Raj Mistry's world

Me,my stories and world around….

છગનભાઈ ત્રિભેટે……

1 Comment

ભગવાન ,અમુક વ્યક્તિઓ ને ,ખબર નથી પણ એટલા માટે જ જન્મ આપે છે કે એ હેરાન થાય….! તો અમારા પડોશી છગનભાઈ પણ એમાં ના એક છે…..એમણે ઘણીવાર ભ્રમ થાય છે કે એ UNO ના પ્રમુખ છે અને સમગ્ર દુનિયામાં થતાં પ્રશ્નો નો જવાબ એમણે જ શોધવા નો છે…..! તો આ છે ” ભ્રમ અપના અપના…” ! મૂળ વાત પર આવીએ……

તો આજકાલ અમદાવાદ થી વરસાદ રૂઠી ગયો છે અને અત્યારે વાતાવરણ પત્ની જેવું  લાગે છે…….લાગે કે હમણાં વરસાદ પડશે…..પણ છેવટે તન-મન ને કોરા રાખીને મેઘરાજા નફ્ફટ થઇ ચાલ્યા જાય…! આવા જ વાતાવરણ માં હું , જરા બહાર ટહેલવા નીકળ્યો અને અનાયાસે જ મારી નજર છગનભાઈ ના ઘરમાં પડી….ખુરશી પર પગ ઉંચા કરીને બેઠેલા છગનભાઈ…હાથમાં રીમોટ પકડીને ,જાણે કે ટીવી પર પોતાનો કંટાળો કાઢી રહ્યા હતા….! ચા પીવા નો સમય હતો અને હું એ જ છુપી આશા થી છગનભાઈ ના ઘરમાં ઘૂસ્યો….મને જોઈને એ મારા પર ભર બપોરે જાણે કે ” વરસી” પડ્યા……!

છગનભાઈ- બસ તમ તમારે ઘર બારણે ફર્યા જ કરો…..દેશ નું ….સામાન્ય માણસ નું જે થાવું એ થાય…..!

મે પૂછ્યું– પણ થયું શું..બાપુ?…કેમ અકળાયા છો?……

છગનભાઈ– એના બાપ નું કપાળ…! જરા ટીવી ની સમાચાર ની ચેનલો જુઓ…..જ્યાં જુઓ ત્યાં ભડકા જ ભડકા….! પેટ્રોલ ૭૦ રૂપિયે….ગેસ ૪૫૦ રૂપિયે ….કેરોસીન ૪૦ રૂપિયે……..ડીઝલ ૪૫ રૂપિયે………શાકભાજી…દાળ ચોખા…..અલ્યા એ તો છોડો ……..વાળ કપાવવા પૈસા જુઓ..તો ખબર પડે કે શું થઇ રહ્યું છે???? માણસ સાલો – ઘંટી ના બે પડ વચ્ચે પીસાતો સડેલા ઘઉં ના દાણા જેવો થઇ ગયો છે…..! ઘેર બૈરું લોઈ પીએ…..બહાર જઈએ એટલે લોકો -મોંઘવારીના સેલ્સમેન બની આજુબાજુ ભમરાય……..આત્મહત્યા કરવાને લાયક નથી રહ્યા બધા….! અને પેલો બિચારો પામર જીવ- કઠપુતળી મનમોહન કહે છે કે ” હું નબળો નથી….” અલ્યા શું કહેવું????? પેલા નાલાયક….દિગ્વિજય કે બકવાસી સિબ્બલ ને તો કંટ્રોલ કરી શકતા નથી……..અને મેડમ ના ઈશારે નાચે છે……પેલો અન્ના હજારે તો બિચારો ભૂખ્યો મરી જાશે પણ સાલા કોન્ગ્રેસીયા કશું કરવા ના નથી……!

છગનભાઈ એટલું બધું એક શ્વાસે બોલી ગયા કે મને શરુ શરૂમાં તો સમજવામાં તકલીફ પડી…..! અને પછી થોડીવાર ખામોશ થઇ ગયો અને બોલ્યો….

