લઇ શકે છે…..
  • શારીરિક તકલીફ ધરાવતા વ્યક્તિઓ માટે, નાના બાળકો કે વૃધ્ધો માટે નિયમ માં છુટછાટ લઇ શકાય- વાંધો નથી…..

હું મારો અંગત મત કહું તો- હું ગ્રહણ ના વિજ્ઞાન ને સમજુ છું  પણ ગ્રહણ ના બહાના હેઠળ જો ભગવાન ની ભક્તિ સારી રીતે થતી હોય તો – આ નિયમ પાળવામાં વાંધો નથી…..અમને તો હરિ – માટે નું બહાનું જોઈએ……બાકી અંધશ્રદ્ધા થી કરાતા- શાસ્ત્ર વિરુદ્ધ રીવાજો નો હું વિરોધી છું………!

તો ચાલો ત્યારે- વરસાદ આવે એ માટે પ્રાર્થના કરીએ……આ વખતે તો હરિ તું એવો વરસ કે – લોકો ના તન-મન-ધાન ભરપુર થઇ જાય..સંતૃપ્ત થઇ જાય….!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s