Raj Mistry's world

Me,my stories and world around….

હેપ્પી “દાળ ઢોકળી ” ડે…..!!!

Leave a comment

આજે રવિવાર છે……પણ સાથે સાથે “ફાધર્સ ડે” છે……અને સાથે સાથે હમેંશ ની જેમ ” દાળ-ઢોકળી” ડે પણ છે. ફાધર્સ ડે – તો આપણે રોજ જ હોય છે….પશ્ચિમીયા સંસ્કૃતિ પ્રમાણે -વરહ ના એક દા’ડે આપણા પિતાજી કે માતાજી ને “હેપ્પી મધર્સ ડે” કે “હેપ્પી ફાધર્સ ડે”  કહી ને પટાવી..( કે પતાવી ) દેવાના…..!!! ભઈ સાબ ..મારા આપણી આ સંસ્કૃતિ નથી. અહી તો રોજે રોજ માતા-પિતા માટે નો દિવસ હોય છે પણ …..દેખાદેખી કોને કહેવાય….???   તો જે ઉજવતા હોય એમને ઉજવવા દો……આપણે તો “(દાળ-ઢોકળી)  ડે ઉજવીએ….!

દાળ-ઢોકળી

અમારે ત્યાં આ દિવસ ..દર રવિવારે ઉજવવા નો  રીવાજ ૩૨ વર્ષ જુનો છે..( કદાચ આનાથી પણ જુનો હોય……પણ ..મને આટલા જ વર્ષ જ્ઞાત છે)….દર શનિવારે દાળ-બાટી અને દર રવિવારે દાળ ઢોકળી નો વણકહ્યો રીવાજ તો ખરો જ. બધા ગુજરાતીઓ માટે ..મોટે ભાગે -કયા વારે શું જમવું….એ નક્કી જ હોય છે…..આથી અમારે તો …..રવિવારે – શાંતિ થી ઉઠવાનું ..અને એક મોટો આરામ….પત્ની કે મમ્મી – કોઈ એમ ન પૂછે કે ” આજે જમવાનું શું બનાવશું????”  તો યક્ષ પ્રશ્નમાં થી બચી જવાય.  વળી, દાળ-ઢોકળી – એ પણ કમોદ અથવા બાસમતી ભાત સાથે….દશમી સાથે કે દહીં સાથે જમવાની…! સહેજ ખટ્ટી-મીઠી-તીખી ઢોકળી ….રવિવાર ની સવાર સુધારી જ દે…એમાં કોઈ શંકા નહી. ઘણા લોકો ને -દાળ-ઢોકળી જરા જાડી હોય તો ભાવે તો કેટલાક ને એ પાતળી હોય તો ભાવે…….વળી, કેટલાક ને ઢોકળી ના આકાર સાથે પણ લગાવ….! કોઈક ને ચતુષ્કોણીય તો કેટલાક ને ગોળ ભાવે…એમાં યે અમારા જેવા કલાકારો તો એના ભાત ભાત ના આકાર આપે….એમાં વળી- શાકભાજી પણ નાખે….વાલ-વટાણા કે સીંગ ના દાણા તો હોય જ….! એકવાર મે ફ્રુટ ઢોકળી બનાવી હતી…( જેને રીના હજુ “યાદ” કરે છે….)!  અને પાપડ કે ચટણી પણ સાથે લઇ શકાય. ઉનાળામાં – ઢોકળી ને ગરમાગરમ અર્થાત તાજી જ ખાવી પડે નહીતર એ તમારી ” ઢોકળી” કાઢી નાખે…..અને એ તાજી ઢોકળી સાથે તાજી છાસ લેવાની…..!

તો, રવિવાર એટલે આપણા ગુજરાતી …..મહાજાતિ ગુજરાતી ઓ માટે….”ઢોકળી” દિવસ…! તો એને માણો……અને એ પછી મસ્ત એક-બે કલાક નું બપોરીયું….! તો મજા જ મજા…! આવી મજા ની પેલા ધોળિયા ઓ ને શું ખબર??????

શું કહો છો?…..તો દિલ થી ……….બોલો હેપ્પી દાળ-ઢોકળી” ડે……!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s