હું- છગનભાઈ , તમારી વાત સાચી છે પણ એમાં સામાન્ય માણસ કે અન્ના હજારે શું કરે?…..સાલા રાજકારણીઓ એવા જાડી ચામડી ના છે કે – ગમે તેટલા ગોદા મારો…એમણે કઈ થવાનું નથી…..ઉપવાસ કરવા થી કઈ વળવા નું નથી…..બાબા રામદેવે -ઉપવાસ ના શસ્ત્ર ની ધાર ને જરા બુઠી કરી નાખી છે……કોંગ્રેસ સરકાર ફાવી ગઈ છે…..બાબા હવે પોતાની પોતડી બચાવવા પડ્યા છે તો……..આમાં તો લોકો જાગે તો  કઈ થાય……!

છગનભાઈ– તો કરવાનું શું?……બસ ઘરે બેઠા મંજીરા વગાડવાના….! પેટ્રોલ ના ૭૦ રૂપિયા….ગેસના ૪૫૦ રૂપિયા……ક્યાંથી કાઢવાના???? આ બાજુ નોકરી માં પગાર તો એટલો વધતો નથી અને મોંઘવારી મો ફાડી ને ઉભી જ હોય છે…….સરકાર બોલે છે – આંતરરાષ્ટ્રીય બજારમાં જ આવું છે…..તો ભાઈ…એ પોતે કેમ ખર્ચા નથી ઘટાડતા….??? પેલું કાળું નાણું પડ્યું છે ..એ પાછું લાવો ને???? ૨-જી સ્પેક્ટ્રમ ના નુકશાન ને પેલા રાજા -કનીમોઝી પાસે થી વસૂલો ને….કોણ રોકે છે???? આતો સાલું – ભ્રષ્ટાચાર ની સામે બોલો એટલે તમે સરકાર વિરોધી……! ચૂંટણી આવવા દો પછી….સોનિયામા ને ..એમના ચમચાઓ ને બતાવીશું કે શું થાય છે???????

હું- અલ્યા ભાઈ…..શાંત થાઓ…..! આમ બુમો પાડવા થી કઈ થવાનું નથી…..! લોકોએ જાતે જ જાગવું પડશે….ખોટું દેખાય એટલે તરત જ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની……RTI નો ઉપયોગ કરવાનો……! લોકપાલ બનવા દો ..પછી જુઓ શું થાય છે?????

છગનભાઈ( માથા પર હાથ મૂકી ને…) – લોકપાલ????? અલ્યા રાજકારણીઓ અને કાન્ધીયાઓ એમાં પણ છીંડા મુકશે….અને છટકી ને ભાગી જાશે……! લુલો કાયદો બનશે……જુઓ ને એ લોકપાલ નહી પણ “જોક્પાલ” બની જાશે……! એ ભગવાન….! તું ક્યાં છે????

…………….  છગનભાઈ ને સ્થિતિ જોઈને લાગ્યું કે – એ હવે ત્રિભેટે ઉભા છે…..ક્યાં જવું ખબર નથી પડતી……સાચી વાત છે- આ સવાલ છે તમારો…..મારો….આપણા બધાનો……! ક્યાં જવું?…..ભ્રષ્ટ માણસો અને ભ્રષ્ટ સિસ્ટમ કેવી રીતે બદલાશે?……ખબર નથી……કદાચ લાગે છે કે હવે દેશ ને એક બીજા ગાંધી ની જરૂર છે……પણે એવો ગાંધી કે જે ગોળીઓ થી ન મરે…….!

કદાચ….ભ્રષ્ટાચાર વિરોધી આપણું એક નાનું પગલું – કોઈ મોટી સફર ની શરૂઆત હોય….!

ચાલો પગલું તો ભરીએ………! અન્ના ની સાથે…..દેશ ની સાથે…કે કોઈપણ એ હમસફર ની સાથે કે જે દેશ માટે લડે છે…….!

રાજ

Advertisements

One thought on “છગનભાઈ ત્રિભેટે……

  1. My Friend, Gadhada Madhya 21, Sarva Na Karta Harta Svayam Shree Hari Chhee…………

    Jay Swaminarayan……..
    Virul

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s