Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા – તા ૨૬/૦૬/૨૦૧૧

Leave a comment

 ll श्रीपतिम श्रीधरम सर्व्देवेश्वरम ,भक्तिधर्मात्मजम वासुदेवं हरि l

माधवं केशवं कामदं कारणं ,श्रीस्वामिनारायणम् नीलकंठं  भजे ll

આજ ના દર્શન.....

તો શ્લોક પર થી લાગ્યું જ હશે કે , આજ ની સભા વિશિષ્ટ હતી. ગઈ રવિસભાની પોસ્ટ માં કહ્યું એમ , આજ ની સભામાં કીર્તન આરાધના હતી. એક સત્સંગી ના દીકરાના લગ્ન પ્રસંગે – આજે સભામાં કીર્તન નો પ્રોગ્રામ હતો. આથી સમગ્ર સભા શરૂઆત થી જ ખીચોખીચ ભરેલી હતી. સભાની શરૂઆત પૂ.વિશ્વરૂપ સ્વામી એ સ્વામિનારાયણ ધૂન થી કરી. પૂ.સંતો- વિવેક્મુની સ્વામી, પ્રેમવદન સ્વામી અને અન્ય સંતો તથા કિશોર મંડળ ના વાદ્ય કલાકારો હતા.  સમગ્ર સભા- કીર્તન  ના અસ્ખલિત ગાન થી ભીંજાઈ ઉઠી…….અને બહાર વરસાદ નથી…એ વાત કમ સેકમ એક કલાક માટે તો ભૂલાઈ જ ગઈ….! જુઓ અમુક કીર્તન….જે સભામાં ગવાયા….

  • પ્યારે તોરી પ્રીતના છૂટે રે…..- પૂ. પ્રેમાનંદ  સ્વામી
  • એક નિમિશ ના મેલું મારા ઉર થી રે….મનમોહન તારી મૂર્તિ રે…- પૂ.બ્રહ્માનંદ સ્વામી
  • આપ રીઝો એમાં હું રાજી….હો સ્વામી
  • તેરી શરણ મે આયે ફિર આશ કિસ કી કીજીયે…..- પૂ. બ્રહ્માનંદ સ્વામી
  • પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની સેવા માં રજુ થયેલા જોરદાર કીર્તનો…….

ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામી જેવા અનુભવી સંત દ્વારા સત્સંગ પ્રવચન ની રજૂઆત થઇ. વિષય હતો- સ્વામી ની વાતો ના પહેલા પ્રકરણ ની પ્રથમ વાત- મહિમા નું મહત્વ સમજવાનું…….! મહિમા કોનો?….અલબત્ત શ્રીહરિ નો જ……! મહિમા વગર ની ભક્તિ – એ દિશા વગર નાસફર જેવી છે. જેમ લગ્ન માં વરરાજા નું મહત્વ હોય છે એમ સત્સંગમાં મહિમા  નું મહત્વ હોય છે. વચનામૃત- ગઢડા પ્રથમ નું ૭૮મુ, મધ્ય નું ૨૧મુ અને પંચાળા નું ૧લુ અને ૭મુ…કારીયાણી નું ૯મુ…..એના આધારે સમજાવ્યું કે શ્રીજી મહારાજ જ સર્વ કરતાં હર્તા છે…..સર્વ કારણ ના એ કારક….છે…અને આ સત્ય તમને અત્યાર સમજાય તો યે…કે અનેક જન્મે સમજાય તો યે….એ સમજયે જ છુટકો. ..!!!. આમ , ભક્તિ ની એકનિષ્ઠા એ મહિમા પર જ છે….ભગવાન નો મહિમા જેટલો સમજાશે….જેટલો દ્રઢ પણે સમજાશે એટલો જ ભક્તિમાં રંગ આવશે. પૂ. યોગી બાપા કે પૂ. શાસ્ત્રીજી મહારાજ ના સમગ્ર જીવન જ હરિ ના મહિમા ગાવામાં જ ગયા. અરે….યોગીબાપા તો ભગવાન સાથે સંકળાયેલી પ્રત્યેક જીવંત કે જડ વસ્તુઓ ને પણ ખુબ જ મહિમા થી દેખતા..પુજતા….!….ઉદ્ધવ ની જેમ જ…..જયારે ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન ની આજ્ઞા થી ભક્તિ માર્ગ સમજવા- ગોપીઓ ને મળવા ગોકુલ આવ્યા…અને ગોપીઓ ની દશા જોઈને – ભગવાન પાસે માંગ્યું કે – એ આવતા જન્મ માં ગોકુલ ની રજ બનવા માંગે છે કે જેને ગોપીઓ ના ચરણ સ્પર્શ નો લાભ મળે છે……! ભગવાન ને કણે કણ માં વ્યાપ્ત જોવા…..એમની સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુમાં હરિ નો ગુણ..હાજરી જોવી….એ ભક્તિ નો એક સીમાડો છે…! પણ એ માટે જરૂરી છે…….ખુબ જ જરૂરી છે…..અત્યંત જરૂરી છે……ભગવાન નો મહિમા સમજવા ની..! પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના તમે પ્રવચન સાંભળો તો ખબર પડે કે એમના દરેક વાક્યે….વાક્યે…શબ્દે શબ્દે…બસ હરિ નો જ મહિમા હોય છે…..એક હરિ જ સર્વ કરતાં હર્તા…સર્વ નિયંતા…છે…!

મને ક્યારેક લાગે છે કે પૂ. શ્રીહરિ સ્વામી ની જે રસાળ અને સહજ શૈલી છે…એ શ્રોતાઓ ને પ્રભાવિત કરવા માટે પૂરતી છે……! અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સારા વક્તાઓ ની કમી ક્યાં છે???….બસ હરિ ની દયા છે…..!

અંતે સભામાં અમુક જાહેરાતો થઇ……

  • આવતા રવિવારે રથયાત્રા છે…..આથી સવારે ૧૧ વાગ્યે – શાહીબાગ મંદિર માં પણ રથયાત્રા નીકળશે….અને સાથે રવિસભા રાબેતા મુજબ સાંજે જ સમયસર ચાલુ થાશે………
  • આજે શિક્ષણ સાથે સંકળાયેલા સત્સંગીઓ ની ટૂંકી મીટીંગ સભા પછી હતી……

અને હા….આજે પ્રસાદી વિશિષ્ટ હતી….પ્રસાદીમાં પેસ્ટ્રી હતી….રીના ને મજા પડી….મને પેસ્ટ્રી જરા ઓછી ભાવે છે…..!

તો આવતા અઠવાડિયા સુધી…જય સ્વામિનારાયણ…!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s